You are here: હોમમા> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > જમણની સાથે > ડીપ્સ્ / સૉસ > ક્લાસિક ચોકલેટ ફોન્ડ્યુ રેસીપી
ક્લાસિક ચોકલેટ ફોન્ડ્યુ રેસીપી
Table of Content
અતિ શ્રેષ્ટ, રેશમ જેવી મુલાયમતા ધરાવતું આ ક્લાસિક ચોકલેટ ક્લાસિક ચોકલેટ ફોનદ્યૂ ચોકલેટની સુવાસથી ભરેલું છે જે લગભગ દરેકને ગમી જાય એવું તૈયાર થાય છે.
બહુ મીઠું નહીં કે પછી બહુ કડવું નહીં, એવું આ પીગળાવેલી ડાર્ક ચોકલેટ, મુલાયમ સૉસ અને ક્રીમ વડે તૈયાર થતું ક્લાસિક ચોકલેટ ફોનદ્યૂ જ્યારે તમે માર્શમેલોઝ, વેનીલા સ્પંજ કેકના ટુકડા કે પછી કોઇ ફળ સાથે આરોગશો ત્યારે જાણે તમે સાતમાં આસમાનમાં પહોંચી ગયા હો એવો અનુભવ થશે. ઘણા લોકો તેમાં મલાઇદાર મીલ્ક ચોકલેટ અને બ્રાન્ડી ઉમેરે છે, પણ યાદ રાખો કે આ સ્વાદ અમુક લોકોને નહીં પણ ગમે.
ક્લાસિક ચોકલેટ ફોનદ્યૂ ની રેસીપી - Classic Chocolate Fondue recipe in Gujarati
Tags
Soaking Time
0
Preparation Time
5 Mins
Cooking Time
6 Mins
Baking Time
0 Mins
Baking Temperature
0
Sprouting Time
0
Total Time
11 Mins
Makes
2 કપ માટે
સામગ્રી
ક્લાસિક ચોકલેટ ફોનદ્યૂ ની રેસીપી બનાવવા માટે
1/2 કપ સમારેલી ડાર્ક ચૉકલેટ
1 ટેબલસ્પૂન માખણ (butter, makhan)
1 ટેબલસ્પૂન મેંદો (plain flour , maida)
1/2 કપ દૂધ (milk)
3 ટેબલસ્પૂન કોકો પાવડર (cocoa powder)
1 કપ તાજું ક્રીમ (fresh cream)
3 ટેબલસ્પૂન સાકર (sugar)
1/2 ટીસ્પૂન વેનિલાનું ઍસન્સ ( vanilla essence )
પીરસવા માટે
વિધિ
- ક્લાસિક ચોકલેટ ફોનદ્યૂ ની રેસીપી બનાવવા માટે, એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં માખણ ગરમ કરી તેમાં મેંદો મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સતત હલાવતા રહી રાંધી લો.
- તે પછી તેમાં દૂધ, ચોકલેટ, કોકો પાવડર, તાજું ક્રીમ, સાકર અને ૩/૪ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી લીધા પછી મધ્યમ તાપ પર ૪ થી ૫ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.
- છેલ્લે તેમાં વેનીલા એસેન્સ મેળવી સારી રીતે મિક્સ કરી લો.
- માર્શમેલોઝ અને વેનીલા સ્પંજ કેકના ટુકડા સાથે તરત જ પીરસો.
ક્લાસિક ચોકલેટ ફોન્ડ્યુ રેસીપી Video by Tarla Dalal
પ્લેટ દીઠ પોષક મૂલ્યો (સંક્ષિપ્ત)
| ઊર્જા | 713 કૅલ |
| પ્રોટીન | 10.3 ગ્રામ |
| કાર્બોહાઇડ્રેટ | 48.8 ગ્રામ |
| ફાઇબર | 2.5 ગ્રામ |
| ચરબી | 60.2 ગ્રામ |
| કોલેસ્ટ્રોલ | 23 મિલિગ્રામ |
| સોડિયમ | 97 મિલિગ્રામ |
કલઅસસઈક ચઓકઓલઅટએ ફઓનડઉએ માં કેટલી કેલરી છે? કેલરી માટે અહીં ક્લિક કરો