સાબુદાણા વડા, ફરાળી વાનગી - Sabudana Vada ( Faraal Recipe)


દ્વારા

Sabudana Vada ( Faraal Recipe) - Read in English 
साबूदाना वड़ा - हिन्दी में पढ़ें (Sabudana Vada ( Faraal Recipe) in Hindi) 

Added to 148 cookbooks   This recipe has been viewed 1894 times

આ પ્રખ્યાત ફરાળી વાનગી મહારાષ્ટ્રીયન રાંધણકળાની અતિ પ્રચલિત વાનગી છે. તે ઓછા સમયમાં તૈયાર કરી ઝટપટ નાસ્તા તરીકે કે પછી સંપૂર્ણ ભોજન તરીકે દહીં અને ચટણી સાથે પીરસી શકાય છે.

સાબુદાણાની ખીચડી પણ અત્યંત સ્વાદિષ્ટ વાનગી છે જે તમને ઉપવાસ જરૂર અજમાવા જેવી છે.

Add your private note

Sabudana Vada ( Faraal Recipe) recipe - How to make Sabudana Vada ( Faraal Recipe) in gujarati

તૈયારીનો સમય:    પલાળવાનો સમય:  ૪ કલાક   બનાવવાનો સમય:    કુલ સમય:     ૮ सर्विंग વડા માટે
મને બતાવો વડા માટે

સામગ્રી
૧/૨ કપ સાબુદાણા
૧ કપ બાફી , છોલીને મસળી લીધેલા બટાટા
૧/૩ કપ શેકેલી મગફળી , હલકો ભુક્કો કરેલી
૧/૨ ટીસ્પૂન જીરૂ
૧ ટીસ્પૂન ખમણેલું આદૂ
૧ ૧/૨ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
૧/૨ ટીસ્પૂન લીંબુનો રસ , મરજિયાત
સાકર , મરજિયાત
મીઠું , સ્વાદાનુસાર
તેલ , તળવા માટે

પીરસવા માટે
લીલી ચટણી
તાજા દહીંમાં ૩ ટેબલસ્પૂન પીસેલી સાકર મેળવેલી
વિધિ
    Method
  1. સાબુદાણા સાફ કરી, ધોઇને આશરે ૧/૩ કપ પાણીમાં લગભગ ૪ થી ૫ કલાક અથવા બધુ પાણી સાબુદાણામાં શોષાઇને સાબુદાણા ફુલી જાય ત્યાં સુધી પલાળી રાખો.
  2. તે પછી તેમાં બાકી રહેલી વસ્તુઓ મેળવીને સારી રીતે મિક્સ કરી લો.
  3. આ મિશ્રણના ૮ સરખા ભાગ પાડી, દરેક ભાગને ૭૫ મી. મી. (૩”)ના ગોળ ચપટો આકાર આપી વડા બનાવી બાજુ પર રાખો.
  4. એક ઊંડી કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં મધ્યમ તાપ પર વડા બન્ને બાજુએથી હલકા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળીને સૂકા થવા ટીશ્યુ પેપર પર કાઢી લો.
  5. લીલી ચટણી અને મીઠા દહીં સાથે ગરમ-ગરમ પીરસો.


RECIPE SOURCE : Faraal Recipes-GujaratiBuy this cookbook

REGISTER NOW If you are a new user.
Or Sign In here, if you are an existing member.

Login Name
Password

Forgot Login / Passowrd?Click here

If your Gmail or Facebook email id is registered with Tarladalal.com, the accounts will be merged. If the respective id is not registered, a new Tarladalal.com account will be created.

Are you sure you want to delete this review ?

Click OK to sign out from tarladalal.
For security reasons (specially on shared computers), proceed to Google and sign out from your Google account.

Reviews