રાઇસ ઍન્ડ વેજીટેબલ ચીલા - Rice and Vegetable Chila


દ્વારા

Rice and Vegetable Chila - Read in English 
राईस एण्ड वेजिटेबल चिला - हिन्दी में पढ़ें (Rice and Vegetable Chila in Hindi) 

Added to 297 cookbooks   This recipe has been viewed 2213 times

ઘણીવાર, પ્રસિદ્ધ વાનગીઓને બનાવવાની નિયમિત સામગ્રીમાં થોડા ફેરફાર કરવાથી અથવા અલગ જાતના શાક ઉમેરવાથી, તદ્દન અલગ અને અનેરી વાનગી બને છે. અહીં, પારંપરિક ચીલામાં છાસ અને કોબી ઉમેરી, તેને અલગ સ્વાદ આપવામાં આવ્યો છે. આ વાનગીમાં રવો અને અડદની દાળ, ચોખાને કારણે રહેલી ભીનાશ ઓછી કરી, ચીલાને કરકરો બનાવે છે. જ્યારે તમે રાઇસ ઍન્ડ વેજીટેબલ ચીલાને તવા પર શેકશો ત્યારે તેમાં રહેલી કોથમીર અને લીલા મરચાંની સુગંધ, આખા ઘરમાં પ્રસરી જશે.

Add your private note

Rice and Vegetable Chila recipe - How to make Rice and Vegetable Chila in gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય:     ૧૫ ચીલા માટે
મને બતાવો ચીલા માટે

સામગ્રી
૧ કપ રાંધેલા ચોખા , હળવેથી મસળેલા
૩ ટેબલસ્પૂન રવો
૧/૪ કપ અડદની દાળનો લોટ
૧/૪ કપ ખમણેલી કોબી
૧/૪ કપ ખમણેલું ગાજર
૧ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
૨ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
૧/૨ ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર
૧ કપ ઘટ્ટ છાસ
મીઠું , સ્વાદાનુસાર
તેલ, ચોપડવા અને શેકવા માટે

પીરસવા માટે
લીલી ચટણી
વિધિ
    Method
  1. એક બાઉલમાં બધી સામગ્રી ભેગી કરી, સારી રીતે મિક્સ કરી, ૧૦ મિનિટ સુધી બાજુ પર રાખો.
  2. એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી, થોડુ તેલ ચોપડી, ઉપર બનાવેલ મિશ્રણ થોડું રેડી, તેને ચમાચા વડે ફેલાવીને ૫૦ મી. મી. (૨”) વ્યાસનો ગોળાકાર બનાવો.
  3. થોડા તેલની મદદથી ચીલાની બન્ને બાજુઓ ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે શેકી લો.
  4. બચેલા મિશ્રણ વડે બાકીના ૧૪ ચીલા બનાવી લો.
  5. લીલી ચટણી સાથે ગરમ-ગરમ પીરસો.
  6. હાથવગી સલાહ: તમે એક સાથે, તવા પર ૫ થી ૬ ચીલા બનાવી શકો છો અથવા તમે મિની ઉત્તપા પૅન પણ વાપરી શકો છો.
Accompaniments

REGISTER NOW If you are a new user.
Or Sign In here, if you are an existing member.

Login Name
Password

Forgot Login / Passowrd?Click here

If your Gmail or Facebook email id is registered with Tarladalal.com, the accounts will be merged. If the respective id is not registered, a new Tarladalal.com account will be created.

Are you sure you want to delete this review ?

Click OK to sign out from tarladalal.
For security reasons (specially on shared computers), proceed to Google and sign out from your Google account.

Reviews