You are here: હોમમા> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > કૉકટેલ્સ્ > પીણાં > વોટરમેલન ઍન્ડ બેસિલ લેમનેડ ની રેસીપી
વોટરમેલન ઍન્ડ બેસિલ લેમનેડ ની રેસીપી

Tarla Dalal
20 July, 2019


Table of Content
બહુ ટુંકા સમયમાં બનાવી શકાય એવું આ વોટરમેલન ઍન્ડ બેસિલ લેમનેડ ફળો, હર્બસ્ અને લેમનેડનું સંયોજન છે.
તરબૂચનો રંગ અને તેનો આનંદદાયક સ્વાદ, તે ઉપરાંત તેમાં મેળવેલા બેસિલનો સ્વાદ અને વધુમાં ઠંડું લેમનેડ સ્વાદના રસિયાઓ માટે પસંદ પડે એવું પીણું તૈયાર કરે છે.
યાદ રાખશો કે આ બેસિલના લેમનેડમાં તરબૂચના બધા બી કાઢી લેવા અને લેમનેડ ઠંડું હોવું જોઇએ. સાદા લેમનેડની સરખામણીમાં આ ચડિયાતા પીણાની પસંદગી તમને જરૂરથી આનંદીત કરશે.
વોટરમેલન ઍન્ડ બેસિલ લેમનેડ ની રેસીપી - Watermelon and Basil Lemonade recipe in Gujarati
Tags
Soaking Time
0
Preparation Time
15 Mins
Cooking Time
0 Mins
Baking Time
0 Mins
Baking Temperature
0
Sprouting Time
0
Total Time
15 Mins
Makes
3 ગ્લાસ માટે
સામગ્રી
વોટરમેલન ઍન્ડ બેસિલ લેમનેડ ની રેસીપી બનાવવા માટે
3 કપ તરબૂચના ચોરસ ટુકડા (watermelon cubes)
2 ટેબલસ્પૂન સમારેલી બેસિલ ( chopped basil )
1 કપ લેમનેડ
2 ટેબલસ્પૂન લીંબુનો રસ (lemon juice)
1/4 કપ સાકર (sugar)
વિધિ
- લેમનેડ સિવાયની બાકીની બધી વસ્તુઓ મિક્સરની જારમાં ભેગી કરી સુંવાળું મિશ્રણ તૈયાર કરો.
- આ મિશ્રણને એક ઊંડા બાઉલમાં ગરણી વડે ગાળીને મૂકો.
- તે પછી તેમાં લેમનેડ મેળવી સારી રીતે મિક્સ કરી લો.
- તે પછી વોટરમેલન ઍન્ડ બેસિલ લેમનેડને ૩ ગ્લાસમાં સરખા પ્રમાણમાં રેડીને તરત જ પીરસો