નાસપાતી અને દાડમનું સલાડ | Pear and Pomegranate Salad ( Soups and Salads Recipe )


દ્વારા


Added to 56 cookbooks   This recipe has been viewed 2536 times

જ્યારે તમને બજારમાં તાજા નાસપાતી મળે ત્યારે આ નાસપાતી અને દાડમનું સલાડ જરૂર અજમાવજો. દાડમનો રસ, લીંબુનો રસ, રાઇનો પાવડર, મધ અને મરીનો પાવડર મેળવીને એક હુંફાળુ ડ્રેસિંગ તૈયાર કરવામાં આવ્યું છે જે નાસપાતી સાથે મજેદાર સ્વાદ આપે છે. અને સાથે તેમાં થોડા આઇસબર્ગ સલાડના પાન મેળવ્યા છે જેથી તે કરકરો બને. આ સલાડને તરત જ પીરસો અને તાજા નાસપાતીના સ્વાદ સાથે ખટ્ટા-મીઠા સલાડનો સ્વાદ માણો.

Add your private note

નાસપાતી અને દાડમનું સલાડ - Pear and Pomegranate Salad ( Soups and Salads Recipe ) in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય:     ૪ માત્રા માટે
મને બતાવો માત્રા માટે

સામગ્રી
૧ ૧/૨ કપ ટુકડા કરેલા નાસપાતી
૧/૨ કપ દાડમના દાણા
૨ ૧/૨ કપ આઇસબર્ગ સલાડના પાન
૧ ટેબલસ્પૂન જેતૂનનું તેલ
૩ ટેબલસ્પૂન દાડમનો રસ
૧ ૧/૨ ટેબલસ્પૂન લીંબુનો રસ
૧/૨ ટીસ્પૂન રાઇનો પાવડર (બજારમાં તૈયાર મળતું)
૩/૪ ટેબલસ્પૂન મધ
૨ ટીસ્પૂન તાજું પીસેલું કાળા મરીનું પાવડર , સ્વાદાનુસાર
વિધિ
    Method
  1. બરફના ઠંડા પાણીમાં સલાડના પાન લગભગ ૧૦ મિનિટ સુધી પલાળી રાખ્યા બાદ પાણી કાઢી લો. આમ કરવાથી પાન થોડા કરકરા થશે.
  2. એક ઊંડા બાઉલમાં સલાડના પાન, નાસપાતી અને દાડમ મેળવી, સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.
  3. એક નાના નૉન-સ્ટીક પૅનમાં જેતૂનનું તેલ ગરમ કરી તેમાં દાડમનો રસ, લીંબુનો રસ, રાઇ પાવડર, મધ અને મરી પાવડર મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.
  4. આમ તૈયાર થયેલું હુંફાળું ડ્રેસિંગ સલાડ પર રેડી સારી રીતે મિક્સ કરી લો.
  5. તરત જ પીરસો.


Also View These Popular Recipes

REGISTER NOW If you are a new user.
Or Sign In here, if you are an existing member.

Login Name
Password

Forgot Login / Password?Click here

If your Gmail or Facebook email id is registered with Tarladalal.com, the accounts will be merged. If the respective id is not registered, a new Tarladalal.com account will be created.

Are you sure you want to delete this review ?

Click OK to sign out from tarladalal.
For security reasons (specially on shared computers), proceed to Google and sign out from your Google account.

Reviews