You are here: હોમમા> વિવિધ વ્યંજન > અમેરીકન વ્યંજન > અમેરીકન સૂપ > કોર્ન અને સેલેરિ ચાવડર ની રેસીપી
કોર્ન અને સેલેરિ ચાવડર ની રેસીપી

Tarla Dalal
24 December, 2018
-10402.webp)

Table of Content
એક અતિ ઉત્તમ અંગ્રેજી સૂપ જે તમારી ઇન્દ્રિયોને સતેજ કરી નાખશે. ચાવડર શબ્દ મૂળ તો ઇગ્લંડના માછીમારો પોતાની જાળી જ્યારે પાણીમાં ફેંકી માછલા પકડીને એક પાત્રમાં ભેગા કરી તેમાં વિવિધ સામગ્રી મેળવીને જે સૂપ તૈયાર કરે તેને કહેવાય છે. આજે તો આ ચાવડર સૂપ અમેરિકામાં વ્યાપક પ્રમાણમાં પ્રખ્યાત છે. અમે અહીં આ સૂપનો શાકાહારી રૂપમાં મકાઇ, સેલેરિ અને અલગ-અલગ શાકભાજી મેળવી, તેને સફેદ મલાઇદાર, સ્વાદિષ્ટ અને આકર્ષક બનાવ્યું છે.
Tags
Soaking Time
0
Preparation Time
20 Mins
Cooking Time
32 Mins
Baking Time
0 Mins
Baking Temperature
0
Sprouting Time
0
Total Time
52 Mins
Makes
5 માત્રા માટે
સામગ્રી
સફેદ સ્ટૉક માટે
બીજી જરૂરી વસ્તુઓ
સજાવવા માટે
વિધિ
આગળની રીત
- એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં માખણ ગરમ કરી તેમાં કાંદા અને સેલેરિ મેળવી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં મેંદો મેળવી સારી રીતે મિક્સ કરી ધીમા તાપ પર સતત હલાવતા રહી ૧ મિનિટ સુધી રાંધી લો.
- તે પછી તેમાં તૈયાર કરેલું સફેદ સ્ટૉક અને દૂધ મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર સતત હલાવતા રહી ૫ મિનિટ સુધી રાંધી લો.
- છેલ્લે તેમાં મકાઇ, મીઠું અને મરી મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વચ્ચે-વચ્ચે હલાવતા રહી ૪ મિનિટ સુધી રાંધી લો.
- સેલેરિ અને ચીઝ વડે સજાવીને ગરમ ગરમ પીરસો.
સફેદ સ્ટૉક માટે
- એક ઊંડા પૅનમાં બધી શાકભાજી સાથે ૪ કપ પાણી મેળવી મધ્યમ તાપ પર ૨૦ મિનિટ સુધી બાફી ઠંડા થવા બાજુ પર રાખો.
- તે પછી તેને મિક્સરમાં ફેરવી સુંવાળું મિશ્રણ તૈયાર કરી ગરણીથી ગાળી લીધા પછી બાજુ પર રાખો.