You are here: હોમમા> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > લો કૅલરીવાળા પીણાં > પીણાં > સફરજન અને ઓટસ્ નું મિલ્કશેક ની રેસીપી
સફરજન અને ઓટસ્ નું મિલ્કશેક ની રેસીપી

Tarla Dalal
02 January, 2025


Table of Content
એક અતિ સુંવાળું મિલ્કશેક તમને જરૂરથી આરામ અને તાજગી આપશે. સફરજન અને ઓટસ્ બન્ને ફાઇબર ધરાવતી વસ્તુઓ છે, જે વડે તમે સુગંધ અને પૌષ્ટિક્તા બન્ને મેળવી શકશો.
કિસમીસ વડે કુદરતી મીઠાશ મળે છે અને મધની મીઠાશ આ પીણાને વધુ સ્વાદિષ્ટ બનાવે છે. સવારના નાસ્તા સાથે કે પછી દીવસના અંતમાં થાક દૂર કરવા આ મિલ્કશેક તમારી ચોકલેટ ખાવાની અથવા કોફી પીવાની ઇચ્છાને દૂર રાખશે.
Tags
Preparation Time
5 Mins
Cooking Time
0 Mins
Total Time
5 Mins
Makes
6 ગ્લાસ માટે
સામગ્રી
સફરજન અને ઓટસ્ નું મિલ્કશેક ની રેસીપી બનાવવા માટે
1 1/2 કપ સફરજના ટુકડા
1/2 કપ રોલ્ડ ઓટ્સને ઝડપથી રાંધવા (quick cooking rolled oats)
3 કપ લો ફૅટ દૂધ (low fat milk)
2 ટેબલસ્પૂન કિસમિસ
1/2 ટેબલસ્પૂન મધ ( Honey )
વિધિ
- સફરજન અને ઓટસ્ નું મિલ્કશેક ની રેસીપી બનાવવા માટે, મિક્સરની જારમાં બધી વસ્તુઓ ભેગી કરી સુવાળું ફીણદાર મિશ્રણ તૈયાર થાય ત્યાં સુધી પીસી લો.
- આ મિલ્કશેકને 6 ગ્લાસમાં સરખા પ્રમાણમાં રેડીને તરત જ પીરસો.