You are here: હોમમા> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > સ્ટાર્ટસ્ રેસિપિ, નાસ્તા રેસિપિ > બિસ્કિટ > ક્વીક ચોકલેટી બિસ્કીટસ્ ની રેસીપી
ક્વીક ચોકલેટી બિસ્કીટસ્ ની રેસીપી

Tarla Dalal
03 November, 2022


Table of Content
એક વિલાયતી નાસ્તાની વાનગી જે નાના બાળકોની અતિ પ્રિય બનશે એમ કહી શકાય એવી છે. આ ક્વીક ચોકલેટી બિસ્કીટસ્ માં તૈયાર મળતા મારી બિસ્કીટને ચોકલેટ સૉસમાં ડૂબાડીને બહારથી આકર્ષક અને લોભામણા બનાવવા તેને ઉપરથી ચોકલેટ વર્મિસેલી સેવ, બદામની કાતરી વગેરેથી સજાવવામાં આવ્યા છે.
તાજી પીગળાવેલી ડાર્ક ચોકલેટ આ બિસ્કીટને બજારમાં મળતા આવા બિસ્કીટ કરતાં પ્રબળ સુગંધીદાર બનાવે છે. આવા આ મસ્ત મજેદાર બિસ્કીટ બનાવવામાં પણ સરળ છે જે નાના બાળકોના ટીફીન બોક્સમાં ભરી શકાય કે કોઇ મોટી પાર્ટીમાં પીરસી શકાય એવા છે.
આ ચોકલેટી બિસ્કીટસ્ એક ટીફીનમાં ભરી, બીજા એક ટીફીનમાં ખાખરાના ચિવડા સાથે ટુંકા સમયની રીસેસ માટે આપી શકાય.
Tags
Preparation Time
5 Mins
Cooking Time
1 Mins
Total Time
6 Mins
Makes
12 ચોકલેટ બિસ્કીટસ્
સામગ્રી
ક્વીક ચોકલેટી બિસ્કીટસ્ ની રેસીપી બનાવવા માટે
1 1/2 કપ સમારેલી ડાર્ક ચૉકલેટ
12 મારી બિસ્કિટ
શણગારવા ઉપરથી છાંટવા માટે
વિધિ
- ક્વીક ચોકલેટી બિસ્કીટસ્ ની રેસીપી બનાવવા માટે, એક માઇક્રોવેવ સેફ ઊંડા બાઉલમાં ચોકલેટ મૂકીને ઉંચા તાપમાન પર ૩૦ સેકંડ સુધી માઇક્રોવેવ કરીને સારી રીતે મિક્સ કરી લીધા પછી બાજુ પર રાખો.
- હવે એક ટ્રે પર સીલ્વર ફોઇલ પાથરીને ટ્રે ને બાજુ પર રાખો.
- હવે એક મારી બિસ્કીટને ચોકલેટ સૉસમાં ડૂબાડીને ફોર્ક વડે બિસ્કીટને ફેરવી તેની આગળ-પાછળ ચોકલેટનું આવરણ બની જાય તે પછી તેને સીલ્વર ફોઇલ પર મૂકો.
- ઉપરની રીત ૩ મુજબ બીજા ૧૧ બિસ્કીટસ્ તૈયાર કરો.
- તે પછી બધા બિસ્કીટને બદામની કાતરી, ચોકલેટ વર્મિસેલી, રંગીન બોલ, રંગીન સ્ટાર વડે સજાવી લો.
- તે પછી તેને રેફ્રીજરેટરમાં ૩૦ મિનિટ સુધી રાખી મૂકો.
- તે પછી તેને હવાબંધ ટીફીનમાં ભરી મૂકો અને મન થાય ત્યારે ખાઇને તેનો આનંદ માણો.
- એક હવાબંધ ડબ્બામાં ભરીને આપવા.