પાલક અને મેથીના મુઠીયા - Palak Methi Muthia


દ્વારા

5/5 stars  100% LIKED IT    2 REVIEWS ALL GOOD
Palak Methi Muthia - Read in English 
पालक मेथी मुठिया - हिन्दी में पढ़ें (Palak Methi Muthia in Hindi) 

Added to 194 cookbooks   This recipe has been viewed 7677 times

લિજ્જત, પૌષ્ટિક્તા અને દેખાવમાં પાલક અને મેથીના મુઠીયા મેદાન મારી જાય છે. પાલક અને મેથીની સોડમ એકબીજાનું સંતુલન કરી આ બાફેલા મુઠીયાને સ્વાદિષ્ટ બનાવે છે અને જે રાઇ અને તલના વઘારને કારણે વધુ સુગંધિત બને છે. પાલક અને મેથીના મુઠીયા જ્યારે પૌષ્ટિક લીલી ચટણી સાથે પીરસવામાં આવે છે ત્યારે એક લિજ્જતદાર નાસ્તો બને છે.

Add your private note

પાલક અને મેથીના મુઠીયા - Palak Methi Muthia recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય:     ૩ માત્રા માટે
મને બતાવો માત્રા માટે

સામગ્રી
૩ કપ સમારેલી પાલક
૧ ૧/૨ કપ ઝીણા સમારેલા મેથીના પાન
૧/૪ કપ ઘઉંનો લોટ
૧/૪ કપ સોયાનો લોટ
૨ ટેબલસ્પૂન રવો
૧ ટીસ્પૂન સાકર
૨ ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ
૧/૨ ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર
૨ ટીસ્પૂન ધાણા-જીરું પાવડર
૧/૪ ટીસ્પૂન હળદર
૧/૪ ટીસ્પૂન હીંગ
૨ ટીસ્પૂન તેલ
૧/૨ ટેબલસ્પૂન લીંબુનો રસ
મીઠું , સ્વાદાનુસાર

વઘાર માટે
૧ ટીસ્પૂન તેલ
૧/૨ ટીસ્પૂન રાઇ
૧/૨ ટીસ્પૂન તલ
ચપટીભર હીંગ

પીરસવા માટે
પૌષ્ટિક લીલી ચટણી
વિધિ
  Method
 1. એક ઊંડા બાઉલમાં બધી સામગ્રી ભેગી કરી, સારી રીતે મિક્સ કરી, એકદમ થોડું પાણી નાંખી, મસળીને નરમ કણિક બનાવો.
 2. કણિકના ૩ સરખા ભાગ પાડી, દરેક ભાગને ઘાટ આપી લગભગ ૧૨૫ મી. મીં. (૫”)ની લંબાઇ અને ૨૫ મી. મી. (૧”)ના વ્યાસનો નળાકાર રોલ બનાવો.
 3. ઉપર પ્રમાણે બનાવેલ રોલ્સને ચારણી પર મૂકી સ્ટીમરમાં ૧૦ મિનિટ અથવા ચાકુ તેમાં નાંખીને બહાર કાઢીએ અને તેને કઇં ચોટે નહીં ત્યાં સુધી બાફી લો.
 4. સ્ટીમરમાંથી બહાર કાઢી થોડું ઠંડું પડવા દો. પછી તેને કાપી ૨૫ મી. મી. (૧”)ના ટુકડા કરી બાજુ પર રાખો.
 5. વઘાર માટે, એક નૉન-સ્ટીક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં રાઇ ઉમેરો.
 6. જ્યારે દાણા તતડવા માંડે ત્યારે તેમાં તલ અને હીંગ ઉમેરી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
 7. હવે તેમાં મુઠીયા ઉમેરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ અથવા મુઠીયા આછા બ્રાઉન રંગના થાય ત્યાં સુધી સાંતળી લો. બાજુ પર રાખી ઠંડું પડવા દો.

કેવી રીતે ટિફિનમાં પૅક કરશો

  કેવી રીતે ટિફિનમાં પૅક કરશો
 1. હવાબંધ ટિફિનમાં પૌષ્ટિક લીલી ચટણી સાથે પૅક કરો.
Accompaniments

REGISTER NOW If you are a new user.
Or Sign In here, if you are an existing member.

Login Name
Password

Forgot Login / Passowrd?Click here

If your Gmail or Facebook email id is registered with Tarladalal.com, the accounts will be merged. If the respective id is not registered, a new Tarladalal.com account will be created.

Are you sure you want to delete this review ?

Click OK to sign out from tarladalal.
For security reasons (specially on shared computers), proceed to Google and sign out from your Google account.

Reviews

પાલક અને મેથીના મુઠીયા
5
 on 14 Mar 20 02:53 PM


Superb method for muthia
| Hide Replies
Tarla Dalal    Thanks for the feedback.
Reply
15 Mar 20 10:21 AM
પાલક અને મેથીના મુઠીયા
5
 on 01 Jul 16 04:57 PM


Muthias with a twist....combo of palak, methi and soya flour not only improves the taste but also helps in maintaining our health.