You are here: હોમમા> વિવિધ વ્યંજન > મેક્સીકન કસાડિયાસ્ > ચીલી બીન કસાડીયા
ચીલી બીન કસાડીયા

Tarla Dalal
02 January, 2025


Table of Content
દુનિયાભરમાં બનતી વિવિધ વાનગીઓ બાળકોને જેટલી ગમે છે તેટલી આપણને પણ ગમે છે. તો પછી તમે આ મજેદાર ચીલી બીન કસાડીયા જે સાંજના નાસ્તા માટે ચહા અથવા મીલ્કશેક સાથે અતિ ઉત્તમ છે, તેને બનાવવા કોની રાહ જુઓ છો? આ મેક્સિકન વાનગી ફક્ત સ્વાદિષ્ટ નથી પણ તમને પૂરેપૂરું સંતોષ આપે એવી છે. તેનું પૂરણ તૈયાર મળતી વસ્તુઓ જેવી કે કૅન્ડ બેક્ડ બીન્સ્ અને ચીઝ વડે જલ્દી અને સહેલાઇથી બનાવી શકાય છે. તમને તો ફક્ત થોડી મિનિટો જ જોઇશે આ કસાડીયા માટેની મેંદા અને મકાઇના લોટ વડે બનતી કણિક તૈયાર કરવા. બાકીની રીત તો એવી સરળ છે કે ટુંકા સમયમાં આ સ્વાદિષ્ટ વાનગી ફટાફટ બની જશે. તેને બનાવીને તરત જ પીરસજો નહીંતર તે નરમ થઇ જશે.
Tags
Preparation Time
10 Mins
Cooking Time
15 Mins
Total Time
25 Mins
Makes
4 કસાડીયા
સામગ્રી
ટૉર્ટીલા માટે
5 ટેબલસ્પૂન મકાઇનો લોટ (maize flour, makai ka atta)
5 ટેબલસ્પૂન મેંદો (plain flour , maida)
2 ટીસ્પૂન તેલ ( oil )
મીઠું (salt) , સ્વાદાનુસાર
મેંદો (plain flour , maida) , વણવા માટે
મિક્સ કરીને પૂરણ તૈયાર કરવા માટે
3/4 કપ બેક્ડ બીન્સ્
1/2 કપ ખમણેલું પ્રોસેસ્ડ ચીઝ (grated processed cheese)
1 ટેબલસ્પૂન લાલ ચીલી સૉસ (red chilli sauce)
મીઠું (salt) , સ્વાદાનુસાર
બીજી જરૂરી વસ્તુઓ
તેલ ( oil ) , તળવા માટે
વિધિ
- તૈયાર કરેલા પૂરણના ૪ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.
- તૈયાર કરેલી કણિકના પણ ૪ સરખા ભાગ પાડો.
- કણિકના એક ભાગને ૧૭૫ મી. મી. (૭”)ના ગોળાકારમાં મેંદા વડે વણી લો.
- હવે વણેલા ટૉર્ટીલાના અડધા ભાગમાં પૂરણનો એક ભાગ પાથરી તેને વાળી અર્ધગોળાકાર બનાવીને હલકા હાથે દબાવીને તેની કીનારીઓ બંધ કરી લો.
- એક નૉન-સ્ટીક તવાને ગરમ કરીને થોડા તેલની મદદથી કસાડીયા બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે રાંધી લો.
- રીત ક્રમાંક ૩ થી ૫ પ્રમાણે બીજા ૩ કસાડીયા તૈયાર કરો.
- તરત જ પીરસો.
- એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી તેમાં જરૂરી પાણી મેળવી નરમ કણિક તૈયાર કરી બાજુ પર રાખો.