માલપુઆ | Malpua Recipe ( Quick Shallow Fried )
તરલા દલાલ દ્વારા
मालपुआ - हिन्दी में पढ़ें (Malpua Recipe ( Quick Shallow Fried ) in Hindi)
Added to 75 cookbooks
This recipe has been viewed 31505 times
ગરમ માલપુઆ એવા આકર્ષક છે કે તમે તેને ટાળી જ ન શકો પછી ભલે તે સાદા ગરમ માલપુઆ હોય કે રબળીવાળા. આ માલપુઆ જરૂરથી ઘરે બનાવજો પણ અહીં બતાવેલી અલગ રીત પ્રમાણે. આ માલપુઆને તળવાને બદલે ઓછા ઘી માં ફ્રાઇંગ પૅનમાં રાંધવામાં આવ્યા છે અને તે જોઇએ એવા જ નરમ પણ બને છે.
સાકરની ચાસણી માટે- એક ખુલ્લા નૉન-સ્ટીક પૅનમાં ૩/૪ કપ પાણીમાં સાકર મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૫ થી ૭ મિનિટ સુધી અથવા સાકર બરોબર ઓગળીને ૧ તારી ચાસણી તૈયાર થાય ત્યાં સુધી રાંધી લો.
- તે પછી તેમા ગુલાબ જળ મેળવી તાપ બંધ કરી દો.
- તે પછી તેમાં કેસર-દૂધનું મિશ્રણ મેળવી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.
આગળની રીત- એક બાઉલમાં મેંદો અને ફ્રેશ ક્રીમ મેળવી સારી રીતે મિક્સ કરીને ખાત્રી કરો કે તેમાં ગઠ્ઠા ન રહે. તે પછી તેને બાજુ પર રાખો.
- એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેમાં ઘી ચોપડી લો. તેની ઉપર થોડું તૈયાર કરેલું ખીરૂ રેડીને ૭૫ મી. મી. (૩”)ના ગોળાકારમાં એકસમાન પાથરી લો.
- તેને થોડા ઘી વડે તેની બન્ને બાજુઓ ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે રાંધી લો.
- આમ તૈયાર થયેલા માલપુઆને સાકરની ચાસણીમાં ડુબાળી લો.
- આ જ પ્રમાણે બાકીના ખીરા વડે બીજા ૭ માલપુઆ તૈયાર કરી બદામ અને પીસ્તાની ચીરી વડે સજાવીને તરત જ પીરસો.
Other Related Recipes
માલપુઆ has not been reviewed
Tried this recipe?. Post a review! Let everyone know how it turned out.
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe