બ્રેડ પોહા ની રેસીપી | Bread Poha, Veg Bread Poha
તરલા દલાલ દ્વારા
Added to 82 cookbooks
This recipe has been viewed 6382 times
પોહા કોને ન ભાવે? રોજના નાસ્તા માટે મહારાષ્ટ્રમાં તો પોહાનો ઉપયોગ સહજ છે અને આપણા દેશમાં લોકોને ભાવતા આ પોહા સવારના નાસ્તામાં આનંદથી ખવાય છે.
અહીં આ દરરોજ ખવાતી પોહાની વાનગીનો એક રૂપાંતર, બ્રેડના ટુકડા વડે તૈયાર કરવામાં આવ્યો છે. પારંપારિક વઘાર સાથે કાંદા, ટમેટા અને સિમલા મરચાં જેવા શાક અને વધુમાં તેમાં ગરમ મસાલો મેળવીને આ બ્રેડ પોહા તૈયાર કરવામાં આવ્યા છે.
આ ધરાઇને ખાઇ શકાય એવા બ્રેડ પોહા વયસ્ક અને નાના બાળકોને બન્નેને ગમે એવા છે. તે ઉપરાંત તે બનાવવામાં સરળ પણ છે અને તેમાં વપરાતી વસ્તુઓ પણ રોજના વપરાશની જ છે.
તેથી જ્યારે તમે ઘેર આવતા જ ભૂખ્યા હો તો તરત જ ફ્રીજમાં બ્રેડ પર નજર પડતા તમે બીજી કોઇ વાનગી બનાવવા કરતાં આ નાસ્તો જરૂર બનાવશો એટલું નક્કી સમજવાનું છે.
Method- બ્રેડ પોહા ની રેસીપી બનાવવા માટે, એક પહોળા ખુલ્લા પૅનમાં તેલ ગરમ કરી તેમાં રાઇ મેળવો.
- જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં કડીપત્તા મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં કાંદા અને લીલા મરચાં મેળવી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં સિમલા મરચાં મેળવી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં હળદર અને ટમેટા મેળવી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી સાંતળી લો.
- છેલ્લે તેમાં બ્રેડના ટુકડા, મીઠું અને ગરમ મસાલો મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- તાપ બંધ કરી તેમાં લીંબુનો રસ મેળવી સારી રીતે મિક્સ કરી લો.
- કોથમીર વડે સજાવીને ગરમ ગરમ પીરસો.
Other Related Recipes
બ્રેડ પોહા ની રેસીપી has not been reviewed
Tried this recipe?. Post a review! Let everyone know how it turned out.
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe