સિઝલીંગ બ્રાઉની ની રેસીપી - Sizzling Brownies


દ્વારા


Added to 488 cookbooks   This recipe has been viewed 351 times

આ એક અલગ જ પ્રકારનું ડેઝર્ટ છે. અહીં અખરોટવાળી બ્રાઉનીને રમથી મેરિનેટ કરેલા ફળો તથા તાજા ક્રીમવાળા ચોકલેટ સૉસ સાથે પીરસવામાં આવ્યું છે. આ બ્રાઉનીની મજા તો વેનીલા આઇસક્રીમના એક સ્કુપ સાથે તો ઓર જ મજેદાર રહે છે. તો પછી કોની રાહ જુઓ છો, તૈયાર થઇ જાવ બનાવવા માટે.

Add your private note

Sizzling Brownies recipe - How to make Sizzling Brownies in gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય:     ૨ માત્રા માટે

સામગ્રી

બ્રાઉની માટે
૧ કપ મેંદો
૧/૪ કપ કોકો પાવડર
૩/૪ કપ પીસેલી સાકર
૧/૨ ટીસ્પૂન ખાવાની સોડા
૧/૨ ટીસ્પૂન બેકીંગ પાવડર
૬ ટેબલસ્પૂન દહીં
૫ ટેબલસ્પૂન દૂધ
૫ ટેબલસ્પૂન પીગળાવેલું માખણ
૧/૨ કપ સમારેલા અખરોટ
૧/૨ ટીસ્પૂન વેનિલાનું એસેન્સ્

મિક્સ કરીને મેરિનેટ ફળો તૈયાર કરવા માટે
૧ ૧/૨ કપ મિક્સ ફળો (સ્ટ્રોબરી , દ્રાક્ષ , ચેરી વગેરે)
૧ ટેબલસ્પૂન રમ
૧ ટીસ્પૂન કેસ્ટર સુગર
૧/૨ ટીસ્પૂન લીંબુનો રસ (ફરજીયાત નથી)
૧/૨ ટીસ્પૂન લીંબુની છાલ
મારબલ ચોકલેટ સૉસ માટે
૧ ૧/૨ કપ ખમણેલી ડાર્ક ચોકલેટ
૧/૨ કપ તાજું ક્રીમ
બીજી જરૂરી વસ્તુઓ
૨ સ્કુપ વેનિલા આઇસક્રીમ
વિધિ
બ્રાઉની માટે

    બ્રાઉની માટે
  1. ઑવનને ૧૮૦˚ સે (૩૬૦˚ ફે) તાપમાન પર ગરમ કરી લો.
  2. એક મિક્સિંગ બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી લાકડાના ચમચા વડે મિક્સ કરી ખાત્રી કરી લો કે તેમાં ગઠોડા ન રહે.
  3. હવે આ મિશ્રણને ગ્રીઝ કરેલી ૨૦૦ મી. મી. X ૨૦૦ મી. મી. (૮” x ૮”)ની બેકીંગ ટ્રેમાં રેડી લો.
  4. આ ટ્રેને ઑવનમાં મૂકી ૨૦ થી ૨૫ મિનિટ સુધી બેક કરી લો.
  5. તે પછી ટ્રે બહાર કાઢી ૫૦ મી. મી. X ૫૦ મી. મી. (૨” x ૨”)ના ટુકડા પાડી બાજુ પર રાખો.

મારબલ ચોકલેટ સૉસ માટે

    મારબલ ચોકલેટ સૉસ માટે
  1. ૧/૨ કપ ક્રીમમાંથી ૨ ટેબલસ્પૂન ક્રીમ કાઢીને બાજુ પર રાખી બાકીનું ક્રીમ એક પૅનમાં રેડીને ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરીને તાપ પરથી ઉતારી લો.
  2. ૨. તે પછી તેમાં ચોકલેટ મેળવી સૉસ જેવું મિશ્રણ બને ત્યાં સુધી મિક્સ કરીને બાજુ પર રાખો.

સિઝલીંગ બ્રાઉની ની રેસીપી બનાવવા માટે આગળની રીત

    સિઝલીંગ બ્રાઉની ની રેસીપી બનાવવા માટે આગળની રીત
  1. ૨ સીઝલરની પ્લેટને ગરમ કરી (બીજા સીઝલરની જેમ લાલચોળ ગરમ ન કરવી) તેને તેની લાકડાની ટ્રે પર મૂકો.
  2. હવે થોડું ચોકલેટ સૉસ ૧ સીઝલર પ્લેટ પર રેડી તેની ઉપર તાજું ક્રીમ રેડી લો.
  3. ટુથપીક વડે ક્રીમ અને ચોકલેટ સૉસમાં માર્બલ જેવી આકૃતિ તૈયાર કરી લો.
  4. પછી તેની પર બ્રાઉનીના અડધા ટુકડા મૂકી તેની ઉપર મેરિનેટ કરેલા અડધા ફળો મૂકી દો (જો બ્રાઉની ઠંડી પડી ગઇ હોય તો તેને ફરી ગરમ કરી લેવી)
  5. ૧ વેનિલા આઇસક્રીમના સ્કુપ અને ચોકલેટ વડે સજાવીને ગરમ ગરમ પીરસો.
  6. આ જ પ્રમાણે બાકી રહેલી સામગ્રી વડે વધુ સીઝલર તૈયાર કરો.
  7. તરત જ પીરસો.

હાથવગી સલાહ:

    હાથવગી સલાહ:
  1. જો તમને રમ પસંદ હોય, તો બ્રાઉનીને સીઝલર પ્લેટ પર મૂક્તા પહેલા રમમાં બોળી પછી તેનો ઉપયોગ કરો.
Accompaniments

RECIPE SOURCE : Sizzlers And BarbequesBuy this cookbook

REGISTER NOW If you are a new user.
Or Sign In here, if you are an existing member.

Login Name
Password

Forgot Login / Passowrd?Click here

If your Gmail or Facebook email id is registered with Tarladalal.com, the accounts will be merged. If the respective id is not registered, a new Tarladalal.com account will be created.

Are you sure you want to delete this review ?

Click OK to sign out from tarladalal.
For security reasons (specially on shared computers), proceed to Google and sign out from your Google account.

Reviews