You are here: હોમમા> વિવિધ વ્યંજન > અમેરીકન વ્યંજન > અમેરીકન સવારના નાસ્તા રેસિપીઝ > સ્પાઇસ્ડ હોલમીલ ઍન્ડ ઓટ પૅનકેક
સ્પાઇસ્ડ હોલમીલ ઍન્ડ ઓટ પૅનકેક

Tarla Dalal
19 April, 2016


Table of Content
જ્યારે તમારી પાસે આટલો સ્વાદિષ્ટ વિકલ્પ છે તો તમે પૅનકેક મેંદામાથી કેમ બનાવો છો?
ઘઉં અને ઓટસ્, આ સ્પાઇસ્ડ હોલમીલ ઍન્ડ ઓટ પૅનકેકમાં, પ્રોટીન, લોહતત્વ અને કેલ્શિયમ ઉમેરે છે જ્યારે સાકર અને મસાલા તેને ખૂબ જ સ્વાદિષ્ટ બનાવે છે. આ પૅનકેકમાં લૉ ફેટ દૂઘ અને ઓછું તેલ વપરાયું હોવાને કારણે શરીરના વજનનું ધ્યાન રાખવાવાળા માટે આ એક ઉત્તમ વાનગી છે. આ પૅનકેકને મધ અને સંતરા સાથે પીરસસો તો કદી ભુલાય નહીં એવો સવારનો નાસ્તો બની જશે.
સ્પાઇસ્ડ હોલમીલ ઍન્ડ ઓટ પૅનકેક - Spiced Wholemeal and Oat Pancake recipe in Gujarati
Tags
Preparation Time
5 Mins
Cooking Time
10 Mins
Total Time
15 Mins
Makes
14 પૅનકેક
સામગ્રી
Main Ingredients
1 કપ ઘઉંનો લોટ (whole wheat flour, gehun ka atta)
1/4 કપ ઓટ્સને ઝડપથી રાંધવા (quick cooking oats)
1/2 કપ લો ફૅટ દૂધ (low fat milk)
એક ચપટીભર જાયફળનું પાવડર (nutmeg (jaiphal) powder)
1/4 ટીસ્પૂન તજનો પાવડર (cinnamon (dalchini) powder)
1 1/2 ટેબલસ્પૂન પીસેલી સાકર (powdered sugar)
૨ ૧/૪ ટીસ્પૂન ૨ ૧/૪ ટીસ્પૂન તેલ ( oil ) , ચોપડવા અને શેકવા
1/2 ટીસ્પૂન ફ્રૂટ સોલ્ટ (fruit salt)
2 1/4 ટીસ્પૂન તેલ ( oil ) , ચોપડવા અને શેકવા માટે
પીરસવા માટે
2 ટેબલસ્પૂન મધ ( honey )
વિધિ
- ફ્રૂટ સોલ્ટ સિવાયની બઘી સામગ્રી એક બાઉલમાં ભેગી કરી, સારી રીતે મિક્સ કરી, જરૂરી પાણી મેળવી, રેડી શકાય તેવું ખીરૂ તૈયાર કરો.
- હવે તેમાં ફ્રૂટ સોલ્ટ ઉમેરી ધીરેથી હલાવી લો.
- નાના નૉન-સ્ટીક ઉત્તપા-પૅનમાં ૧/૪ ટીસ્પૂન તેલ ચોપડી લો.
- ઉત્તપા-પૅનના ૭ સાંચામા, ૨ ટેબલસ્પૂન ખીરૂ રેડી અને એકસરખું ફેલાવી ૬૭ મી. મી. (૨ ૧/૨”) વ્યાસનો ગોળાકાર બનાવો.
- હવે દરેક પૅનકેકને ૧ ટીસ્પૂન તેલની મદદથી તેની બન્ને બાજુઓ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.
- હવે બાકીની ૭ પૅનકેક, રીત ક્રમાંક ૪ અને ૫ પ્રમાણે બનાવી લો.
- મધ અને સંતરા સાથે ગરમ ગરમ પીરસો.