મેનુ

You are here: હોમમા> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ >  ભારતીય મીઠાઈ | ઈંડા વગરની ભારતીય મીઠાઈ | >  ચોકલેટ ડૅઝર્ટસ્ >  ક્રીસ્પી ચોકલેટ બોલ્સ્ ની રેસીપી

ક્રીસ્પી ચોકલેટ બોલ્સ્ ની રેસીપી

Viewed: 4326 times
User 

Tarla Dalal

 31 January, 2019

Image
0.0/5 stars   100% LIKED IT | 0 REVIEWS OK
Crispy Chocolate Balls - Read in English

Table of Content

ક્રીસ્પી ચોકલેટ બોલ્સ ની રેસીપી | ચોકલેટ બોલ્સ | વેલેન્ટાઇન ડે ચોકલેટ ડેઝર્ટ | Crispy Chocolate Balls in Gujarati.

તમારા નાના બાળકોને ઘેર બનાવેલા ચોકલેટ બોલ્સ નો સ્વાદ ચખાડો. આ ક્રીસ્પી ચોકલેટ બોલ્સ માં મમરા અને મારી બિસ્કીટ સાથે તેને સ્વાદિષ્ટ અને મનપસંદ બનાવવા તેમાં જામ અને ચોકલેટ મેળવવામાં આવ્યા છે.

રંગીન વર્મિસેલી તેને એવા આકર્ષક બનાવે છે કે બાળકો તરત જ ખાવા લલચાશે. બાળકોને કેળા અને અખરોટના મફિન અને હોમ-મેડ સિનેમન રોલ પણ પસંદ આવશે.

Soaking Time

0

Preparation Time

10 Mins

Cooking Time

6 Mins

Baking Time

0 Mins

Baking Temperature

0

Sprouting Time

0

Total Time

16 Mins

Makes

15 બોલ્સ્

સામગ્રી

વિધિ

  1. ક્રીસ્પી ચોકલેટ બોલ્સ્એ ની રેસીપી બનાવવા માટે, એક પહોળા ખુલ્લા નૉન-સ્ટીક પૅનમાં બિસ્કીટ અને મમરા સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી સતત હલાવતા રહી શેકી લો.
  2. તેને તાપ પરથી નીચે ઉતારી બીજા એક મિક્સ કરવા માટેના બાઉલમાં કાઢીને તેની મધ્યમાં ખાડું પાડી ઠંડું થવા દો.
  3. એક નાના નૉન-સ્ટીક પૅનને ગરમ કરી તેમાં ધીમા તાપ પર જામને ૧ થી ૨ મિનિટ સુધી ગરમ કરીને પીગળાવી લીધા પછી ઠંડું થવા દો.
  4. હવે બીજા એક માઇક્રોવેવ સેફ બાઉલમાં ચોકલેટ ઉમેરી ૧ મિનિટ સુધી માઇક્રોવેવ કરી સારી રીતે મિક્સ કરી લો.
  5. હવે આ પીગળાવેલી ચોકલેટ, જામ અને નાળિયેર ખાડા પાડેલા કુરમુરા-બિસ્કીટના મિશ્રણમાં રેડી સારી રીતે મિક્સ કરી લો.
  6. હવે આ મિશ્રણના ૧૫ સરખા ભાગ પાડી તરત જ દરેક ભાગને ગોળ લાડવાનો આકાર આપી તરત જ વર્મિસેલીમાં રગદોળીને બોલની દરેક બાજુ પર તેનું આવરણ બની જાય તેમ ફેરવી લો.
  7. આ તૈયાર થયેલા બોલને કાગળના કપમાં મૂકી એકાદેક કલાક માટે બાજુ પર રાખો.
  8. તરત જ પીરસો.

Your Rating*

user

Follow US

રેસીપી શ્રેણીઓ