You are here: હોમમા> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > ભારતીય મીઠાઈ | ઈંડા વગરની ભારતીય મીઠાઈ > લૉલીસ્ / કેન્ડી > ઓટસ્ લોલીપોપ ની રેસીપી
ઓટસ્ લોલીપોપ ની રેસીપી
Viewed: 4933 times

Tarla Dalal
02 January, 2025
-16854.webp)

0.0/5 stars
100% LIKED IT
| 0 REVIEWS
OK
Oats Lollipop ( Finger Foods for Kids ) - Read in English
ओट्स लॉलीपॉप रेसिपी - हिन्दी में पढ़ें (Oats Lollipop ( Finger Foods for Kids ) in Hindi)
Table of Content
તમારા બાળકોને આ ઓટસ્ લોલીપોપ ખાતા તમે તેને અટકાવશો નહીં. ઓટસ્, ગોળ, સૂકો મેવો અને તલ વગેરે મેળવી બહુ સારી રીતે મિક્સ કરીને બનતી આ લોલીપોપ કરકરી અને મજેદાર તૈયાર થાય છે.
તેને તમે આગળથી તૈયાર કરીને હવાબંધ બરણીમાં ભરીને રાખી શકો છો.
Tags
Preparation Time
2 Mins
Cooking Time
10 Mins
Total Time
12 Mins
Makes
10 લોલીપોપ
સામગ્રી
વિધિ
ઓટસ્ લોલીપોપ ની રેસીપી બનાવવા માટે
- એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં ૧ ટીસ્પૂન ઘી ગરમ કરી તેમાં ગોળ મેળવી ધીમા તાપ પર ગોળ બરોબર ઓગળી જાય ત્યાં સુધી સતત હલાવતા રહી રાંધી લો.
- તે પછી તેને તાપ પરથી નીચે ઉતારી તેમાં બાકી રહેલી સામગ્રી ઉમેરી સારી રીતે મિક્સ કરી લીધા પછી તેને ઠંડું થવા ૨ મિનિટ સુધી બાજુ પર રાખો.
- હવે બાકી રહેલું ૧/૪ ટીસ્પૂન ઘી તમારા હાથમાં ચોપડી લો.
- તૈયાર થયેલા મિશ્રણના ૧૦ સરખા ભાગ પાડી, દરેક ભાગને તમારા હાથ વડે બોલ જેવા ગોળાકાર બનાવી લીધા પછી તેની મધ્યમાં નાની લાકડી અથવા જાડી ટુથપીક જોડી લો.
- જ્યારે ઓટસ્ લોલીપોપ સંપૂર્ણ ઠંડા પડી જાય ત્યારે તેને હવાબંધ બરણીમાં ભરી લો.