અનિયન-ટમેટા રવા ઉત્તાપા - Onion Tomato Rava Uttapa


દ્વારા

Onion Tomato Rava Uttapa - Read in English 
अनियन टमॅटो रवा उत्तपा - हिन्दी में पढ़ें (Onion Tomato Rava Uttapa in Hindi) 

Added to 253 cookbooks   This recipe has been viewed 1672 times

અનિયન-ટમેટા રવા ઉત્તાપા, એક ઉત્તમ વાનગી છે જે સવારના નાસ્તા માટે અથવા બપોરના જમણમાં કે પછી સાંજના નાસ્તામાં બાળકોને પીરસી શકાય એવી છે. અહીં તમારી સમજ માટેની વાત એ છે કે આ વાનગીમાં ખીરાને ઝટપટ બનાવવા માટે બીજી જાતના ખીરામાં વપરાતી સોડાનો જરા પણ ઉપયોગ કરવામાં નથી આવતો.

કે પછી એક દીવસ આગળથી આથો આવવા માટેનું આયોજન પણ નથી કરવું પડતું. એકાદેક કલાકમાં તો રવાના ખીરામાં આથો આવી જાય છે કારણકે તેમાં દહીં ઉમેરવામાં આવ્યું છે.

આ ઉત્તાપામાં તમારી મનગમતી બધી વસ્તુઓનો સમાવેશ છે જેવી કે ખાટા ટમેટા, તીવ્ર સુવાસવાળા કાંદા, સુગંધી કોથમીર અને લીલા મરચાં. તવા પરથી તરત જ ઉતારીને કોથમીર કે નાળિયેરની ચટણી સાથે ગરમ-ગરમ પીરસો અને તેની મજા માણો.

બીજી વિવિધ દક્ષિણ ભારતીય વાનગી પણ અજમાવો, તે છે અડઇ અને કાંચીપૂરમ ઇડલી

Add your private note

Onion Tomato Rava Uttapa recipe - How to make Onion Tomato Rava Uttapa in gujarati

આથા આવવાનો સમય: ૧ કલાક   તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય:     ૬ सर्विंग ઉત્તાપા માટે
મને બતાવો ઉત્તાપા માટે

સામગ્રી
૧ કપ રવો
૪ ટેબલસ્પૂન દહીં
૧ ટેબલસ્પૂન તેલ
મીઠું , સ્વાદાનુસાર
૩ ટેબલસ્પૂન ઝીણા સમારેલા ટમેટા
૩ ટેબલસ્પૂન ઝીણા સમારેલા કાંદા
૨ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
૩ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
તેલ , રાંધવા માટે

પીરસવા માટે
નાળિયેરની ચટણી
વિધિ
    Method
  1. એક ઊંડા બાઉલમાં રવો, દહીં, મીઠું અને ૧ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી બાઉલને ઢાંકીને આથો આવવા માટે ૧ કલાક બાજુ પર રાખો.
  2. એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર થોડું પાણી છાંટો (તરત જ છમ અવાજ આવે તે રીતે) અને કપડા વડે તવાને સાફ કરી લો.
  3. હવે ગરમ તવા પર ૧/૪ કપ જેટલું ખીરૂ રેડીને ૧૨૫ મી. મી. (૫”)નો જાડો ગોળાકાર બનાવો.
  4. ઉત્તાપાની કીનારીની બાજુએ થોડું તેલ રેડી મધ્યમ તાપ પર એક મિનિટ સુધી રાંધી લો.
  5. તે પછી તેની પર ૧/૨ ટેબલસ્પૂન કાંદા, ૧/૨ ટેબલસ્પૂન ટમેટા, ૧/૨ ટેબલસ્પૂન કોથમીર અને ૧/૪ ટીસ્પૂન લીલા મરચાં સરખી રીતે છાંટી લો.
  6. હવે ઉત્તાપાને પલટાવીને તેની બીજી બાજુ હલકા બ્રાઉન રંગની થાય ત્યાં સુધી રાંધી લો.
  7. રીત ક્રમાંક ૨ થી ૬ મુજબ બીજા ૫ ઉત્તાપા તૈયાર કરો.
  8. નાળિયેરની ચટણી સાથે તરત જ પીરસો.
Accompaniments

REGISTER NOW If you are a new user.
Or Sign In here, if you are an existing member.

Login Name
Password

Forgot Login / Passowrd?Click here

If your Gmail or Facebook email id is registered with Tarladalal.com, the accounts will be merged. If the respective id is not registered, a new Tarladalal.com account will be created.

Are you sure you want to delete this review ?

Click OK to sign out from tarladalal.
For security reasons (specially on shared computers), proceed to Google and sign out from your Google account.

Reviews