You are here: હોમમા> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > ભારતીય મીઠાઈ | ઈંડા વગરની ભારતીય મીઠાઈ > મૂસ / ચીઝકેક > ચોકલેટ શિફોન પાય ની રેસીપી
ચોકલેટ શિફોન પાય ની રેસીપી

Tarla Dalal
02 January, 2025

Table of Content
એક અલગ પ્રકારના પાયની વાનગી જેમાં નાળિયેરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ચોકલેટ શિફોન પાયમાં ચોકલેટ મુસને નાળિયેરના અતિ પાતળા પડ પર મૂકવામાં આવે છે અને તે પછી તેને વ્હીપ્ડ ક્રીમ વડે સજાવવામાં આવે છે.
જ્યારે તમે આ વાનગી માટે નાળિયેરનું ખમણ કાઢો, ત્યારે ખમણીમાં મધ્યમ ખમણવું, જો તમે મોટા કાણા કે ઝીણા કાણા વડે ખમણશો તો નાળિયેરનું પડ પાયને બગાડી નાખશે.
Tags
Preparation Time
15 Mins
Cooking Time
12 Mins
Total Time
27 Mins
Makes
6 માત્રા માટે
સામગ્રી
ચોકલેટ શિફોન પાય ની રેસીપી બનાવવા માટે
નાળિયેરના પડ માટે
1 કપ ખમણેલું નાળિયેર (grated coconut)
2 ટેબલસ્પૂન સાકર (sugar)
2 ટેબલસ્પૂન પીગળાવેલું માખણ (melted butter)
ચોકલેટ મુસ માટે
1 કપ સમારેલી ડાર્ક ચૉકલેટ
1/4 કપ દૂધ (milk)
1 ટેબલસ્પૂન પીસેલી સાકર
1 3/4 કપ બીટન વ્હીપ્ડ ક્રીમ
1/4 ટીસ્પૂન વેનિલાનું ઍસન્સ
2 ટીસ્પૂન મધ ( Honey )
સજાવવા માટે
1/4 કપ બીટન વ્હીપ્ડ ક્રીમ
વિધિ
- નાળિયેરના તૈયાર કરેલા પડ પર ચોકલેટ મુસ તરત જ રેડીને પૅલેટ નાઇફ (palate knife) વડે સરખી રીતે પાથરી લો.
- તે પછી તેને રેફ્રીજરેટરમા ૨ થી ૩ કલાક અથવા પાય બરોબર સેટ થઇ જાય ત્યાં સુધી રાખો.
- તે પછી ટીનમાંથી પાયને કાઢીને તેના ૬ સરખા ટુકડા પાડી લો.
- બીટન વ્હીપ્ડ ક્રીમ વડે સજાવીને ઠંડું પીરસો.
- એક માઇક્રોવેવ સેફ બાઉલમાં ચોકલેટ અને દૂધ મેળવી ઉંચા તાપ પર ૩૦ સેકંડ સુધી માઇક્રોવેવ કરી લીધા પછી તેને બહાર કાઢીને સારી રીતે મિક્સ કરી લો જેથી તેમાં ગઠોડા ન રહે.
- હવે આ મિશ્રણને ખમણી અથવા ગરણી વડે ગાળીને બાજુ પર રાખો.
- બીજા એક બાઉલમાં સાકર અને બીટન વ્હીપ્ડ ક્રીમ મેળવીને ઉપર નીચે કરીને હળવેથી મેળવી લો.
- તે પછી તેમાં તૈયાર કરેલું ચોકલેટ અને દૂધનું મિશ્રણ મેળવી ઉપર નીચે કરીને હળવેથી મેળવી લો.
- છેલ્લે તેમાં વેનીલા એસેન્સ અને મધ મેળવીને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લો.
- એક નૉન-સ્ટીક પૅનમાં મધ્યમ તાપ પર નાળિયેરને લગભગ ૫ થી ૭ મિનિટ અથવા તો તે સરખા પ્રમાણમાં બ્રાઉન રંગનું થાય ત્યાં સુધી તેને સતત હલાવતા રહી ગરમ કરી લો.
- તે પછી તેમાં સાકર અને માખણ મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ ૨ થી ૩ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.
- આમ તૈયાર થયેલા નાળિયેરના મિશ્રણને ૧૭૫ મી. મી. (૭”)ના વ્યાસના નીચેથી ખુલે એવા કેક ટીનમાં પાથરીને હળવેથી દબાવી લો.
- આ કેક ટીનને રેફ્રીજરેટરમાં લગભગ ૩૦ મિનિટ સુધી રાખી મૂકો.
- તમે ચોકલેટ અને દૂધના મિશ્રણને ડબલ બોઇલરમાં પણ પીગળાવી શકો છો.