વેજીટેબલ કાલવન ની રેસીપી - Vegetable Kalvan, Maharashtrian Healthy Sabzi


દ્વારા


Added to 29 cookbooks   This recipe has been viewed 427 times

કાલવનની એક ખાસિયત છે કે તે ઘર જેવી ખાસ વાનગી ગણી શકાય એવી છે, જે મહારાષ્ટ્રીયન લોકોની તો કોઇ પણ સમયે બનાવી શકાય એવી મનગમતી વાનગી છે.

વેજીટેબલ કાલવનમાં અનેક જાતની શાકભાજી મેળવીને દૂધ સાથે રાંધવામાં આવે છે અને તેમાં શેકેલા નાળિયેર અને મસાલાની પેસ્ટ ઉમેરવામાં આવે છે. શકેલા નાળિયરના મસાલાની પેસ્ટ સુગંધ આપે છે અને તે ઉપરાંત આ કાલવન એક વિશિષ્ટ સ્વાદ પણ આપે છે.

ઘઉંની રોટલી સાથે જ્યારે તમે જમણમાં આ કાલવન પીરસો ત્યારે તમને જરૂર આનંદનો અહેસાસ થશે.

Add your private note

Vegetable Kalvan, Maharashtrian Healthy Sabzi recipe - How to make Vegetable Kalvan, Maharashtrian Healthy Sabzi in gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય:     ૪ सर्विंग માત્રા માટે
મને બતાવો માત્રા માટે

સામગ્રી

વેજીટેબલ કાલવન ની રેસીપી બનાવવા માટે
૧ કપ સમારીને બાફેલા મિક્સ શાક (ગાજર , ફણસી , લીલા વટાણા વગેરે)
૨ ૧/૨ ટીસ્પૂન તેલ
કડીપત્તાં
૧ કપ સ્લાઈસ કરેલા કાંદા
૧ ટેબલસ્પૂન ઝીણું સમારેલું આદૂ
૧ ટેબલસ્પૂન ઝીણું સમારેલું લસણ
૧ ટેબલસ્પૂન ખમણેલું નાળિયેર
૧ કપ ઝીણા સમારેલા ટમેટા
૧/૪ ટીસ્પૂન હળદર
૨ ટીસ્પૂન મરચાં પાવડર
મીઠું
૧/૨ ટીસ્પૂન જીરૂ
૧/૪ ટીસ્પૂન હીંગ
૧/૪ કપ દૂધ
વિધિ
    Method
  1. વેજીટેબલ કાલવન ની રેસીપી બનાવવા માટે, એક ઊંડા નૉન-સ્ટીક પનમાં ૨ ટીસ્પૂન તેલ ગરમ કરી તેમાં કડીપત્તાં, કાંદા, આદૂ અને લસણ ઉમેરી મધ્યમ તાપ પર ૩ મિનિટ સુધી સાંતળી લો.
  2. તે પછી તેમાં નાળિયેર ઉમેરી વધુ ૧ મિનિટ સુધી સાંતળો લો.
  3. તે પછી તેમાં ટમેટા, હળદર, મરચાં પાવડર અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વચ્ચે-વચ્ચે હલાવતા રહી ૩ મિનિટ સુધી રાંધી લો.
  4. આ મિશ્રણને સંપૂર્ણ ઠંડું થવા દો, તે પછી તેને મિક્સરમાં ફેરવી સુંવાળી પેસ્ટ તૈયાર કરી બાજુ પર રાખો.
  5. હવે બાકી રહેલું ½ ટીસ્પૂન તેલ એક ઊંડા નૉન-સ્ટીક પનમાં ઉમેરી તેમાં જીરૂ અને હીંગ મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
  6. તે પછી તેમાં તૈયાર કરેલી પેસ્ટ ઉમેરી મધ્યમ તાપ પર ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  7. તે પછી તેમાં દૂધ, મીઠું અને ૧ કપ પાણી ઉમેરી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૫ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  8. છેલ્લે તેમાં શાકભાજી ઉમેરી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  9. ગરમ ગરમ પીરસો.


REGISTER NOW If you are a new user.
Or Sign In here, if you are an existing member.

Login Name
Password

Forgot Login / Passowrd?Click here

If your Gmail or Facebook email id is registered with Tarladalal.com, the accounts will be merged. If the respective id is not registered, a new Tarladalal.com account will be created.

Are you sure you want to delete this review ?

Click OK to sign out from tarladalal.
For security reasons (specially on shared computers), proceed to Google and sign out from your Google account.

Reviews