સોયા મટરની સબ્જી - Soya Mutter ki Subzi ( Roz ka Khana)


દ્વારા

5/5 stars  100% LIKED IT    1 REVIEW ALL GOOD

Added to 1940 cookbooks   This recipe has been viewed 1466 times

આ સોયા મટરની સબ્જીમાં સોયા ચંક્સ્ અને રસદાર વટાણાનું સંયોજન છે જેને ખાટ્ટા દહીંની ગ્રેવીમાં ઉકાળવામાં આવ્યા છે. અહીં દહીં અને ચણાના લોટનું મિશ્રણ આ સબ્જીને કઢી જેવો સ્વાદ આપે છે તો બીજી બાજુ કાંદા, ટમેટા અને વિવિધ મસાલાનું મિશ્રણ તેને સહજ ઘટ્ટતા આપી વધુ રુચિકાર બનાવે છે. એક વખત આ ભાજી બનાવી જુઓ તો તમને અનુભવ થશે કે સોયા વડે બનતી ભાજીઓનો પણ તમારી પસંદગીની યાદીમાં સમાવેશ કરવો જરૂરી બનશે.

Add your private note

Soya Mutter ki Subzi ( Roz ka Khana) recipe - How to make Soya Mutter ki Subzi ( Roz ka Khana) in gujarati

તૈયારીનો સમય:    પલાળવાવાનો સમય:  ૧૦ મિનિટ   બનાવવાનો સમય:    કુલ સમય:     ૪ માત્રા માટે
મને બતાવો માત્રા માટે

સામગ્રી
૧/૨ કપ સોયા ચંક્સ્
૧/૨ કપ બાફેલા લીલા વટાણા
૧/૪ કપ દહીં
૨ ટીસ્પૂન ચણાનો લોટ
૨ ટેબલસ્પૂન દૂધ
૨ ટેબલસ્પૂન તેલ
૧/૨ ટીસ્પૂન જીરૂ
એક ચપટીભરહીંગ
૧ ટીસ્પૂન આદૂ-લીલા મરચાંની પેસ્ટ
૧/૨ ટીસ્પૂન લસણની પેસ્ટ
૧ કપ ઝીણા સમારેલા કાંદા
૧ કપ ઝીણા સમારેલા ટમેટા
૧/૪ ટીસ્પૂન હળદર
૧/૨ ટીસ્પૂન મરચાં પાવડર
૧/૨ ટીસ્પૂન ધાણા-જીરા પાવડર
૧/૨ ટીસ્પૂન સાકર
મીઠું , સ્વાદાનુસાર
વિધિ
    Method
  1. એક બાઉલમાં સોયા ચંક્સ્, મીઠું અને ૧ કપ ગરમ પાણી મેળવીને પલાળવા માટે ૧૦ મિનિટ સુધી બાજુ પર રાખો. તે પછી સોયા ચંક્સ્ ને દબાવીને તેમાંથી પાણી કાઢી લીધા પછી બાજુ પર રાખો.
  2. એક ઊંડા બાઉલમાં દહીં, ચણાનો લોટ, દૂધ અને ૩/૪ કપ પાણી મેળવીને તેને સારી રીતે વલોવી લો જેથી તેમાં ગઠોડા ન રહે. તે પછી તેને બાજુ પર રાખો.
  3. એક નૉન-સ્ટીક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં જીરૂ નાંખો.
  4. જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં હીંગ, આદૂ-લીલા મરચાંની પેસ્ટ, લસણની પેસ્ટ અને કાંદા મેળવી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.
  5. તે પછી તેમાં ટમેટા, હળદર, મરચાં પાવડર અને ધાણા-જીરૂ પાવડર મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી, વચ્ચે-વચ્ચે હલાવતા રહી, રાંધી લો.
  6. હવે તાપને ધીમું કરી તેમાં જેરી લીધેલું દહીંનું મિશ્રણ અને ૧/૨ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી ધીમા તાપ પર વધુ ૧ મિનિટ સતત હલાવતા રહી રાંધી લો.
  7. છેલ્લે તેમાં સોયા ચંક્સ્, લીલા વટાણા, સાકર અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી ધીમા તાપ પર ૧ મિનિટ સુધી વચ્ચે એક વખત હલાવીને રાંધી લો.
  8. તરત જ પીરસો.
  9. હાથવગી સલાહ: એક વખત સોયા ચંક્સ્ પલાળયા પછી નીતારીને સારી રીતે દબાવી લીધા પછી રીત ક્રમાંક ૧ પ્રમાણે તેનો તરત જ સબ્જીમાં ઉપયોગ કરવો, નહિ તો જો સોયા ચંક્સ્ વધુ સમય રહેશે તો તુટી જવાની શક્યતા છે.
Accompaniments

REGISTER NOW If you are a new user.
Or Sign In here, if you are an existing member.

Login Name
Password

Forgot Login / Passowrd?Click here

If your Gmail or Facebook email id is registered with Tarladalal.com, the accounts will be merged. If the respective id is not registered, a new Tarladalal.com account will be created.

Are you sure you want to delete this review ?

Click OK to sign out from tarladalal.
For security reasons (specially on shared computers), proceed to Google and sign out from your Google account.

Reviews

સોયા મટરની સબ્જી
5
 on 24 Aug 17 12:17 PM


liked very much