પનીર ભુરજી પાનીની ની રેસીપી - Paneer Bhurji Panini, Cottage Cheese Panini


દ્વારા

पनीर-भूरजी पानिनी - हिन्दी में पढ़ें (Paneer Bhurji Panini, Cottage Cheese Panini in Hindi) 

Added to 23 cookbooks   This recipe has been viewed 1724 times

પાનીની એક અતિ સુંદર ઇટાલીયન વાનગી છે, પણ તે આપણી ભારતીય વાનગીમાં પણ આસાની થી ભળી જાય એવી બને છે.

પાનીની એક ખાસ પ્રકારના ગ્રીલ્ડ સેન્ડવીચ જેવી જ વાનગી છે પણ તેમાં સ્લાઇસ બ્રેડના બદલે અલગ પ્રકારના વિવિધ બ્રેડ જેવા કે બૅગેટ (baguette) કે સીબાટા (ciabatta)નો ઉપયોગ થાય છે. પણ જો તમને એવા વિલાયતી બ્રેડ ન મળે, તો તેના બદલે તમે હૉટ ડૉગ રોલ વડે પણ આ પાનીની તૈયાર કરી શકો છો.

આ વાનગીમાં પનીર ભુરજીનો વપરાશ થયો છે એટલે તેને ભારતીય સ્પર્શ મળે છે. અહીં ખમણેલા પનીરની સાથે જીભને તમતમતો સ્વાદ આપતા મસાલા પાવડર જેવા કે ગરમ મસાલો અને પાંવભાજી મસાલો ઉમેરવાથી આ પનીર ભુરજી પાનીની એક અત્યંત આકર્ષક વાનગી બને છે.

Add your private note

Paneer Bhurji Panini, Cottage Cheese Panini recipe - How to make Paneer Bhurji Panini, Cottage Cheese Panini in gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય:     ૪ सर्विंग પાનીની માટે
મને બતાવો પાનીની માટે

સામગ્રી

પનીર ભુરજી ની રેસીપી માટે સામગ્રી
૧ કપ ખમણેલું પનીર
૧ ટેબલસ્પૂન તેલ
૧/૨ ટીસ્પૂન સમારેલું લસણ
૧/૨ ટીસ્પૂન સમારેલા લીલા મરચાં
૧/૪ કપ ઝીણા સમારેલા કાંદા
૧/૪ કપ ઝીણા સમારેલા સિમલા મરચાં
૧/૪ કપ ઝીણા સમારેલા ટમેટા
૧/૨ ટીસ્પૂન મરચાં પાવડર
૧/૪ ટીસ્પૂન ગરમ મસાલો
૧/૪ ટીસ્પૂન હળદર
૧/૪ ટીસ્પૂન પાંવભાજી મસાલો
મીઠું, સ્વાદાનુસાર
૧ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર

બીજી જરૂરી વસ્તુઓ પનીર ભુરજી ની રેસીપી માટે
હૉટ ડૉગ રોલ
માખણ, પાથરવા અને બ્રશ વડે લગાડવા માટે
૪ ટેબલસ્પૂન ઝીણા સમારેલા લીલા કાંદાનો લીલો ભાગ
વિધિ
પનીર ભુરજી ની રેસીપી બનાવવા માટે

    પનીર ભુરજી ની રેસીપી બનાવવા માટે
  1. પનીર ભુરજી ની રેસીપી બનાવવા માટે, એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં લસણ, લીલા મરચાં અને કાંદા ઉમેરી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
  2. તે પછી તેમાં સિમલા મરચાં ઉમેરી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
  3. તે પછી તેમાં ટમેટા, મરચાં પાવડર, ગરમ મસાલો, હળદર, પાંવભાજી મસાલો, મીઠું અને ૧ ટેબલસ્પૂન પાણી મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વચ્ચે-વચ્ચે હલાવતા રહી ૨ મિનિટ સુધી રાંધી લો.
  4. તે પછી તાપને બંધ કરી તેમાં પનીર અને કોથમીર મેળવી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.

પનીર ભુરજી પાનીની ની રેસીપી માટે આગળની રીત

    પનીર ભુરજી પાનીની ની રેસીપી માટે આગળની રીત
  1. તૈયાર કરેલી પનીર ભુરજીના ૪ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.
  2. બધા હૉટ ડૉગ રોલના ચપ્પુ વડે બે ભાગ પાડી, દરેક ભાગ પર ૧ ટીસ્પૂન માખણ ચોપડી લો.
  3. હવે માખણ ચોપડેલા ૧ બ્રેડના નીચેના ભાગ પર પનીર ભુરજીનો એક ભાગ મૂકી, સરખી રીતે પાથરી તેની પર ૧ ટેબલસ્પૂન જેટલો લીલા કાંદાનો લીલો ભાગ સરખી રીતે પાથરી લો.
  4. હવે બ્રેડ રોલના ઉપરના ભાગ વડે તેને બંધ કરી, તેની ઉપર ૧/૨ ટીસ્પૂન માખણ ચોપડીને તેને આગળથી ગરમ કરીને સેન્ડવીચ ગ્રીલરમાં ૫ મિનિટ સુધી અને બ્રેડ કરકરા અને બન્ને બાજુએથી બ્રાઉન રંગના થાય ત્યાં સુધી ગ્રીલ કરી લો.
  5. રીત ક્રમાંક ૩ અને ૪ મુજબ બીજી ૩ પાનીની તૈયાર કરી લો.
  6. દરેક પનીર ભુરજી પાનીનીના ત્રાંસા ૨ ટુકડા કરી લો.
  7. પનીર ભુરજી પાનીની તરત જ પીરસો.


REGISTER NOW If you are a new user.
Or Sign In here, if you are an existing member.

Login Name
Password

Forgot Login / Passowrd?Click here

If your Gmail or Facebook email id is registered with Tarladalal.com, the accounts will be merged. If the respective id is not registered, a new Tarladalal.com account will be created.

Are you sure you want to delete this review ?

Click OK to sign out from tarladalal.
For security reasons (specially on shared computers), proceed to Google and sign out from your Google account.

Reviews