You are here: હોમમા> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > માવા કેસર રોલ ની રેસીપી
માવા કેસર રોલ ની રેસીપી

Tarla Dalal
28 September, 2019


Table of Content
માવા કેસર રોલ, માવાના પેંડા જેવી સામ્યતા ધરાવતી આ સ્વીસ રોલ જેવી અને આકર્ષક લાગતી મીઠાઇની વાનગી તહેવારોમાં, ખાસ કોઇ પ્રસંગે અથવા દશેરા-દીવાળીમાં પીરસી શકાય એવી છે.
માવા કેસર રોલ ની રેસીપી - Mawa Kesar Roll, Khoya Kesar Roll recipe in Gujarati
Tags
Preparation Time
10 Mins
Cooking Time
10 Mins
Total Time
20 Mins
Makes
16 રોલ માટે
સામગ્રી
માવા કેસર રોલ ની રેસીપી બનાવવા માટે
2 કપ ખમણેલો માવો (grated mawa, khoya)
1/2 કપ પીસેલી સાકર (powdered sugar)
1/4 ટીસ્પૂન એલચીનો પાવડર (cardamom (elaichi) powder)
4 to 5 કેસર (saffron (kesar) strands) , ૧ ટેબલસ્પૂન
2 to 3 કેસરી રંગ
2 to 3 પિસ્તાની કાતરી (pistachio slivers) , કાતરી કરેલા
વિધિ
માવા કેસર રોલ ની રેસીપી બનાવવા માટે
- એક જાડા તળીયાવાળા પૅનમાં માવો અને સાકર મેળવી ધીમા તાપ પર સતત હલાવતા રહી સાકર બરોબર ઓગળીને તેમાં રહેલું પાણીનું બાષ્પીભવન થઇ જાય ત્યાં સુધી રાંધી લો. (લગભગ ૧૦ થી ૧૨ મિનિટ)
- તેને તાપ પરથી નીચે ઉતારીને મિશ્રણના બે સરખા ભાગ પાડી લો.
- હવે માવાના મિશ્રણના એક ભાગમાં એલચી પાવડર મિક્સ કરી સંપૂર્ણ ઠંડું થવા દો.
- માવાના મિશ્રણના બીજા ભાગમાં કેસર અને કેસરી રંગ મેળવી સારી રીતે મિક્સ કરી ઠંડું થવા દો.
- હવે માવાના મિશ્રણને બે પ્લાસ્ટીકની વચ્ચે રાખીને ૧૦૦ મી. મી. X ૧૫૦ મી. મી. (૪” x ૬”)ના લંબચોરસમાં વણી લો.
- એ જ રીતે કેસરના મિશ્રણને પણ વણી લો.
- તે પછી માવાના લંબચોરસને એક પ્લાસ્ટીક શીટ પર મૂકી લો.
- હવે આ તૈયાર કરેલા માવાના લંબચોરસ પર કેસરનું લંબચોરસ મિશ્રણ મૂકી દો.
- હવે ધ્યાનથી પ્લાસ્ટીકની શીટની એક બાજુ ઉપર કરી માવા અને કેસરના લંબચોરસને વાળી લો. આમ કરતાં ધ્યાન રાખવું કે ઉપર તડ ન પડે.
- આમ રોલને ટાઇટ કર્યા પછી તેને પ્લાસ્ટીકની શીટ સાથે રેફ્રીજરેટરમાં સખત થવા માટે લગભગ ૧૦ મિનિટ માટે રાખી દેવું. તે પછી પ્લાસ્ટીક શીટ કાઢી લેવી.
- પછી તેની પર ચાંદીની વરખ ચિટકાડી લો અને રોલના ૧૬ સરખા ટુકડા કરી લો.
- દરેક ટુકડા પર પીસ્તાની કાતરી ભભરાવી લો.
હાથવગી સલાહ:
- વિવિધતા માટે આવી જ બીજી વાનગી માવા-અંજીર રોલ પણ તૈયાર કરી શકાય છે.
- રીત ક્રમાંક ૪ માં કેસરના બદલે તમે સૂકા અંજીરને અર્ધ-ઉકાળી લીધા પછી તેને મિક્સરમાં ફેરવી પ્યુરી તૈયાર કરી માવાના મિશ્રણમાં ઉમેરી શકો છો.