મેનુ

You are here: હોમમા> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ >  સવારના નાસ્તા સેંડવીચ >  સવારના નાસ્તા >  મસાલા ચીઝ ટોસ્ટ

મસાલા ચીઝ ટોસ્ટ

Viewed: 9113 times
User 

Tarla Dalal

 02 January, 2025

Image
0.0/5 stars   100% LIKED IT | 0 REVIEWS OK

Table of Content

ઘઉંના બ્રેડ અને વિટામિનથી ભરપૂર શાક અને કૅલ્શિયમથી ભરપૂર ચીઝના ટોપિંગ સાથે બનતા આ મસાલા ચીઝ ટોસ્ટનો નાસ્તો સવારની એક ઉત્તમ શરૂઆત બને છે અથવા દિવસના કોઇપણ સમયે મનગમતો નાસ્તો બનશે. મસળેલા બટાટાને લીધે ટોસ્ટનું પૂરણ છુટુ પડતું નથી અને ખાવામાં પણ નરમ લાગે છે. આ ટોસ્ટને જરૂર પૂરતું બેક કરો અને ગરમ ગરમ પીરસો.

Preparation Time

15 Mins

Cooking Time

15 Mins

Total Time

30 Mins

Makes

4 ટોસ્ટ માટે

સામગ્રી

Main Ingredients

વિધિ

  1. એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી, તેમાં કાંદા મેળવી મધ્યમ તાપ પર ૩૦ સેકંડ સુધી અથવા તે અર્ધપારદર્શક થાય ત્યાં સુધી સાંતળી લો.
  2. હવે તેમાં મિક્સ શાકભાજી, બટેટા, લીલા મરચાં, લાલ મરચાંનો પાવડર, ગરમ મસાલો, કોથમીર અને મીઠું ઉમેરી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી રાંધી લો.
  3. ઉપર પ્રમાણે તૈયાર થયેલ ટોપિંગના ૪ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.
  4. પોપ-અપ ટોસ્ટરમાં બધી બ્રેડની સ્લાઇસને સહેજ કરકરી થાય ત્યાં સુધી ટોસ્ટ કરી લો.
  5. બધી ટોસ્ટ કરેલી બ્રેડની સ્લાઇસને સાફ અને સૂકી જગ્યા પર મૂકી, ટોપિંગનો એક ભાગ દરેક બ્રેડ પર મૂકી સરખી રીતે પાથરી લો.
  6. હવે દરેક બ્રેડ પર ૧ ટીસ્પૂન ચીઝ ભભરાવી, આગળથી ગરમ કરેલા ઑવનમાં ૨૦૦૦ સે (૪૦૦૦ ફે)ના તાપમાન પર ૫ મિનિટ સુધી અથવા ચીઝ પીગળે ત્યાં સુધી બેક કરી લો.
  7. ગરમ ગરમ પીરસો.

Your Rating*

user

Follow US

રેસીપી શ્રેણીઓ