You are here: હોમમા> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > કૉકટેલ્સ્ > પીણાં > નોન-આલ્કોહોલિક માર્ગારીટા રેસીપી (વર્જિન માર્ગારીટા)
નોન-આલ્કોહોલિક માર્ગારીટા રેસીપી (વર્જિન માર્ગારીટા)
Table of Content
કોકટેલની વાત નીકળે એટલે માર્ગરીટા પ્રથમ યાદ આવે. જાણકારોના મતે કોકટેલ તો ૨૦મી સદી પહેલાથી પ્રખ્યાત છે.
આ કોકટેલને અતિ પ્રચલિત બનાવવામાં તેમાં રહેલી લીંબુની ખટાશ અને પીરસતી વેળા વપરાતા ગ્લાસની કીનારી પર સહજ લગાડેલો મીઠાના સ્પર્શનો ખૂબ જ મોટો હાથ છે.
અહીં અમે તેમાં આલ્કોહોલનો ઉપયોગ ન કરતાં તમને કોકટેલનો આનંદ આપે એવા માર્ગરીટાની રીત રજું કરી છે, જેથી તમે તેને કીટી પાર્ટીઅને સામાજિક મેળાવડામાં પીરસી શકો એવું પીણું તૈયાર થાય છે.
આ વર્જીન માર્ગરીટામાર્ગરીટાનો સ્વાદ અને મીઠાની સંવેદના બધાને આનંદીત કરશે એમાં કોઇ શંકા જ નથી.
વર્જીન માર્ગરીટા ની રેસીપી - Non- Alcoholic Margarita, Virgin Margarita recipe in Gujarati
Tags
Soaking Time
0
Preparation Time
5 Mins
Cooking Time
0 Mins
Baking Time
0 Mins
Baking Temperature
0
Sprouting Time
0
Total Time
5 Mins
Makes
2 ગ્લાસ માટે
સામગ્રી
વર્જીન માર્ગરીટા ની રેસીપી બનાવવા માટે
3/4 કપ સંતરાનો રસ
1/2 કપ મોસંબીનો રસ
1 ટેબલસ્પૂન લીંબુનો રસ (lemon juice)
1 ટેબલસ્પૂન પીસેલી સાકર (powdered sugar)
વિધિ
વર્જીન માર્ગરીટા ની રેસીપી બનાવવા માટે
- ગ્લાસની કીનારી પર લીંબુની છાલ ચોળીને ઘસી લો.
- તે પછી ગ્લાસને મીઠા પાથરેલી ડીશ પર ઊંધું મૂકી જેટલું મીઠું તેની પર ચીટકી જાય તે પછી વધારાના મીઠાને છાંટી લો.
- રીત ક્રમાંક ૧ અને ૨ મુજબ બીજો ગ્લાસ પણ તૈયાર કરી બાજુ પર રાખો.
- હવે એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી સારી રીતે મિક્સ કરી લો.
- આ મિશ્રણને સરખા પ્રમાણમાં મીઠું લગાડેલા બન્ને ગ્લાસમાં રેડી લો.
- વર્જીન માર્ગરીટા તરત જ પીરસો.
પ્લેટ દીઠ પોષક મૂલ્યો (સંક્ષિપ્ત)
| ઊર્જા | 197 કૅલ |
| પ્રોટીન | 2.7 ગ્રામ |
| કાર્બોહાઇડ્રેટ | 44.6 ગ્રામ |
| ફાઇબર | 5.5 ગ્રામ |
| ચરબી | 0.9 ગ્રામ |
| કોલેસ્ટ્રોલ | 0 મિલિગ્રામ |
| સોડિયમ | 12 મિલિગ્રામ |
નઓન- અલકઓહઓલઈક મઅરગઅરઈટઅ, વઈરગઈન મઅરગઅરઈટઅ માં કેટલી કેલરી છે? કેલરી માટે અહીં ક્લિક કરો