ચણાદાળ અને નાળિયેરની પૂરણપોળી | Coconut Puran Poli, Naariyal Puran Poli
તરલા દલાલ દ્વારા
Added to 34 cookbooks
This recipe has been viewed 7412 times
પૂરણપોળી એક પાંરપારીક વાનગી છે જે ભારતના અલગ-અલગ રાજ્યમાં અલગ-અલગ રીતે બનાવવામાં આવે છે. આમતો પૂરણપોળી ચણાની દાળ અને નાળિયેરના મિશ્રણ વડે બનાવવામાં આવે છે જેમાં ગોળનો ઉમેરો તેને મીઠાસ આપે છે જ્યારે એલચી પાવડર તેને સ્વાદિષ્ટ બનાવે છે. આમ તો આ પૂરણપોળી તહેવારના દિવસોમાં બનાવવામાં આવે છે, પણ જ્યારે તમને કંઈ ખાસ બનાવવાની ઇચ્છા થાય ત્યારે પણ તે બનાવી શકો છો.
કણિક માટે- એક બાઉલમાં મેંદો અને ઘી મેળવી તેમાં જરૂરી પાણી મેળવી નરમ કણિક તૈયાર કરો.
- આ કણિકને ઢાંકીને ૧૫ મિનિટ માટે બાજુ પર રાખો.
પૂરણ માટે- ચણાની દાળને જરૂરી ગરમ પાણીમાં ૨ થી ૩ કલાક પલાળી રાખો.
- તે પછી તેને નીતારી, તેમાં ૧ કપ પાણી મેળવી પ્રેશર કુકરની ૨ સીટી સુધી બાફી લો.
- કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળ નીકળી જવા દો.
- દાળ જ્યારે ઠંડી થાય તે પછી તેમાં ગોળ મેળવી તેને મિક્સરમાં ફેરવી સુંવાળું મિશ્રણ તૈયાર કરો.
- આમ તૈયાર થયેલા મિશ્રણને માઇક્રોવેવ પ્રુફ પ્લેટમાં કાઢી તેમાં નાળિયેર, એલચી પાવડર અને જાયફળ પાવડર મેળવી સારી રીતે મિક્સ કરી લો. તેને સરખી રીતે પાથરી માઇક્રોવેવમાં ઉંચા તાપ પર ૪ મિનિટ સુધી વચ્ચે દર એક મિનિટે હલાવતા રહી રાંધી લો.
- આમ તૈયાર થયેલા પૂરણના ૬ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.
આગળની રીત- કણિકના દરેક ભાગને ૧૨૫ મી. મી. (૫”)ના ગોળાકારમાં મેંદાના લોટની મદદથી વણી લો.
- પૂરણનો એક ભાગ તેની મધ્યમાં મૂકી રોટીની બધી બાજુઓ ભેગી કરી, હલકી રીતે દબાવી ફરી તેને ૧૫૦ મી. મી. (૬”)ના ગોળાકારમાં મેંદાના લોટની મદદથી વણી લો.
- એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર પૂરણપોળીની બન્ને બાજુઓ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી રાંધી લો.
- દરેક પૂરણપોળી પર થોડું ઘી ચોપડીને તરત જ પીરસો.
Other Related Recipes
ચણાદાળ અને નાળિયેરની પૂરણપોળી has not been reviewed
1 FAVOURABLE REVIEW
The most Helpful Favourable review
Reviewed By
Foodsie,
March 28, 2014
I have made Puranpoli at many occasions... No matter how promising my personal recipe is... I found this method to be more quick and easy... and also the variation by adding coconut made it even more interesting...
See more favourable reviews...
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe