You are here: હોમમા> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > ભારતીય મીઠાઈ | ઈંડા વગરની ભારતીય મીઠાઈ > ચોકલેટ ડૅઝર્ટસ્ > ચોકલેટ ટ્રુફલ આઇસક્રીમ ની રેસીપી
ચોકલેટ ટ્રુફલ આઇસક્રીમ ની રેસીપી

Tarla Dalal
02 January, 2025


Table of Content
ઘરમાં કોઇ ખાસ પ્રસંગની ઉજવણી હોય અને તેમાં ઘરે જ તૈયાર કરેલી ચોકલેટ ટ્રુફલ આઇસક્રીમ હોય, તો તેના જેવી ઉજવણી બીજી કઇ ગણાય? એક મજેદાર અને આનંદદાયક ડાર્ક ચોકલેટ અને તાજા ક્રીમ સાથે બનતી આ ચોકલેટ ટ્રુફલ આઇસક્રીમ નાના બાળકો જ્યારે ચાખશે, ત્યારે તો તેમને અતિ આનંદ મળશે એની ખાત્રી અમે આપી શકીએ.
શાહી બનવા ઉપરાંત આ ચોકલેટ ટ્રુફલ આઇસક્રીમમાં ડાર્ક ચોકલેટની ખુશ્બુ મોટાઓને પણ એટલી જ પસંદ પડશે. આ આઇસક્રીમને વધુ મજેદાર બનાવવામાં તમે તેમાં ચોકલેટના નાના ટુકડા ઉમેરી આનંદમાં વધારો કરી શકો.
Tags
Preparation Time
5 Mins
Cooking Time
6 Mins
Total Time
11 Mins
Makes
4 માત્રા માટે
સામગ્રી
ચોકલેટ ટ્રુફલ આઇસક્રીમ ની રેસીપી બનાવવા માટે
1/2 કપ સમારેલી ડાર્ક ચૉકલેટ
2 ટીસ્પૂન કોર્નફલોર
1 કપ દૂધ (milk)
1/4 કપ કૅસ્ટર શુગર (castor sugar)
3/4 કપ તાજું ક્રીમ (fresh cream)
વિધિ
- એક બાઉલમાં ૨ ટેબલસ્પૂન ઠંડા પાણી સાથે કોર્નફ્લોર મેળવી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.
- બીજા એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં ૨ ટેબલસ્પૂન પાણી ઉકાળી લો. તેને તાપ પરથી નીચે ઉતારી લીધા પછી તેમાં ડાર્ક ચોકલેટ મેળવી સારી રીતે મિક્સ કરી સુંવાળું સૉસ બનાવીને બાજુ પર રાખો.
- બીજા એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં દૂધને ૨ થી ૩ મિનિટ સુધી ગરમ કરી લો.
- તે પછી તેમાં કોર્નફ્લોરનું મિશ્રણ અને કેસ્ટર શુગર મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર સતત હલાવતા રહી ૨ મિનિટ સુધી રાંધી લો.
- ૫. આ દૂધને તાપ પરથી નીચે ઉતારી સંપૂર્ણ ઠંડું થવા બાજુ પર રાખો.
- જ્યારે દૂધ સંપૂર્ણ ઠંડું થઇ જાય તે પછી તેમાં તાજું ક્રીમ અને પીગળાવેલી ચોકલેટનું મિશ્રણ મેળવી મથની (whisk) વડે સારી રીતે મિક્સ કરી લો.
- આ ચોકલેટના મિશ્રણને એક છીછરા (shallow) એલ્યુમિનિયમના પાત્રમાં રેડી તેને એલ્યુમિનિયમ ફોઇલ વડે ઢાંકીને રેફ્રીજરેટરમાં ૬ કલાક અથવા તે અર્ધુ સેટ થાય ત્યાં સુધી રાખી મૂકો.
- તે પછી આ મિશ્રણને મિક્સરના જારમાં રેડીને પીસીને સુંવાળું બનાવી લો.
- હવે ફરીથી આ મિશ્રણને એક છીછરા (shallow) એલ્યુમિનિયમના પાત્રમાં રેડી લો. તેને એલ્યુમિનિયમ ફોઇલ વડે ઢાંકીને રેફ્રીજરેટરમાં લગભગ ૧૦ કલાક અથવા તો તે બરોબર જામી જાય ત્યાં સુધી રાખી મૂકો.
- પીરસવાના સમયે તેને રેફ્રીજરેટરમાંથી ચોકલેટ ટ્રુફલ આઇસક્રીમ બહાર કાઢીને, ૨ થી ૩ મિનિટ રાખી મૂક્યા પછી સ્કુપ કરી તરત જ પીરસો.