લાલ ગ્રેવીમાં પાલકના કોફ્તા - Spinach Koftas in Red Gravy


દ્વારા

Spinach Koftas in Red Gravy - Read in English 
स्पिनॅच कोफ्तास् इन रेड ग्रेवी - हिन्दी में पढ़ें (Spinach Koftas in Red Gravy in Hindi) 

Added to 70 cookbooks   This recipe has been viewed 2046 times

આ વાનગીમાં બનાવવામાં આવેલા કોફ્તામાં પાલકનો ઉમેરો તેને પૌષ્ટિક બનાવે છે, જ્યારે પનીરનો ઉમરો તેને વધુ સ્વાદિષ્ટ બનાવે છે. ટમેટાવાળી ગ્રેવીમાં ઉમેરવામાં આવેલા નાળિયેર અને કાંદાની સાથે વિવિધ મસાલા જેવા કે ચારોલી, જીરૂ, ખસખસ અને આખા ધાણાના સરવાળાથી બનતી આ લાલ ગ્રેવીમાં પાલકના કોફ્તાની ભાજી ખૂબ જ રંગીન અને આકર્ષક બને છે. અહીં ખાસ યાદ રાખવું કે ગ્રેવીમાં કોફ્તા પીરસવાના થોડા સમય પહેલા જ ઉમેરવા. લાલ ગ્રેવીમાં પાલકના કોફ્તા નાન અથવા પરોઠા સાથે પિરસવુ.

Add your private note

Spinach Koftas in Red Gravy recipe - How to make Spinach Koftas in Red Gravy in gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય:     ૪ માત્રા માટે
મને બતાવો માત્રા માટે

સામગ્રી

પાલકના કોફ્તા માટે
૪ ૧/૨ કપ સમારેલી પાલક
બ્રેડની સ્લાઇસ
૧/૨ કપ ભુક્કો કરેલું પનીર
૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
૧/૨ ટેબલસ્પૂન શેકેલો ચણાનો લોટ
૧ ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ
મીઠું , સ્વાદાનુસાર
તેલ , તળવા માટે

પીસીને સુંવાળી પેસ્ટ તૈયાર કરવા માટે (થોડું પાણી મેળવીને)
૧/૨ કપ મોટા સમારેલા કાંદા
૨ ટેબલસ્પૂન તાજું ખમણેલું નાળિયેર
લસણની કળી
લીલા મરચાં , ઝીણા સમારેલા
આખા સૂકા કાશ્મીરી લાલ મરચાં , ટુકડા કરેલા
૨ ટીસ્પૂન આખા ધાણા
૧ ટીસ્પૂન જીરૂ
૨ ટેબલસ્પૂન ચારોલી
૨ ટીસ્પૂન ખસખસ
૨૫ મિલીમીટર (૧”) નો આદુનો ટુકડો
૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર

ગ્રેવી માટે
મોટા ટમેટા , દરેકના ૮ ટુકડા કરેલા
૧ ટીસ્પૂન મરચાં પાવડર
૨ ટેબલસ્પૂન તેલ
૧ ટીસ્પૂન સાકર
મીઠું , સ્વાદાનુસાર
૨ ટેબલસ્પૂન તાજું ક્રીમ
વિધિ
કોફ્તા માટે

    કોફ્તા માટે
  1. એક વાસણમાં સરખી માત્રામાં પાણી ઉકાળી, તેમાં પાલક નાંખીને તેને મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી બાફીને નીતારી લો. પછી ઠંડા પાણી વડે તાજી કરી ફરી નીતારીને બાજુ પર રાખો.
  2. બ્રેડની સ્લાઇસની કીનારીઓ કાપી સ્લાઇસને મસળી લો.
  3. એક બાઉલમાં બાકી રહેલી બધી વસ્તુઓની સાથે પાલક અને મસળેલા બ્રેડનું મિશ્રણ મેળવી સારી રીતે મિક્સ કરી લો.
  4. આ મિશ્રણના ૨૦ સરખા ભાગ પાડી દરેક ભાગને વાળીને નાના ગોળ કોફ્તા તૈયાર કરો.
  5. એક નૉન-સ્ટીક કઢાઇમાં તેલ ગરમ કરી, તેમાં એક સમયે થોડા-થોડા કોફ્તા નાંખી, કોફ્તા બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. તે પછી કોફ્તાને ટીશ્યુ પેપર પર નીતારીને, બાજુ પર રાખો.

ગ્રેવી માટે

    ગ્રેવી માટે
  1. એક વાસણમાં ૩ કપ પાણી ઉકાળી, તેમાં ટમેટા મેળવી મધ્યમ તાપ પર ૮ થી ૧૦ મિનિટ સુધી અથવા ટમેટા નરમ થાય ત્યાં સુધી રાંધી લો.
  2. તેને સહેજ ઠંડા પાડ્યા પછી મિક્સરમાં ફેરવી સુંવાળું પલ્પ તૈયાર કરી બાજુ પર રાખો.
  3. એક કઢાઇમાં તેલ ગરમ કરી, તેમાં તૈયાર કરેલી પેસ્ટ મેળવી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી સાંતળી લો.
  4. તે પછી તેમાં મરચાં પાવડર, ટમેટાનું પલ્પ, સાકર અને મીઠું મેળવી મધ્યમ તાપ પર ૩ થી ૪ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  5. છેલ્લે તેમાં ક્રીમ મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ ૧ મિનિટ સુધી રાંધી બાજુ પર રાખો.

આગળની રીત

    આગળની રીત
  1. પીરસતા પહેલા, ગ્રેવીને ફરી સરખી રીતે ગરમ કરી લો.
  2. તેમાં કોફ્તા ઉમેરી, હળવેથી મિક્સ કરી ધીમા તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી રાંધી લો.
  3. ગરમ ગરમ પીરસો.


REGISTER NOW If you are a new user.
Or Sign In here, if you are an existing member.

Login Name
Password

Forgot Login / Passowrd?Click here

If your Gmail or Facebook email id is registered with Tarladalal.com, the accounts will be merged. If the respective id is not registered, a new Tarladalal.com account will be created.

Are you sure you want to delete this review ?

Click OK to sign out from tarladalal.
For security reasons (specially on shared computers), proceed to Google and sign out from your Google account.

Reviews