You are here: હોમમા> વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > પંજાબી વ્યંજન | પંજાબી વાનગીઓ | > ફૂદીના જીરા પાની | પંજાબી ફુદીનો જીરા પાની | ફૂદીના અને જીરાનું પાણી
ફૂદીના જીરા પાની | પંજાબી ફુદીનો જીરા પાની | ફૂદીના અને જીરાનું પાણી

Tarla Dalal
28 October, 2024


Table of Content
ફૂદીના જીરા પાની | પંજાબી ફુદીનો જીરા પાની | ફૂદીના અને જીરાનું પાણી | pudina jeera pani in gujarati |
આગલી વખતે જ્યારે તમને ભારે પરિશ્રમવાળા દિવસ પછી પીવા માટે સ્વાદિષ્ટ ઠંડકવાળા પીણાની જરૂર હોય, ત્યારે તમારે કોઈ પણ સ્વાસ્થ્યપ્રદ પ્રક્રિયાવાળા પીણાંની પસંદગી કરવાની જરૂર નથી.
એક તાજું અને ઠંડુ પીણું, ફૂંડીના જીરા પાણી જ્યારે ઉપર થી બુંદી નાખી પીરસવામાં આવે ત્યારે સ્વાદિષ્ટ લાગે છે. .
ફૂદીના જીરા પાની | પંજાબી ફુદીનો જીરા પાની | ફૂદીના અને જીરાનું પાણી - Pudina Jeera Pani, Punjabi Pudina Jeera Pani Recipe in Gujarati
Tags
Preparation Time
5 Mins
Cooking Time
0 Mins
Total Time
5 Mins
Makes
4 ગ્લાસ માટે
સામગ્રી
ફૂદીના જીરા પાની બનાવવા માટે
1/2 કપ ફૂદીનાના પાન (mint leaves, pudina)
1 1/2 ટીસ્પૂન જીરા પાવડર (cumin seeds (jeera) powder )
1 ટીસ્પૂન આદુ (ginger, adrak)
1 ટેબલસ્પૂન લીંબુનો રસ (lemon juice)
1/2 ટીસ્પૂન સંચળ (black salt, sanchal)
2 ટેબલસ્પૂન આમચૂર (dried mango powder (amchur)
1 ટેબલસ્પૂન સાકર (sugar)
3/4 ટીસ્પૂન મીઠું (salt)
સજાવવા માટે
2 ટેબલસ્પૂન લીંબુ (lemon)
વિધિ
ફૂદીના જીરા પાની બનાવવા માટે
- બધી સામગ્રીને મિક્સરમાં ભેગું કરો અને ૧ ટેબલસ્પૂન પાણીનો ઉપયોગ કરીને મુલાયમ પેસ્ટ બનવા સુઘી પીસી લો.
- પેસ્ટને બાઉલમાં કાઢો, ૨ કપ ઠંડુ પાણી ઉમેરો અને સારી રીતે મિક્સ કરી લો.
- ૪ અલગ અલગ ગ્લાસમાં રેડો અને તરત જ બુંદીથી સજાવીને પરોસો.