This category has been viewed 8978 times

 
195

રાંધવાની રીત રેસીપી


Last Updated : Jul 03,2019



Cooking Basics - Read in English
कुकिंग बेसिक - हिन्दी में पढ़ें (Cooking Basics recipes in Hindi)
Show only recipe names containing:
  

Goto Page: 1 2 3 4 5 6 7 8 9 
Double Beans Curry in Gujarati
Recipe# 1540
12 Feb 16
 by  તરલા દલાલ
No reviews
રંગુનની વાલનો ખાસ તો ગુજરાતી વાનગી બનાવવામાં ઉપયોગ વધુ થાય છે. એકલી દાળ અથવા તો કોઇ પણ જાતના શાકમાં તેને મેળવવામાં આવે છે. પણ અહીં મે આ દાળને ગુજરાતી પદ્ધતિથી અલગ પંજાબી મસાલાથી તૈયાર કરી છે.
Three-in-one Rice in Gujarati
Recipe# 1545
12 Feb 16
 by  તરલા દલાલ
ટમેટા અને ગાજર વડે બનતાં ઑરેન્જ ભાત, કોથમીર અને લીલા વટાણા વડે બનતા લીલા ભાત અને શાહીજીરા તથા ભરપુર પનીર વડે બનતા સફેદ ભાતની આ ત્રિરંગી વાનગી એટલી મજેદાર અને ખુશ્બુદાર બને છે કે તે ઑવનમાં બનતી હશે ત્યારે જ તેની ખુશ્બુ આખા ઘરમાં પ્રસરી જશે. આ થ્રી ઇન વન રાઇસ એવી મજેદાર છે કે, બધા જાતે આવીને જમવા બેસી ....
Mixed Beans Curry with Potato Balls in Gujarati
Recipe# 1544
26 Feb 16
 
by  તરલા દલાલ
આ વાનગીમાં ટમેટા અને કાંદાને બહુ જ સરળતાથી રાંધવામાં આવ્યા છે જેથી તેમાં મેળવેલા રંગૂનના વાલ અને રાજમાનો સ્વાદ ઉભરી આવે છે. તેમાં ઉમેરવામાં આવેલા બટાટાના બૉલ્સ્ આ સાદી કરીને ખૂબ જ મજેદાર વાનગી બનાવે છે. આ બૉલ્સ્ માં ઉમેરવામાં આવેલા કાજુ અથવા મગફળી, છૂંદેલા બટાટાની વચ્ચે કરકરો અહેસાસ આપે છે અને મિક્સ ....
Vegetable and Lentil Pulao in Gujarati
Recipe# 1546
26 Feb 16
 
by  તરલા દલાલ
અહીં ભાત, દાળ, મિક્સ શાકભાજી, કેસર અને તળેલા કાંદાનું મિશ્રણ છે જેને કાંદાની તૈયાર કરેલી પેસ્ટમાં મેળવી ઑવનમાં તૈયાર કરવામાં આવ્યું છે. તે એવું મજેદાર બને છે કે તેને જમણનું મુખ્ય અંગ પણ ગણાવી શકાય. તેનો દેખાવ ખૂબજ પ્રભાવી લાગે છે કારણકે તેને બેક કરવાથી “દમ” જેવો અહેસાસ આ વેજીટેબલ ઍન્ડ લૅન્ટીલ પુલાવમ ....
Thandai Smoothie ( Burgers and Smoothie Recipe) in Gujarati
Recipe# 36255
10 Mar 16
 by  તરલા દલાલ
ફળ વગરની આ ઠંડાઇ સ્મૂધી સમૃધ્ધ અને રજાની મજા માણવા મળે એવી છે. ઠંડાઇ સીરપમાં મસાલાનો ઉપયોગ વધુ હોય છે એટલે આ પીણું બાળકો કરતાં વડીલોને વધુ ભાવશે.
Kale Angoor ka Raita in Gujarati
Recipe# 6485
11 Mar 16
 by  તરલા દલાલ
No reviews
જ્યારે તમને કોઇ નવિન અને સ્વાદીષ્ટ વાનગી બનાવવી હોય, ત્યારે તમને આ કાળી દ્રાક્ષનું રાઈતું જરૂર ગમશે. સમારેલી કાળી દ્રાક્ષ અને જેરી લીધેલી દહીંથી બનાવવામાં આવતા આ રાઇતામાં ઉમેરવામાં આવેલા સંચળ, જીરા પાવડર અને મરચાં પાવડર તેને વધુ સ્વાદીષ્ટ બનાવે છે. અહીં કાળી દ્રાક્ષની પસંદગી પાકી અને સજ્જડ હોય ત ....
Coco Peanut Soup in Gujarati
Recipe# 1459
26 Mar 16
 by  તરલા દલાલ
નાળિયેર અને મગફળીનું સૂપ | કોકો પીનટ સૂપ | Coco Peanut Soup recipe in gujarati | કેટલેક અંશે નવું લાગે એવું આ નાળિયેરના દૂધનું અને મગફળીનું સંયોજન એક સંપૂર્ણ સૂપ છે, જેમાં કાકડી અને ટમેટાનો પણ ઉમેરો કરવામાં આવ્યું છે ....
Mulligatawny Soup, Mulligatawany Soup in Gujarati
Recipe# 1460
26 Mar 16
 by  તરલા દલાલ
No reviews
એક સંપૂર્ણ ભારતીય સૂપ ગણી શકાય એવું આ સૂપ ભારતમાં જ્યારે અંગ્રેજોનું રાજ હતું ત્યારે બ્રિટીશ ઓફીસરોનું અતિ પ્રિય ગણાતું. આ મુલ્લીગટવાની સૂપમાં ઘણી બધી વસ્તુઓ જેવી કે નાળિયેરનું દૂધ, કાંદા, ગાજર, ટમેટા, રાંધેલા ચોખા અને દાળ વગેરે તથા ખૂબ ઝીણવટથી તૈયાર કરેલા મસાલા સાથે આદૂ, લસણ અને લીંબુનો રસ મેળવવામા ....
Masala Paratha (  Desi Khana) in Gujarati
Recipe# 1482
26 Mar 16
 by  તરલા દલાલ
No reviews
આ મસાલેદાર પરોઠામાં ખસખસ, કલોંજી અને સૂંઠ પાવડર સાથે તાજું તૈયાર કરેલું મસાલાનું પૂરણ તેને એટલું મસાલેદાર બનાવે છે કે તમે તેને ખાસ પરોઠા ગણી શકો. ત્રિકોણ આકારમાં વણી, ઘી સાથે શેકીને ઠંડીના દીવસોમાં કુંટુબીજનોને પીરસી ને જુઓ તેમની સંતુષ્ટતા.
Panchkuti Dal, Panchratan Dal, Dal Made with 5 Pulses in Gujarati
Recipe# 1554
27 Mar 16
 by  તરલા દલાલ
નામ પરથી સમજાઇ જાય છે કે આ વાનગીમાં પાંચ જાતની દાળનું સંયોજન છે. તમે અહીં, યાદ રાખીને દાળ પલાળી રાખશો તો આ વાનગી સહેલાઇથી બનાવી શકશો, કારણકે આ દાળમાં બધા સામાન્ય મસાલા મેળવીને તેને સહેલી રીતે તૈયાર કરવામાં આવી છે. આ વાનગીમાં મેળવેલી વિવિધ પ્રકારની દાળ પણ તેને અનોખી બનાવે છે.
Korma Rice Recipe in Gujarati
Recipe# 1548
27 Mar 16
 by  તરલા દલાલ
સારા પ્રમાણમાં દૂધ, ફ્રેશ ક્રીમ, ઘી, કાજુ અને ખસખસ સાથે બનતા આ કોરમા ભાત બેશક શાહી વાનગી ગણી શકાય. હા, તેમાં વિવિધ મસાલા અને પાવડર મેળવવામાં આવ્યા છે પણ વધુ તીખાશ નથી આવતી કારણ કે તેમાં સામાન્ય માત્રામાં મસાલાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તે ઉપરાંત કોરમામાં મેળવેલા ફણગાવેલા મગ આ વાનગીને વધુ પૌષ્ટિક બના ....
Baked Rice with Green Curry in Gujarati
Recipe# 1549
27 Mar 16
 
by  તરલા દલાલ
No reviews
કોથમીર અને ફુદીના સાથે પનીરના નાના ટુકડા મેળવીને બનતી આ લીલી કરી મસાલેદાર તો જરૂર છે, પણ ભાત સાથે આ લીલી કરી એવી મજેદાર લહેજત આપશે કે સ્વાદના ભૂખ્યા તમારા મિત્રો રાજીના રેડ થઇ જશે. તૈયાર ભાતની આજુબાજુ લીલા વટાણા અને તળેલી બટાટાની સળીનો શણગાર તેને વધુ સુંદરતા આપે છે.
Green Peas Pancake in Gujarati
Recipe# 39144
29 Mar 16
 by  તરલા દલાલ
No reviews
આ લીલા વટાણાની પૅનકેક, સામાન્ય રીતે સવારના નાસ્તામાં ખવાતી હોય છે અને પારંપરિક દક્ષિણ ભારતના ઉત્તપાનો રોમાંચક વિકલ્પ છે. આ સ્વાદિષ્ટ વાનગીમાં ફોલીક એસીડ અને ફાઇબરનું પ્રમાણ ઘણું છે જેથી તે ખુબજ આરોગ્યદાયક છે. વધુમા, આથો લાવવાની જરૂર ન હોવાથી, આ પૅનકેક બનાવવી પણ સરળ છે. હમેંશા ફ્રૂટ-સૉલ્ટ સાથે રાખો જ ....
Aloo Paneer Chaat in Gujarati
Recipe# 37059
29 Mar 16
 by  તરલા દલાલ
મજેદાર નાના બટાટા અને કેલ્શીયમથી ભરપૂર એવા પનીરના સંયોજનથી બનતું આ ચાટ ખુબજ સુંદર અને ભવ્ય બને છે. આ ચાટનો સૌમ્ય સ્વાદ, લીંબુનો રસ અને ચાટ મસાલો નાંખવાથી, એકદમ ખટ્ટ-મીઠો અને હંમેશા યાદ રહે તેવો બને છે.
Minty Paneer Onion Roti in Gujarati
Recipe# 39148
30 Mar 16
 by  તરલા દલાલ
પનીર એક બહુલક્ષી સામગ્રી છે જે તમે રોટી, સબ્જી અને મીઠાઇમાં પણ વાપરી શકો છો. પનીર આ રોટીમાં કણિક સાથે સરસ રીતે ભળી જાય છે અને ખુબજ નરમ, સ્વાદિષ્ટ અને પ્રોટીનથી ભરપુર રોટી બને છે, જે બધા ખુબજ માણે છે. કાંદા અને ફૂદીનો, આ આરોગ્યવર્ધક રોટીને ખુશ્બુ આપે છે.
Cucumber Soya Pancake in Gujarati
Recipe# 4651
19 Apr 16
 
by  તરલા દલાલ
રસદાર કાકડી, રવો અને સોયાના લોટના સંયોજનથી બનતી આ ઉત્તમ પૅનકેકનો સ્વાદ તમને દિવસભર યાદ રહેશે. આ કાકડી અને સોયાના પૅનકેકમાં લીલા મરચાં અને કોથમીરનો સ્વાદ અનેરો છે. કાકડીમાં રહેલા ઍન્ટીઓક્ષિડન્ટ અને ઍન્ટીઇનફ્લેમેટરીના ગુણો આ પૅનકેકને વધુ આરોગ્યદાયક બનાવે છે. આ પૅનકેકને પૌષ્ટિક લીલી ચટણી સાથે પીરસો તો ....
Carrot and Cabbage High Fibre Chutney Open Toast in Gujarati
Recipe# 39219
19 Apr 16
 by  તરલા દલાલ
No reviews
ગાજર અને કોબી જ્યારે સાથે વાપરવામાં આવે છે ત્યારે તેના વિરોધાભાસી રંગ ને કારણે તેમનું મિશ્રણ મોહક અને આકર્ષક લાગે છે. પ્રસ્તુત છે, આ અજોડ જોડી અને ફાઇબરથી ભરપૂર સ્વાદિષ્ટ ચટણીમાંથી બનેલ એક ભપકાદાર સૅન્ડવિચ. તેમાં રહેલા ફાઇબરથી ભરપૂર એવા શાક અને ઘઉંના બ્રેડને લીધે પેટ જલ્દી ભરાય જાય છે અને લાંબા સમય ....
Spicy Bajra Paratha in Gujarati
Recipe# 4671
22 Apr 16
 by  તરલા દલાલ
No reviews
બાજરી ફાઇબર, લોહતત્વ, કૅલ્શિયમ અને પ્રોટીનથી ભરપૂર છે. બાજરીના લોટથી બનેલ પરોઠા ખૂબ જ આરોગ્યદાયક અને સ્વાદિષ્ટ બને છે પણ તેને બનાવવા સહેલા નથી કારણ કે તેને એકસરખા વણવામાં તકલીફ પડે છે છતાં સ્પાઇસી બાજરા પરાઠા બનાવવાની મહેનત જરૂર રંગ લાવે છે. પરાઠાની આ વાનગીમાં પનીર અને મેથીનો વપરાશ તેને વધુ સ્વાદિષ્ ....
Gathiya Subzi, Ganthiya Subzi in Gujarati
Recipe# 266
28 Apr 16
 by  તરલા દલાલ
આ પ્રખ્યાત ગુજરાતી સબ્જી તમે એવા સમયે બનાવીને પીરસી શકો કે જ્યારે તમારી પાસે બીજા કોઇ શાક હાજર ન હોય. આમ તો દરેક ગુજરાતીઓના ઘરમાં ગાંઠિયા તો હાજર હોય પણ જો ન હોય તો તે બજારમાં સહેલાઇથી મળી શકે છે. આ ગાંઠિયાની સબ્જી સ્વાદમાં તો રસદાર છે અને સાથે થોડા સમયમાં ઓછી મહેનતથી બનાવી શકાય એવી પણ છે.
Stuffed Moong Sprouts Dosa in Gujarati
Recipe# 4666
04 May 16
 
by  તરલા દલાલ
જો તમને ટાકોસ, રૅપસ અને શાકથી ભરેલા નાસ્તાઓ પસંદ છે તો તમને આ સ્ટફ્ડ ઢોસા પણ જરૂર પસંદ પડશે. સ્ટફ્ડ મુંગ સ્પ્રાઉટ્સ ઢોસા એક પેટ ભરાઇ જાય તેવો સવારનો નાસ્તો છે જે ભરપૂર છે પ્રોટીનથી (નિરોગી બોડી સેલ્સ માટે), કૅલ્શિયમથી (તંદુરસ્ત હાડકા માટે) અને લોહતત્વથી (સારા હીમોગ્લોબિન માટે). આ વાનગી બનાવવામાં આગલ ....
Chick Pea Salad (  Desi Khana) in Gujarati
Recipe# 1470
14 Jul 16
 by  તરલા દલાલ
No reviews
રંગીન અને ખટમીઠો સ્વાદ ધરાવતું આ કાબુલી ચણાનો સલાડ એક ચટાકેદાર વાનગી છે. કાબુલી ચણા અને બટાટાના મિશ્રણમાં ટમેટાની ખટ્ટાશ સાથે લીલા મરચાં અને લીંબુના રસનું સંયોજન છે અને વધુમાં ચાટ મસાલો અને સંચળનો ઉમેરો આ સલાડને અત્યંત આકર્ષક બનાવે છે.
Paneer and Methi Roti in Gujarati
Recipe# 38883
12 Sep 16
 by  તરલા દલાલ
No reviews
આ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ રોટી તમારા પ્રવૃત્તિ ભર્યા દિવસ માટે યોગ્ય વાનગી ગણી શકાય. આ રોટી પ્રોટીન, ફાઇબર અને ઊર્જા ભરપૂર માત્રામાં આપે છે જે તમને સ્ફૂર્તિમય રહેવામાં મદદરૂપ થશે. અહીં વિચારીને વિવિધ પ્રકારના લોટનું સંયોજન કરવામાં આવ્યું છે જે આ રોટીને અત્યંત મોહક અને ખુશ્બુદાર બનાવે છે. પનીર ઉમેરવાથી ....
Hariyali Roti (  Rotis and Subzis) in Gujarati
Recipe# 38884
12 Sep 16
 by  તરલા દલાલ
No reviews
આ હરિયાળી રોટી એવી સ્વાદિષ્ટ અને ખુશ્બુદાર બને છે કે જો તમને ભૂખ ન લાગી હોય તો પણ ખાવાની ઇચ્છા થઇ જાય. લોટ અને દૂધનું અનોખું સંયોજન આ રોટીની કણિકને રચનાત્મક બનાવે છે જ્યારે લીલી કોથમીર અને ફૂદીનો ઉમેરવાથી તે રંગીન તો બને જ છે અને સાથે સ્વાદિષ્ટ પણ બને છે.
Varkey Paratha (  Roti and Subzis) in Gujarati
Recipe# 239
12 Sep 16
 by  તરલા દલાલ
No reviews
આ વારકી પરોઠા પોતાની રીતે અનોખી વાનગી છે જે તમે ક્યારે સાંભળી અથવા અજમાવી નહીં હોય, પણ અહીં તમને આ તક મળે છે આ વિશિષ્ટ કારીગરી વાળી વાનગી બનાવવાની. ઘઉંની રોટીમાં ચોખાના લોટની પેસ્ટ ચોપડી, તેના પડ બનાવી વણીને ઘી વડે કરકરી રાંધવામાં આવી છે. ઠંડીના દિવસોમાં ઉપયુક્ત આ પરોઠા તમને પ્રખ્યાત ઉટી વારકેની યાદ ....
Goto Page: 1 2 3 4 5 6 7 8 9 
Subscribe to the free food mailer

Soya

Missed out on our mailers?
Our mailers are now online!

View Mailer Archive

Privacy Policy: We never give away your email

REGISTER NOW If you are a new user.
Or Sign In here, if you are an existing member.

Login Name
Password

Forgot Login / Passowrd?Click here

If your Gmail or Facebook email id is registered with Tarladalal.com, the accounts will be merged. If the respective id is not registered, a new Tarladalal.com account will be created.

Click OK to sign out from tarladalal.
For security reasons (specially on shared computers), proceed to Google and sign out from your Google account.

Are you sure you want to delete this review ?