You are here: હોમમા> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > ભારતીય મીઠાઈ | ઈંડા વગરની ભારતીય મીઠાઈ > કેક > માઇક્રોવેવ ચોકલેટ સ્પોંન્જ કેક
માઇક્રોવેવ ચોકલેટ સ્પોંન્જ કેક

Tarla Dalal
02 January, 2025


Table of Content
About Microwave Chocolate Sponge Cake In 5 Minutes, Indian Style
|
Ingredients
|
Methods
|
Nutrient values
|
ધારો કે તમારું બાળક ઘરે આવીને તેના મિત્રો માટે સરપ્રાઇઝ પાર્ટીની માગણી કરે, તો તમારા માટે તો વધુ આશ્ચર્યજનક ગણાશે. પણ ચીંતા કરવાની જરૂર નથી. ચોકલેટ કેક બાળકોને તથા મોટાઓને ખુશ કરવાનો એક સરળ ઉપાય છે અને આ માઇક્રોવેવ ચોકલેટ સ્પોંન્જ કેક ફક્ત ૫ મિનિટમાં તૈયાર થાય છે. આ કેકની ખાસિયત એ છે કે તેમાં મેંદો, માખણ અને દહીં જેવી સામાન્ય સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેથી તમને છેલ્લી ઘડીએ વસ્તુઓ ખરીદવાની દોડાદોડી કરવાની જરૂર નથી પડતી. ફક્ત એટલું ધ્યાન રાખવું કે કેક તૈયાર કરી તરત જ પીરસવું, કારણકે તેને થોડીવાર રાખી મૂકવાથી તે સૂકું થઇ જાય છે. પણ જો કદાચ તમે તેને તરત જ ન પીરસી શક્યા અને કેક સૂકું થઇ ગયું, તો તેને સ્લાઇસ કરી ઉપર આઇસક્રીમ મૂકી અથવા કસ્ટર્ડ રેડીને છેલ્લે ફળ અથવા સૂકા મેવા વડે સજાવીને એક શાનદાર ડેઝર્ટ બનાવીને પણ પીરસી શકો છો.
Tags
Preparation Time
10 Mins
Cooking Time
5 Mins
Total Time
15 Mins
Makes
1 કેક
સામગ્રી
Main Ingredients
1 ટેબલસ્પૂન કોકો પાવડર
2 ટેબલસ્પૂન દહીં (curd, dahi)
1/4 ટીસ્પૂન બેકીંગ સોડા (baking soda)
1/2 કપ મેંદો (plain flour , maida)
1/4 કપ પીગળાવેલું માખણ (melted butter)
5 ટેબલસ્પૂન પીસેલી સાકર (powdered sugar)
1/2 ટીસ્પૂન વેનિલાનું ઍસન્સ
વિધિ
- એક બાઉલમાં દહીં અને બેકિંગ સોડા ભેગા કરી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.
- એક બાઉલમાં મેંદો અને કોકો પાવડર ચાળીને ભેગા કરી બાજુ પર રાખો.
- એક ઊંડા માઇક્રોવેવ સેફ બાઉલમાં ૧/૪ કપ પાણી રેડી, માઇક્રોવેવને ઉંચા (high) તાપ પર ૧ મિનિટ ગરમ કરી લીધા પછી તેમાં પીગળાવેલું માખણ અને પીસેલી સાકર મેળવી સારી રીતે મિક્સ કરી લો.
- તે પછી તેમાં મેંદાનું મિશ્રણ, દહીં અને બેકિંગ સોડાનું મિશ્રણ અને વેનિલાનું ઍસન્સ મેળવી ચપટા તવેથા (spatula) વડે હળવેથી મિક્સ કરો જેથી ગઠોડા ન રહે.
- આ મિશ્રણને ૧૨૫ મી. મી. (૫”) વ્યાસની ગ્રીસ કરેલી માઇક્રોવેવ સેફ ડીશમાં મૂકી, માઇક્રોવેવમાં ૪ મિનિટ સુધી બેક કરી લો.
- તે પછી તેને માઇક્રોવેવમાંથી કાઢીને લગભગ ૫ મિનિટ સુધી બહાર રહેવા દો.
- હવે તેને મોલ્ડમાંથી કાઢી તરત જ પીરસો.