ઓટસ્ ની ઇડલી ની રેસીપી - Oats Idli


દ્વારા


Added to 89 cookbooks   This recipe has been viewed 104 times

સામાન્ય રીતે ઇડલી એક પૌષ્ટિક વાનગી ગણાય છે, પણ આ એક નવિન પ્રકારની થોડા ફેરફારવાળી ઇડલી વધુ આરોગ્યદાયક અને ખાવાથી તૃપ્ત થવાય એવી છે.

ઓટસ્ ની ઇડલીમાં ચોખાના બદલે ઓટસ્ નો ઉપયોગ થવાથી તેમાં ચરબીનો પ્રમાણ ઓછો છે, જેથી કોલેસ્ટ્રોલના પ્રમાણને દાબમાં રાખવામાં મદદરૂપ કરે છે. તમે તેમાં બાફેલા શાકનો ઉમેરો કરીને તેના ફાઇબરના પ્રમાણમાં વધારો કરી શકો છો.

આ ઇડલી કોઇપણ સમયે તૈયાર કરી શકાય છે કારણ કે તેમાં આથો લાવવાની પ્રક્રિયા ફક્ત ૧ કલાક જ છે, તેથી આ ઇડલી સામાન્ય ઇડલી કરતાં ફૂલેલી કે ઉપસેલી નથી બનતી. આમ ભલે આ ઇડલી ઉપસેલી નથી બનતી, છતાં તેનો આનંદ તો તે જ્યારે તાજી અને ગરમા-ગરમ હોય અને સાથે લીલી ચટણી અને સાંભર હોય ત્યારે અનેરો જ મળે છે.

Add your private note

Oats Idli recipe - How to make Oats Idli in gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય:     ૧૬ सर्विंग ઇડલી માટે
મને બતાવો ઇડલી માટે

સામગ્રી

ઓટસ્ ની ઇડલી ની રેસીપી બનાવવા માટે
૧ કપ ક્વીક કુકિંગ રોલ્ડ ઓટસ્
૧/૪ કપ અડદની દાળ
મીઠું , સ્વાદાનુસાર
૨ ટીસ્પૂન આદૂ-લીલા મરચાંની પેસ્ટ
૧/૨ ટીસ્પૂન તેલ , ચોપડવા માટે

ઓટ્સ ઇડલી સાથે પીરસવા માટે
સાંભર
વિધિ
    Method
  1. ઓટસ્ ની ઇડલી ની રેસીપી બનાવવા માટે
  2. ઓટસ્ ની ઇડલી ની રેસીપી બનાવવા માટે, મિક્સરની જારમાં ઓટસ્ અને અડદની દાળ મેળવી સુંવાળું પાવડર તૈયાર કરો.
  3. હવે એક બાઉલમાં આ પાવડર સાથે ૧ ૧/૨ કપ પાણી, મીઠું અને લીલા મરચાંની પેસ્ટ મેળવી સારી રીતે મિક્સ કરી રેડી શકાય એવું ખીરૂં તૈયાર કરો.
  4. આ ખીરાને ઢાંકીને આથો આવવા માટે ૧ કલાક બાજુ પર રાખો.
  5. તે પછી ઇડલીના મોલ્ડ પર થોડું તેલ ચોપડી એક ચમચા જેટલું ખીરૂં તેમાં રેડો.
  6. આમ તૈયાર કરેલા મોલ્ડને ઇડલી બાફવાના વાસણમાં મૂકી ૮ થી ૧૦ મિનિટ સુધી અથવા ઇડલી બરોબર રંધાઇ જાય ત્યાં સુધી બાફી લો.
  7. સાંભર સાથે ઓટસ્ ની ઇડલી તરત જ ગરમ ગરમ પીરસો.
Accompaniments

REGISTER NOW If you are a new user.
Or Sign In here, if you are an existing member.

Login Name
Password

Forgot Login / Passowrd?Click here

If your Gmail or Facebook email id is registered with Tarladalal.com, the accounts will be merged. If the respective id is not registered, a new Tarladalal.com account will be created.

Are you sure you want to delete this review ?

Click OK to sign out from tarladalal.
For security reasons (specially on shared computers), proceed to Google and sign out from your Google account.

Reviews