You are here: હોમમા> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > ભારતીય મીઠાઈ | ઈંડા વગરની ભારતીય મીઠાઈ | > પાઇ / ટાર્ટસ્ > શોર્ટક્રસ્ટ પેસ્ટ્રી ની રેસીપી
શોર્ટક્રસ્ટ પેસ્ટ્રી ની રેસીપી

Tarla Dalal
13 May, 2019


Table of Content
આ ક્રસ્ટ ઘણખરી પેસ્ટ્રી અને પાઇની વાનગીની મૂળ વાનગી છે. તેને પ્રથમ બેક કરવામાં આવે છે પછી તેમાં જુદા જુદા ફીંલીગ મેળવીને પૂરણ ભરીને વિવિધ પાઇ તૈયાર કરવામાં આવે છે.
આ ક્રસ્ટ બનાવતી વખતે ખાસ ધ્યાન રાખવું કે કણિકને વધુ દબાવવાથી ક્રસ્ટની રચનામાં ફરક પડી જશે અને છેલ્લે બ્રેડ જેવી કણિક બની જશે.
Tags
Soaking Time
0
Preparation Time
10 Mins
Cooking Time
20 Mins
Baking Time
0 Mins
Baking Temperature
0
Sprouting Time
0
Total Time
30 Mins
Makes
1 પેસ્ટ્રી (૬”)
સામગ્રી
શોર્ટક્રસ્ટ પેસ્ટ્રી ની રેસીપી બનાવવા માટે
3/4 કપ મેંદો (plain flour , maida)
1/4 કપ માખણ (butter, makhan)
વિધિ
નોંધ:
- આ બનાવેલા ક્રસ્ટ પાઇ ડીશ સાથે વાપરવું કારણકે તેની ઉપર ટોપીંગ મેળવ્યા પછી ફરી બેક કરવાનું રહે છે.
શોર્ટક્રસ્ટ પેસ્ટ્રી ની રેસીપી બનાવવા માટે
- મેંદાને ચારણી વડે ચાળી લીધા પછી તેમાં માખણ અને મીઠું મેળવી આંગળીઓ વડે તેને સારી રીતે ચોળી લો.
- તે પછી તેમાં ૧ ટેબલસ્પૂન બરફવાળું ઠંડું પાણી મેળવી કણિક તૈયાર કરો.
- આ કણિકને ૩મી. મી. ની જાડાઇમાં ગોળ વણી લો.
- આ વણેલી કણિકને ૧૫૦ મી. મી. (૬”)ની ગોળ ગ્રીઝ કરેલી પાઇ ડીશમાં મૂકી દો.
- તેને ડીશની કીનારી પર દબાવી લો અને પછી તેમાં ફોર્ક (fork) વડે નીચે અને બાજુ પર કાંપા પાડી લો.
- હવે આ ડીશને આગળથી ગરમ કરેલા ઑવનમાં મૂકી ૨૦૦˚ સે (૪૦૦˚ ફે) તાપમાન પર ૧૫ મિનિટ સુધી બેક કરી લો.
- બેક કરીને તેને પાઇ ડીશમાંથી કાઢવું નહીં. જ્યારે જરૂર પડે ત્યારે શોર્ટક્રસ્ટ પેસ્ટ્રી ઉપયોગ કરો.