મેનુ

You are here: હોમમા> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ >  ભારતીય મીઠાઈ | ઈંડા વગરની ભારતીય મીઠાઈ >  પેંડા / લાડુ >  મલાઇ પેંડા

મલાઇ પેંડા

Viewed: 9505 times
User 

Tarla Dalal

 02 January, 2025

Image
0.0/5 stars   100% LIKED IT | 0 REVIEWS OK

Table of Content

અતિ પ્રખ્યાત એવી આ ભારતીય મીઠાઇ મલાઇ પેંડા એક શાહી મીઠાઇ છે. અહીં દૂધને ફાડીને શાહી બનાવટવાળો માવો તૈયાર કરવામાં આવ્યો છે અને પછી તેમાં સુગંધી એલચી અને કેસર મેળવવાથી એવી મધુર મીઠાઇ બને છે જેનો કોઇ પણ પ્રતિકાર ન કરી શકે. તેની તીવ્ર સુવાસ અને મજેદાર ખુશ્બુ વડીલોને પસંદ આવે એવી છે અને તેની માવાવાળી રચના નાના ભુલકાઓને પણ એટલી જ ગમે એવી છે. આમ કોઇ પણ રીતે મલાઇ પેંડા એક બ્લોકબસ્ટર મીઠાઇથી ઓછી ગણી શકાય એવી નથી.

Preparation Time

5 Mins

Cooking Time

30 Mins

Total Time

35 Mins

Makes

16 પેંડા

સામગ્રી

Main Ingredients

સજાવવા માટે

વિધિ

  1. એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં દૂધને ઊંચા તાપ પર વચ્ચે એક બે વખત હલાવતા રહી એક ઉભરો આવે ત્યાં સુધી રાંધી લો. તેના માટે લગભગ ૪ થી ૫ મિનિટ લાગશે.
  2. તે પછી તાપ ધીમું કરી, મધ્યમ તાપ પર દૂધને વધુ ૧૫ મિનિટ સુધી અથવા દૂધ ઉકળીને પ્રમાણમાં અડધું થઇ જાય ત્યાં સુધી સતત હલાવતા રહી, પૅનની અદંરની બાજુ પર ચીટકેલા દૂધને ઉખેડી લેતા રાંધી લો.
  3. આ દરમ્યાન, એક નાના બાઉલમાં કેસર અને હુંફાળા દૂધને ભેગા કરી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.
  4. હવે ઉકાળેલા દૂધમાં સાકર અને કેસર-દૂધનું મિશ્રણ મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ ૪ થી ૫ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી પૅનની અદંરની બાજુ પર ચીટકેલા દૂધને ઉખેળી લેતા રાંધી લો.
  5. આની સાથે-સાથે, એક નાના બાઉલમાં કોર્નફ્લોર અને દૂધ મેળવી, દૂધમાં કોર્નફ્લોર સંપૂર્ણ ઓગળી જાય ત્યાં સુધી મિક્સ કરી બાજુ પર રાખો.
  6. બીજા એક નાના બાઉલમાં લીંબુના ફૂલ અને ૧ ટેબલસ્પૂન પાણી મિક્સ કરી બાજુ પર રાખો.
  7. હવે, ઉકળતા દૂધમાં ધીમે-ધીમે કોર્નફ્લોર-દૂધનું મિશ્રણ તથા લીંબુના ફૂલનું મિશ્રણ ઉમેરતા રહી દૂધમાં સારી રીતે મિક્સ કરી, મધ્યમ તાપ પર વધુ ૪ થી ૫ મિનિટ અથવા મિશ્રણ માવા સરખું બની જાય ત્યાં સુધી સતત હલાવતા રહી પૅનની અંદરની બાજુ પર ચીટકેલા દૂધને ઉખેડતા રહી રાંધી લો.
  8. આમ તૈયાર થયેલા મિશ્રણને એક પ્લેટમાં કાઢીને એક બુઠા ચમચા વડે તેને સરખી રીતે પાથરી ઠંડું થવા ૩૦ મિનિટ સુધી બાજુ પર રાખો.
  9. તે પછી તેમાં એલચી પાવડર મેળવીને સારી રીતે મિક્સ કરી લો.
  10. હવે આ મિશ્રણના ૧૬ સરખા ભાગ પાડી દરેક ભાગને તમારી હથેળીમાં લઇ ચપટ ગોળ પેંડા તૈયાર કરી લો.
  11. આમ તૈયાર કરેલા દરેક પેંડા પર પિસ્તા અને બદામની કાતરી છાંટી સરખી રીતે દબાવી લો.
  12. તાજા પેંડાનો સ્વાદ માણો અથવા રેફ્રીજરેટરમાં મૂકી જરૂર પડે ત્યારે પીરસો.
હાથવગી સલાહ:
  1. આ પેંડાને હવાબંધ બરણીમાં ભરીને રેફ્રીજરેટરમાં રાખવાથી લગભગ એક અઠવાડિયા સુધી તાજા રહેશે.

Your Rating*

user

Follow US

રેસીપી શ્રેણીઓ