મકાઇ અને કોથમીરની પાનકી | Corn and Coriander Panki
તરલા દલાલ દ્વારા
Added to 24 cookbooks
This recipe has been viewed 5209 times
જ્યારે મકાઇની સીઝન હોય ત્યારે આ મકાઇ અને કોથમીરની પાનકી નાસ્તા માટેની મજેદાર વાનગી બનાવવા જેવી છે. કોથમીર અને લીલા મરચાંનું મિશ્રણ તેને વધુ સ્વાદીષ્ટ બનાવે છે. આ પાનકીને જ્યારે કેળાના પાનમાં વીટાળીને બનાવવામાં આવે છે ત્યારે એની ખુશ્બુ અકબંધ રહે છે. આ પાનકીને ગરમ ગરમ પીરસો.
Method- એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ સાથે ૨ ટેબલસ્પૂન પાણી મેળવી સારી રીતે મિક્સ કરી લો.
- કેળના પાનની એક બાજુ પર તેલ ચોપડીને તેને બાજુ પર રાખો.
- હવે એક કેળના પાનની તેલ ચોપડેલી બાજુ ઉપરની તરફ રાખી તેની પર ૨ ટેબલસ્પૂન જેટલું ખીરૂ સરખી રીતે પાથરી લો.
- તેની પર બીજો એક તેલ ચોપડેલો કેળનો પાન ઉંધો મૂકી સારી રીતે હલકા હાથે દબાવી લો.
- એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર આ તૈયાર કરેલી પાનકી મૂકીને કેળાના પાન બન્ને બાજુએથી હલકા બ્રાઉન ધાબા થાય અને પાનકી પાનથી છુટી પડે ત્યાં સુધી શેકી લો.
- રીત ક્રમાંક ૩ થી ૫ પ્રમાણે બાકીની પાનકી તૈયાર કરી લો.
- લીલી ચટણી સાથે તરત જ પીરસો.
હાથવગી સલાહ:- તવા પર તમે ૨ થી ૩ પાનકી એક સાથે શેકી શકો છો.
Other Related Recipes
મકાઇ અને કોથમીરની પાનકી has not been reviewed
1 FAVOURABLE REVIEW
The most Helpful Favourable review
Reviewed By
Payal Parikh 86,
August 14, 2014
Pankis are a favourite of my husband so I love trying variations...this variation of corn and coriander taste really very nice..
See more favourable reviews...
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe