મેનુ

You are here: હોમમા> વિવિધ વ્યંજન >  અમેરીકન વ્યંજન >  અમેરીકન સવારના નાસ્તા રેસિપીઝ >  બદામનો બ્રેડ

બદામનો બ્રેડ

Viewed: 6440 times
User 

Tarla Dalal

 02 January, 2025

Image
0.0/5 stars   100% LIKED IT | 0 REVIEWS OK
बादाम का ब्रेड, घर का बना अंडारहित बादाम का ब्रेड - हिन्दी में पढ़ें (Almond Bread, Homemade Almond Bread Without Eggs in Hindi)

Table of Content

ઘઉં વગરના પાંઉ? અશ્કય જણાય છે છતાં વાત સાચી પણ છે, અને નવાઇ પમાડે એવી પણ છે કે જેમાં બદામના દૂધ વડે બદામનો બ્રેડ બનાવવામાં આવ્યું છે. જેમને વાનગીમાં ઇંડાનો ઉપયોગ ન કરવો હોય તેમના માટે આ વાનગીની પસંદગી વધારે સારી ગણી શકાય.

આ એક અનોખો નાસ્તો છે જેનો સ્વાદ મજેદાર અને તંદુરસ્તી માટે ઉત્તમ પણ છે. તે ગ્લુટીનરહિત હોવાથી જેમને ગ્લુટીન માફક ન આવતું હોય તેઓ તેનો આનંદ જરૂરથી માણી શકશે.

તેમાં સારી માત્રમાં પ્રોટીન અને સારી ચરબી છે જેથી બદામનો બ્રેડ શરીરનું વજન ઉતારવા ઇચ્છતા લોકો માટે તથા ખેલાડીઓ માટે ઉત્તમ ગણી શકાય. તમે પણ તેનો આનંદ એમજ અથવા પીનટ બટર સાથે માણો. તેને એલ્યુમિનિયમ ફોઇલમાં વીંટાળીને રેફ્રિજરેટરમાં લગભગ પાંચ દીવસ રાખી શકાય છે.

Preparation Time

5 Mins

Cooking Time

0 Mins

Total Time

5 Mins

Makes

1 લોફ (૧૧ સ્લાઇસ)

સામગ્રી

વિધિ

  1. બદામને મિક્સરમાં પીસીને સુંવાળું મિશ્રણ તૈયાર કરો.
  2. એક બાઉલમાં બદામનું દૂધ, અળસી પાવડર અને ઍપલ સાઇડર વિનેગર મેળવી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.
  3. બીજા એક બાઉલમાં બદામનો પાવડર, મીઠું અને બેકીંગ પાવડર મેળવી સારી રીતે મિક્સ કરી લો.
  4. હવે તેમાં તૈયાર કરેલું બદામના દૂધનું મિશ્રણ તથા ૨ ટેબલસ્પૂન પાણી મેળવી તેને તવેથા વડે સારી રીતે મિક્સ કરી લો.
  5. આ મિશ્રણને એક ૨૦૦ મી. મી. (૮”) x ૧૦૦ મી. મી. (૪”) ના માખણ ચોપડેલા લંબચોરસ એલ્યુમિનિયમ લોફ ટીનમાં રેડીને આગળથી ગરમ કરેલા ઑવનમાં ૨૦૦° સે (૪૦૦° ફે) પર ૩૫ મિનિટ સુધી બેક કરી લો.
  6. તેને થોડું ઠંડું પાડ્યા પછી ટીનમાંથી કાઢીને ૧૧ સરખી સ્લાઇસમાં કાપી લો.
  7. તરત જ પીરસો અથવા હવાબંધ બરણીમાં રાખી મૂકો અને જોઈએ ત્યારે વાપરો.

Your Rating*

user

Follow US

રેસીપી શ્રેણીઓ