You are here: હોમમા> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > કૉકટેલ્સ્ > પીણાં > ફ્રેશ પીચ ફીઝી ડ્રીંક ની રેસીપી
ફ્રેશ પીચ ફીઝી ડ્રીંક ની રેસીપી

Tarla Dalal
22 July, 2019


Table of Content
એક અલગ જ પ્રકારનું આ ફ્રેશ પીચ ફીઝી ડ્રીંક, રંગીન અને મોઢામાં પાણી છુંટે એવી સુગંધ ધરાવતું છે.
આ ફ્રેશ પીચ ફીઝી ડ્રીંકના પીણાંમાં પહેલા પીચને સાકર સાથે રાંધી લીધા પછી ઠંડા સ્પ્રાઇટ સાથે મિક્સ કરીને જ્યારે પીરસસો, ત્યારે તેની રંગીનતા અને સુગંધનો અનુભવ તમને ખુશ કરી દેશે.
આ ફ્રેશ પીચ ફીઝી ડ્રીંકના પીણાની મજા તેના રંગની છે જે તમારી આંખોમાં નજરે પડશે અને લાક્ષણિક્તા અને મીઠાશ તમને મોહિત કરી દેશે.
ફ્રેશ પીચ ફીઝી ડ્રીંક ની રેસીપી - Fresh Peach Fizzy Drink recipe in Gujarati
Tags
Preparation Time
10 Mins
Cooking Time
15 Mins
Total Time
25 Mins
Makes
4 ગ્લાસ માટે
સામગ્રી
ફ્રેશ પીચ ફીઝી ડ્રીંક ની રેસીપી બનાવવા માટે
2 કપ સ્લાઇસ કરેલું પીચ
1/4 કપ સાકર (sugar)
3 કપ લેમનેડ
વિધિ
ફ્રેશ પીચ ફીઝી ડ્રીંક ની રેસીપી બનાવવા માટે
- ફ્રેશ પીચ ફીઝી ડ્રીંક ની રેસીપી બનાવવા માટે, એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં પીચની સ્લાઇસ, સાકર અને ૧ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧૫ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- આ મિશ્રણને ઠંડું થવા દો. જ્યારે તે સંપૂર્ણ ઠંડું થઇ જાય ત્યારે તેને મિક્સરમાં ફેરવી સુંવાળું મિશ્રણ તૈયાર કરી લો.
- આ મિશ્રણને એક ઊંડા બાઉલમાં મૂકી તેમાં સ્પ્રાઇટ મિક્સ કરી લો.
- તે પછી તેને ૪ ગ્લાસમાં સરખા પ્રમાણમાં રેડીને તરત જ પીરસો.