રાગીનો ઉપમા ની રેસીપી - Ragi Upma ( Iron Rich)


દ્વારા


Added to 55 cookbooks   This recipe has been viewed 271 times

નાસ્તાની વાનગીમાં પૌષ્ટિક તથા ઝટપટ તૈયાર થાય એવી વાનગીમાં રાગીનો ઉપમા એક એવી વાનગી છે જેમાં ફાઇબર અને લોહતત્વ હોવાથી તે એક અતિ પૌષ્ટિક ડીશ ગણી શકાય.

જો કે આ રાગીનો ઉપમા દેખાવમાં બહુ આકર્ષક નથી, પણ પૌષ્ટિકતામાં અતિ ઉચ્ચ હોવાથી એક વખત તો જરૂરથી બનાવીને અજમાવી શકાય એવી વાનગી છે. અહીં યાદ રાખવું કે ઉપમા તૈયાર થઇ જાય કે તરત જ પીરસવું, નહીં તો તે પાછળથી લોંદા જેવું બની જશે.

Add your private note

Ragi Upma ( Iron Rich) recipe - How to make Ragi Upma ( Iron Rich) in gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય:     ૪ सर्विंग માત્રા માટે
મને બતાવો માત્રા માટે

સામગ્રી

રાગીનો ઉપમા ની રેસીપી બનાવવા માટે
૧ કપ રાગી (નાચની) નો લોટ
૧/૨ કપ રવો
૨ ટીસ્પૂન તેલ
૧ ટીસ્પૂન રાઇ
એક ચપટીભર હીંગ
૨ to ૩ કડી પત્તા
૨ ૧/૨ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
૧/૪ કપ ઝીણા સમારેલા કાંદા
૧/૨ કપ ઝીણા સમારેલા ગાજર
મીઠું , સ્વાદાનુસાર
૧/૪ કપ ઝીણી સમારેલી કોથમીર
વિધિ
    Method

રાગીનો ઉપમા ની રેસીપી બનાવવા માટે

    રાગીનો ઉપમા ની રેસીપી બનાવવા માટે
  1. રાગીનો ઉપમા{ બનાવવા માટે, એક પહોળી નૉન-સ્ટીક કઢાઇમાં રાગીનો લોટ અને રવો મેળવી મધ્યમ તાપ પર ૪ થી ૫ મિનિટ સુધી અથવા તે હલકા લાલશ પડતા રંગનું થાય ત્યાં સુધી સતત હલાવતા રહી શેકી લીધા પછી બાજુ પર રાખો.
  2. એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં રાઇ મેળવો.
  3. જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં તેમાં હીંગ, કડી પત્તા, લીલા મરચાં અને કાંદા મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
  4. તે પછી તેમાં ગાજર મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
  5. તે પછી તેમાં શેકેલા રાગી-રવાનો લોટ મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
  6. હવે તેમાં ૪ કપ ગરમ પાણી મેળવી ધીમા તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી અથવા તેમાં રહેલું પાણી શોષાઇ જાય ત્યાં સુધી સતત હલાવતા રહી રાંધી લો.
  7. છેલ્લે તેમાં કોથમીર મેળવી સારી રીતે મિક્સ કરીને ૨ થી ૩ મિનિટ માટે ઢાંકીને બાજુ પર રાખો.
  8. રાગીનો ઉપમા ગરમ-ગરમ પીરસો.
Accompaniments

RECIPE SOURCE : Top 10 Healthy FoodsBuy this cookbook

REGISTER NOW If you are a new user.
Or Sign In here, if you are an existing member.

Login Name
Password

Forgot Login / Passowrd?Click here

If your Gmail or Facebook email id is registered with Tarladalal.com, the accounts will be merged. If the respective id is not registered, a new Tarladalal.com account will be created.

Are you sure you want to delete this review ?

Click OK to sign out from tarladalal.
For security reasons (specially on shared computers), proceed to Google and sign out from your Google account.

Reviews