વેજ સ્ટફ્ડ ફ્રેન્ચ બ્રેડ ની રેસીપી - Veg Stuffed French Bread


દ્વારા

Veg Stuffed French Bread - Read in English 

Added to 153 cookbooks   This recipe has been viewed 545 times

રાતના જમણમાં સૂપ સાથે અથવા સ્ટાર્ટર તરીકે આ વેજ સ્ટફ્ડ ફ્રેન્ચ બ્રેડ પીરસવામાં આવે છે, આ ઉપરાંત આ બ્રેડ સાંજના નાસ્તામાં ચા સાથે પણ આનંદદાઇ ગણાય એવા છે. નરમ અને તાજા આ બૅગેટ બ્રેડને કોર્ન તથા રંગીન સિમલા મરચાંના મલાઇદાર મિશ્રણ તથા મસાલાવાળા મિક્સ હર્બ અને બીજી સામગ્રી વડે ભરીને બેક કરવામાં આવ્યું છે. માખણની નરમાશ અને સફેદ સૉસ તથા ઢગલાબંધ શાકભાજી સાથે પીગળેલું ચીઝ જેવી વસ્તુઓના પૂરણથી આ ફ્રેન્ચ બ્રેડ ખરેખર એવું સ્વાદિષ્ટ તૈયાર થાય છે કે તેની ગણતરી એક મજેદાર ભોજનમાં કરી શકાય. આ વાનગીમાં તમે મરચાંની તીખાશ વધુ કે ઓછી કરવા ચીલી ફ્લેક્સનાં પ્રમાણને ઓછુંવત્તું કરી શકો છો.

Add your private note

Veg Stuffed French Bread recipe - How to make Veg Stuffed French Bread in gujarati

તૈયારીનો સમય:    બેકિંગનું તાપમાન:  ૧૮૦˚ સે (૩૬૦˚ ફે)   બેકિંગનો સમય:  ૧૦ મિનિટ   બનાવવાનો સમય:    કુલ સમય:     ૨ માત્રા માટે

સામગ્રી

વેજ સ્ટફ્ડ ફ્રેન્ચ બ્રેડ ની રેસીપી બનાવવા માટે
૧ બૅગેટ
૧/૪ ટીસ્પૂન માખણ , ચોપડવા માટે

મિશ્રણ માટે
૧ ૧/૨ કપ સમારેલા રંગીન સિમલા મરચાં
૧/૨ કપ બાફેલા મીઠી મકાઇના દાણા
૧/૨ ટેબલસ્પૂન માખણ
૧/૨ ટેબલસ્પૂન ઝીણું સમારેલું લસણ
૧/૪ કપ ઝીણા સમારેલા કાંદા
૧ કપ સફેદ સૉસ
૫ ટેબલસ્પૂન ખમણેલું પ્રોસેસ્ડ ચીઝ
૧ ટીસ્પૂન સૂકા લાલ મરચાંના ફ્લેક્સ્
૧/૨ ટીસ્પૂન મિક્સ સૂકા હર્બસ્
મીઠું અને મરી , સ્વાદાનુસાર

ટોપીંગ માટે
૧/૪ કપ ખમણેલું પ્રોસેસ્ડ ચીઝ
વિધિ
મિશ્રણ માટે

    મિશ્રણ માટે
  1. એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં માખણ ગરમ કરી તેમાં લસણ અને કાંદા મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
  2. તે પછી તેમાં રંગીન સિમલા મરચાં અને મકાઇના દાણા મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  3. તે પછી તેમા સફેદ સૉસ, ખમણેલું ચીઝ, લાલ મરચાંના ફ્લેક્સ્, મિક્સ હર્બસ્, મીઠું અને મરી મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી રાંધી લીધા પછી બાજુ પર રાખો.

બનાવવા માટે આગળની રીત

    બનાવવા માટે આગળની રીત
  1. બૅગેટને એક સાફ સૂકી જગ્યા પર રાખી ઉપરથી તેમાં એક લાંબો ચીરો પાડી લો. તમારી આંગળીઓ વડે બ્રેડની મધ્યમાં સ્કુપ કરી લો જેથી વચમાં એક નાનો ખાડો બને. આમ સ્કુપ કરેલા બ્રેડને કાઢી નાખો.
  2. તૈયાર કરેલા મિશ્રણ વડે બૅગેટ ભરી લો.
  3. આમ તૈયાર કરેલા બૅગેટને ગ્રીઝ કરેલી બેકીંગ ટ્રે પર મૂકી તેની પર પ્રોસેસ્ડ ચીઝ સરખી રીતે છાંટી લો.
  4. આગળથી ગરમ કરેલા ઑવનમાં બૅગેટને ૧૮૦˚ સે (૩૬૦˚ ફે) તાપમાન પર ૫ મિનિટ સુધી બેક કરી લો.
  5. તરત જ પીરસો.
Accompaniments

REGISTER NOW If you are a new user.
Or Sign In here, if you are an existing member.

Login Name
Password

Forgot Login / Passowrd?Click here

If your Gmail or Facebook email id is registered with Tarladalal.com, the accounts will be merged. If the respective id is not registered, a new Tarladalal.com account will be created.

Are you sure you want to delete this review ?

Click OK to sign out from tarladalal.
For security reasons (specially on shared computers), proceed to Google and sign out from your Google account.

Reviews