મલાઇ કોફ્તા કરી | Malai Kofta Curry, Creamy Kofta Curry


દ્વારા

5/5 stars  100% LIKED IT    1 REVIEW ALL GOOD
मलाई कोफ्ता करी - हिन्दी में पढ़ें (Malai Kofta Curry, Creamy Kofta Curry in Hindi) 

Added to 1348 cookbooks   This recipe has been viewed 5965 times

આ મલાઇ કોફ્તા કરી એટલે મલાઇદાર ટમેટાવાળી ગ્રેવીમાં ડૂબાડેલા એકદમ નરમ કોફ્તા જે તમારા મોઢાંમાં જતા જ પીગળી જશે જેથી તમારી સ્વાદની ઇંદ્રિયો જાગૃત થઇ જશે. આવા આ નરમ કોફ્તા સામાન્ય રીતે બનતા પનીરવાળા કોફ્તા કરતાં તાજા નાળિયેર અને બટાટા વડે બનાવવામાં આવ્યા છે. તે ઉપરાંત અહીં બનાવેલી ગ્રેવી ખરેખર જૂદી છે કારણ કે તે બહુ સૌમ્ય પણ નથી અને બહુ મસાલાવાળી પણ નથી અને તેમાં ઉમેરવામાં આવેલી મલાઇ અને ટમેટાનું પ્રમાણ એકદમ સંતુલીત છે. આ વાનગી કોઇ પણ રોટી અથવા પૂરી સાથે પીરસી શકો.

Add your private note

મલાઇ કોફ્તા કરી - Malai Kofta Curry, Creamy Kofta Curry recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય:     ૪ માત્રા માટે
મને બતાવો માત્રા માટે

સામગ્રી

કોફ્તા માટે
૧/૨ કપ ખમણેલું તાજું નાળિયેર
૨ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
એક ચપટીભર સાકર
મીઠું , સ્વાદાનુસાર
૧ કપ બાફી , છોલીને ખમણેલા બટેટા
૩ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
બ્રેડ ક્રમ્બસ્ , વાળવા માટે
તેલ , તળવા માટે

ગ્રેવી માટે
૨ ટેબલસ્પૂન તેલ
૧/૨ ટીસ્પૂન જીરૂ
૩/૪ કપ તાજું ટમેટાનું પલ્પ
૧ કપ તાજું દહીં , ૧/૨ કપ પાણી મેળવેલું
૩ ટેબલસ્પૂન તાજું ક્રીમ
૧/૨ કપ ૧/૨ ટીસ્પૂન કોર્નફ્લોર , ૧ ટેબલસ્પૂન પાણીમાં ઓગાળેલું
૧ ટીસ્પૂન મરચાં પાવડર
૧/૪ ટીસ્પૂન હળદર
૨ ટીસ્પૂન સાકર
મીઠું , સ્વાદાનુસાર

સજાવવા માટે
૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
વિધિ
કોફ્તા માટે

    કોફ્તા માટે
  1. એક બાઉલમાં નાળિયેર, લીલા મરચાં, સાકર અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી લો.
  2. આ નાળિયેરના સ્ટફીંગના ૧૨ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.
  3. એક બાઉલમાં બટાટા અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી લો.
  4. આ બટાટાના મિશ્રણના ૧૨ સરખા ભાગ પાડી લો.
  5. બટાટાના મિશ્રણના એક ભાગને તમારી હથેળીમાં ચપટું બનાવી તેની મધ્યમાં ખાડો પાડી તેમાં નાળિયેરના સ્ટફીંગનો એક ભાગ મૂકો.
  6. તે પછી તેની કીનારીઓ મધ્યમાં વાળીને પૂરણને બંધ કરીને તેને ગોળાકારનો આકાર આપો.
  7. આ બોલને બ્રેડ ક્રમ્બસ્ માં એવી રીતે ફેરવો કે તેની બધી બાજુ પર બ્રેડ ક્રમ્બસ્ નું આવરણ આવી જાય.
  8. આમ રીત ક્રમાંક ૫ થી ૭ મુજબ બાકીના ૧૧ કોફ્તા તૈયાર કરો.
  9. એક કઢાઇમાં તેલ ગરમ કરી, તેમાં એક સાથે થોડા-થોડા કોફ્તા નાંખી, કોફ્તા દરેક બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી સૂકા થવા માટે ટીશ્યુ પેપર પર કાઢી બાજુ પર રાખો.

ગ્રેવી માટે

    ગ્રેવી માટે
  1. એક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં જીરૂ મેળવો.
  2. જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં ટમેટાનું પલ્પ મેળવી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  3. પછી તેમાં દહીં-પાણીનું મિશ્રણ, ક્રીમ અને કોર્નફ્લોર-પાણીનું મિશ્રણ મેળવી, સારી રીતે મિક્સ કરી ધીમા તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.
  4. તે પછી તેમાં મરચાં પાવડર, હળદર, સાકર અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી રાંધીને બાજુ પર રાખો.

આગળની રીત

    આગળની રીત
  1. પીરસતા પહેલા, ગ્રેવીને સરખી રીતે ગરમ કરી લો.
  2. તેમાં કોફ્તા મેળવી, હળવેથી મિક્સ કરી ધીમા તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી રાંધી લો.
  3. કોથમીર વડે સજાવીને તરત જ પીરસો.
Accompaniments

Related Articles
Recipe Contest

No Contest Announced



View contest archive....
Rate and review this recipe and get 15 days FREE bonus membership!
Subscribe to the free food mailer

Soya

Missed out on our mailers?
Our mailers are now online!

View Mailer Archive

Privacy Policy: We never give away your email

REGISTER NOW If you are a new user.
Or Sign In here, if you are an existing member.

Login Name
Password

Forgot Login / Password?Click here

If your Gmail or Facebook email id is registered with Tarladalal.com, the accounts will be merged. If the respective id is not registered, a new Tarladalal.com account will be created.

Are you sure you want to delete this review ?

Click OK to sign out from tarladalal.
For security reasons (specially on shared computers), proceed to Google and sign out from your Google account.

Reviews

મલાઇ કોફ્તા કરી
5
 on 19 Aug 17 05:26 PM


very tasty
| Hide Replies
Tarla Dalal    Hi, Thank you for your kind words. Do try more and more recipes and let us know how you enjoyed them... Happy Cooking !!
Reply
21 Aug 17 08:54 AM