You are here: હોમમા> તિલ ડ્રાયફ્રૂટ ચીકી રેસીપી
તિલ ડ્રાયફ્રૂટ ચીકી રેસીપી

Tarla Dalal
16 February, 2022


Table of Content
તિલ ડ્રાયફ્રૂટ ચીકી રેસીપી | ડ્રાયફ્રૂટ તિલ ચીકી | તિલ ડ્રાયફ્રૂટ ગુડ ચીકી | til and dry fruit chikki in gujarati | with 20 amazing images.
ક્રિસ્પી તિલ ડ્રાયફ્રૂટ ચીકી રેસીપી એક પ્રખ્યાત ભારતીય મીઠાઈ છે જે તેની કર્કશ માટે જાણીતી છે અને ભારતમાં મકરસંક્રાંતિના તહેવાર દરમિયાન બનાવવામાં આવે છે. તિલ ડ્રાયફ્રૂટ ગુડ ચીકી કેવી રીતે બનાવવી તે શીખો.
તિલ ડ્રાયફ્રૂટ ચીકી રેસીપી - Til and Dry Fruit Chikki recipe in Gujarati
Tags
Preparation Time
10 Mins
Cooking Time
10 Mins
Total Time
20 Mins
Makes
16 ટુકડાઓ
સામગ્રી
તિલ ડ્રાયફ્રૂટ ચીકી માટે
1/2 કપ તલ (sesame seeds, til)
1/4 કપ સમારેલી બદામ (chopped almonds, badam)
1/4 કપ સમારેલા પિસ્તા (chopped pistachios)
1 1/2 ટીસ્પૂન ઘી (ghee)
1/2 કપ સમારેલો ગોળ
વિધિ
તિલ ડ્રાયફ્રૂટ ચીકી બનાવવા માટે
- તિલ ડ્રાયફ્રૂટ ચીકી બનાવવા માટે, એક ઊંડા નોન-સ્ટીક પેનને ગરમ કરો, તલ નાંખી અને મધ્યમ તાપ પર 5 થી 6 મિનિટ સુધી સુકુ શેકી લો. તેને બહાર કાંઢી અને એક બાજુ રાખો. ખાતરી કરો કે તમારા તલનો રંગ ઘેરો બદામી નથી અને તે બળી પણ નથી ગયા.
- સમાન ઊંડા નોન-સ્ટીક પેનમાં બદામ અને પિસ્તા નાખો અને મધ્યમ તાપ પર 1 મિનિટ માટે સુકુ શેકી લો. તેને બહાર કાંઢી અને એક બાજુ રાખો.
- એ જ ઊંડા નોન-સ્ટીક પેનમાં ઘી ગરમ કરો, ગોળ નાખો, બરાબર મિક્સ કરો અને 3 મિનિટ માટે મધ્યમ તાપ પર સતત હલાવતા રહી રાંધી લો.
- શેકેલા તલ, બદામ અને પિસ્તા નાખો અને ખૂબ જ સારી રીતે મિક્સ કરો.
- તરત જ સંપૂર્ણ મિશ્રણને ધી ચોપડેલી થાળીની પાછળની બાજુ અથવા સરળ પથ્થરની સપાટી પર નાખો. તેને ધી ચોપડેલા રોલિંગ પિનનો ઉપયોગ કરીને 200 મી. મી. (8”)ના વ્યાસના ગોળાકારમાં વણી લો.
- ધારદાર છરીનો ઉપયોગ કરીને તેને 13 મી. મી. x 13 મી. મી. (½’’ × ½’’) ચોરસ ટુકડાઓ માં કાપો. તેને સંપૂર્ણપણે ઠંડુ થવા દો.
- ચીકીને પીરસો અથવા એર-ટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરો અને જરૂર મુજબ વાપરો.