મેનુ

You are here: હોમમા> વિવિધ વ્યંજન >  ભારતીય વ્યંજન >  પંજાબી વ્યંજન | પંજાબી વાનગીઓ | >  મીઠી પંજાબી લસ્સી રેસીપી|

મીઠી પંજાબી લસ્સી રેસીપી|

Viewed: 20439 times
User 

Tarla Dalal

 24 September, 2020

Image
0.0/5 stars   100% LIKED IT | 0 REVIEWS OK

Table of Content

મીઠી પંજાબી લસ્સી રેસીપી | દહીં ની લસ્સી | મીઠી લસ્સી | Sweet punjabi lassi in gujarati | with 7 amazing images.

 

 

કોઇ પણ આદર્શ લસ્સીનું રહસ્ય છુપાયું હોય છે તેમાં વપરાતું દહીંમાં. જો દહીં બરોબર જામ્યું ન હોય અથવા ખાટું હોય તો લસ્સી સારી નહીં બને, એટલે પ્રથમ તો જેવું દહીં જામી જાય એટલે તરત જ તેને રેફ્રીજરેટરમાં મૂકી દેવું જેથી થોડા સમયમાં જ તે ઘટ્ટ, સ્વાદિષ્ટ અને ખુશ્બુદાર બને - જે આદર્શ મીઠી પંજાબી લસ્સી માટે જરૂરી ગણાય છે.

 

હવે, તમારા માટે તાજું દહીં અને સાકરનું પ્રમાણ નક્કી કરી મીઠી, ઘટ્ટ અને મજેદાર મોટો ગ્લાસ ભરી તાજી લસ્સી તૈયાર કરવાનું સરળ છે. આ તાજી દહીં ની લસ્સી એવી બનશે કે એક ગ્લાસથી જ તમે ધરાઇને સંતુષ્ટ થઇ જશો.

 

ચટપટા ચાટનોચાટનો આનંદ લીઘા પછી આ લસ્સીનો આનંદ જરુરથી માણજો. બીજી વિવિધ લસ્સી જે અજમાવી શકો, તે છે મીઠાવાળી ફૂદીનાની લસ્સી.

 

મીઠી પંજાબી લસ્સી માટે ટિપ્સ ૧. મીઠી પંજાબી લસ્સી બનાવવા માટે, એક ઊંડા બાઉલમાં ઘટ્ટ દહીં લો. જો દહીં ઘટ્ટ ન હોય તો મીઠી પંજાબી લસ્સી ખૂબ જ પાણીયુક્ત રહેશે. ઠંડા લસ્સી માટે ઠંડુ દહીં વાપરો અથવા જો તમે ઓરડાના તાપમાને દહીં વાપરી રહ્યા હોવ તો પીરસવા સુધી ઠંડુ કરો. ૨. આગળ, પીસેલી સાકર ઉમેરો. સાકરના સ્ફટિકોનો ઉપયોગ કરશો નહીં કારણ કે તે દહીંમાં ઓગળશે નહીં. તમે વિશિષ્ટ લસ્સી માટે ઇલાયચી અને કેસર જેવા વિવિધ મસાલા પણ ઉમેરી શકો છો. ૩. હવે દહીં સુંવાળુ બને ત્યા સુધી તેને જેરી લો. ખાતરી કરો કે સાકર દહીં સાથે બરાબર મિક્ષ થઈ ગઈ હોય. ૪. અમે ઘટ્ટ દહીંનો ઉપયોગ કર્યો હોવાથી, મીઠી લસ્સીને થોડું ઢીલું કરવા માટે અમે લગભગ ૧/૪ કપ પાણી ઉમેરી રહ્યા છીએ જેથી તે પીવા યોગ્ય બને.

Soaking Time

0

Preparation Time

5 Mins

Cooking Time

0 Mins

Baking Time

0 Mins

Baking Temperature

0

Sprouting Time

0

Total Time

5 Mins

Makes

4 ગ્લાસ માટે

સામગ્રી

વિધિ


 

  1. એક ઊંડા બાઉલમાં દહીં અને સાકર મેળવીને સારી રીતે જેરી લો જેથી તે સુંવાળી બને.
  2. તેને રેફ્રીજરેટરમાં ૩૦ મિનિટ રાખી મૂકો.
  3. તે પછી તેને ચાર સરખા ગ્લાસમાં રેડી તરત જ પીરસો.

Your Rating*

user

Follow US

રેસીપી શ્રેણીઓ