You are here: હોમમા> વિવિધ વ્યંજન > ઇટાલીયન વ્યંજન > ઇટાલિયન વેજ પાસ્તા > ચંકી ટમૅટો પાસ્તા
ચંકી ટમૅટો પાસ્તા

Tarla Dalal
02 January, 2025


Table of Content
આ ચંકી ટમૅટો પાસ્તા એક અસાધારણ ખુશ્બુદાર વાનગી છે જે તમને જરૂરથી ભાવશે. આમતો પાસ્તા મધુમેહ ધરાવનારા માટે ભલામણ કરી શકાય એવા તો નથી, છતાં આ મજેદાર પાસ્તા ખાસ પ્રસંગે જરૂર માણી શકાય તેવા છે. સામાન્ય રીતે કેલરી ધરાવતા અને મલાઇદાર પાસ્તાથી આ પાસ્તા અલગ છે.
અહીં ઘઉંના પૅને સાથે પુષ્કળ પ્રમાણમાં ટમેટા તથા બ્રોકોલી ઉમેરી તમારી ભારે તલપને સંતોષે એવા આ પાસ્તા તૈયાર કરવામાં આવ્યા છે. પણ ખાસ ધ્યાન રાખવાનું છે કે તેનું સેવન ઓછી માત્રામાં કરવું.
મધુમેહની અમારી બીજી વાનગીઓ વેજીટેબલ ઑટસ્ પૅનકેક પોષણદાઇ જવનું સૂપ જરૂરથી અજમાવો.
Tags
Preparation Time
20 Mins
Cooking Time
7 Mins
Total Time
27 Mins
Makes
3 માત્રા માટે
સામગ્રી
વિધિ
- એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં લસણ મેળવી મધ્યમ તાપ પર ૩૦ સેકંડ સુધી સાંતળી લો.
- પછી તેમાં બ્રોકલી મેળવી મધ્યમ તાપ પર વધુ ૧ મિનિટ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં ટમેટા, બેસિલ, મરચાંના ફ્લેક્સ્ અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી લીધા પછી મધ્યમ તાપ પર ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- તે પછી તેમાં પૅને ઉમેરી, હળવેથી મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- તરત જ પીરસો.
- આ વાનગી મધુમેહ ધરાવનારા માટે ક્યારેક કોઇ ખાસ પ્રસંગે લહેજત પૂરતી જ થોડી માત્રામાં માણી શકાય એવી છે અને તેથી મધુમેહ ધરાવનારાને પોતાના રોજના આહારમાં તેનો ઉમેરો કરવાની સલાહ અમે નથી આપતા.