મેનુ

You are here: હોમમા> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ >  ભારતીય મીઠાઈ | ઈંડા વગરની ભારતીય મીઠાઈ >  ચોકલેટ ડૅઝર્ટસ્ >  ચોકલેટ કૂકીઝ

ચોકલેટ કૂકીઝ

Viewed: 7715 times
User 

Tarla Dalal

 16 April, 2025

Image
0.0/5 stars   100% LIKED IT | 0 REVIEWS OK

Table of Content

તમે એવી કોઇ વ્યક્તિને જાણો છો જેને ચોકલેટ કૂકીઝ ન ભાવતી હોય? વારૂ, બહુ ઓછા લોકો એવા મળશે, છતાં પણ જ્યારે તમે આ ચોકલેટ કૂકીઝ બનાવશો ત્યારે તો તેઓ પણ તેને પ્રેમથી આરોગી જશે.

 

 

દુનીયાભરમાં મળતી ચોકલેટ ચિપ્સ્ ઉમેરીને બનતી આ ચોકલેટ કૂકીઝ એવી મુલાયમ અને મજેદાર બને છે કે મોઢામાં મૂક્તાની સાથે પીગળવા માંડશે.

 

અહીં ડાર્ક ચોકલેટ ચિપ્સ્ ના વિકલ્પ તરીકે તેમાં તમે સફેદ ચોકલેટ ચીપ્સ્ અથવા કાજૂના ટુકડાનો ઉપયોગ કરી એટલી જ મજેદાર કૂકીઝ બનાવી શકો છો. કન્ડેન્સ્ડ મીલ્ક અને ડાર્ક ચોકલેટના સંયોજન વડે બનતી આ શાહી અને તીવ્ર સ્વાદ ધરાવતી ચોકલેટ કૂકીઝને માણવામાં તમે જરૂરથી લીન થઇ જશો.

Preparation Time

5 Mins

Cooking Time

1 Mins

Total Time

6 Mins

Makes

15 કૂકીઝ

સામગ્રી

વિધિ


 

  1. એક ઊંડા બાઉલમાં ચારણી વડે સેલ્ફ રેસિંગ લોટને ચાળી લો.
  2. તે પછી તેમાં દૂધનો પાવડર મેળવી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.
  3. હવે બીજા એક માઇક્રોવેવ સેફ બાઉલમાં ડાર્ક ચોકલેટ લઇને તેને માઇક્રોવેવના ઉંચા તાપમાન પર ૩૦ થી ૪૦ સેકંડ અથવા ચોકલેટ બરોબર પીગળી જાય ત્યાં સુધી માઇક્રોવેવ કરી લો. પછી બહાર કાઢી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.
  4. બીજા એક ઊંડા બાઉલમાં માખણ, કેસ્ટર શુગર અને બ્રાઉન શુગર મેળવીને ઇલેટ્રીક બીટર (electric beater) વડે ૬ થી ૭ મિનિટ અથવા મિશ્રણ હલકું અને મલાઇદાર થાય ત્યાં સુધી ફીણી લો.
  5. તે પછી તેમાં કન્ડેન્સ્ડ મીલ્ક, પીગળાવેલી ચોકલેટ અને વેનિલાનું ઍસન્સ મેળવી ચપટા ચમચા (spatula) વડે મિક્સ કરી લો.
  6. તે પછી તેમાં સેલ્ફ રેસિંગ લોટ-દૂધના પાવડરનું મિશ્રણ મેળવી ચપટા ચમચા (spatula) વડે સારી રીતે મિક્સ કરી સુંવાળી કણિક જેવું બનાવો.
  7. છેલ્લે તેમાં ચોકલેટ ચિપ્સ્ મેળવી સારી રીતે મિક્સ કરી લો.
  8. આમ તૈયાર થયેલા ચોકલેટના મિશ્રણને ક્લીંગ ફીલ્મ (cling film) વડે સખત બંધ કરી રેફ્રીજરેટરમાં ૨૦ મિનિટ સુધી રાખી મૂકો.
  9. તે પછી બેકીંગ ટ્રે પર એક એલ્યુમિનિયમ ફોઇલ મૂકો.
  10. હવે ચોકલેટના કણિકને આઇસક્રીમના સ્કુપ વડે કાઢીને એલ્યુમિનિયમ ફોઇલ પર સરખા અંતરે મૂક્તા જાવ. આ ચોકલેટની કણિક વડે લગભગ ૧૫ કુકીઝ તૈયાર થશે.
  11. આ કુકીઝને ફોર્ક (fork) વડે દબાવી ૫૦ મી. મી. (૨”)ના ગોળકાર કુકીઝ બનાવો.
  12. આમ તૈયાર થયેલા કુકીઝને આગળથી ગરમ કરેલા ઑવનમાં ૧૬૦° સે (૩૨૦° ફે) તાપમાન પર ૪૫ મિનિટ સુધી બેક કરી લો.
  13. તે પછી તેને ઑવનમાંથી બહાર કાઢી ઠંડા થવા ૧૦ થી ૧૫ મિનિટ બાજુ પર રાખો.
  14. જ્યારે ઠંડા પડે ત્યારે પીરસો અથવા હવાબંધ બરણીમાં ભરી રાખો.

હાથવગી સલાહ:
 

  1. ઘરે ૧ ૧/૪ કપ સેલ્ફ રેસિંગ લોટ તૈયાર કરવા માટે ૧ ૧/૪ કપ મેંદો, ૧/૪ ટીસ્પૂન બેકીંગ પાવડર તથા એક ચપટીભર મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી રેસીપીની જરૂરીયાત પ્રમાણે તેનો ઉપયોગ કરો.

Your Rating*

user

Follow US

રેસીપી શ્રેણીઓ