ઓટમીલ અને બદામના દૂધ સાથે સફરજન ની રેસીપી - Oatmeal Almond Milk with Apples, Healthy Vegan Breakfast


દ્વારા


Added to 11 cookbooks   This recipe has been viewed 677 times

ઓટમીલ અને બદામના દૂધ સાથે સફરજનની વાનગી તૈયાર કરવી એવી સરળ છે, કે તેની સામે બીજી કોઇ પણ વાનગી તૈયાર કરવી એનાથી સરળ નહીં જ લાગે. મિક્સરના જારમાં બધી વસ્તુઓને ભેગી કરી, મિશ્રણ તૈયાર કરી રેફ્રીજરેટરમાં રાખો. બસ, તમારું કામ પતી ગયું. હા, આ શાકાહારી પૌષ્ટિક વાનગી થોડા સમયમાં જ તૈયાર થઇ જાય છે, પણ તેને રેફ્રીજરેટરમાં ઓછામાં ઓછું ૪ કલાક તો રાખવું જરૂરી છે.

પણ તમે તેને ૬ થી ૮ કલાક રાખો તો ઠીક અને જો તમે તેને આગલા દીવસે તૈયાર કરી ફ્રીજમાં રાખીને બીજા દીવસેની સવારે તેનો સ્વાદ માણશો તો તે વધુ સ્વાદિષ્ટ લાગશે. ચીયા બીજનો અદભૂત સ્વાદ, ઓટસ્ નો અને બદામના દૂધનો સ્વાદ ઉપરાંત ખજૂરની દેશી મીઠાશ, પીનટ માખણ અને સફરજનની મજેદાર મહેક આ નાસ્તાની વાનગીને અતિ મજેદાર બનાવે છે.

ઓટસ્ અને ચીયા બીજમાં ફાઇબર હોવાથી આ વાનગીને તે પૌષ્ટિકતા આપે છે. બદામનું દૂધ લેકટોઝની તકલીફવાળા માટે ગુણકારી છે. મેપલ સીરપ આ વાનગીને મીઠાશ આપે છે, પણ જો તમે શાકાહારી ન હો, તો તમે તેમાં મધનો પણ ઉપયોગ કરી શકો છો.

Add your private note

Oatmeal Almond Milk with Apples, Healthy Vegan Breakfast recipe - How to make Oatmeal Almond Milk with Apples, Healthy Vegan Breakfast in gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો Time:    કુલ સમય:     ૧ सर्विंग માત્રા માટે
મને બતાવો માત્રા માટે

સામગ્રી
૧/૨ કપ ક્વીક કુકિંગ રોલ્ડ ઓટસ્
૧ કપ બદામનું દૂધ
૧ ટેબલસ્પૂન પીનટ માખણ
૧ ટીસ્પૂન મેપલ સીરપ (ફરજીયાત નથી)
૧ ટેબલસ્પૂન ઝીણી સમારેલી ખજૂર
૧ ટીસ્પૂન ચીયાના બીજ
૧/૪ કપ સમારેલા સફરજન
વિધિ
    Method
  1. ઓટમીલ અને બદામના દૂધ સાથે સફરજન ની રેસીપી બનાવવા માટે એક કાંચના જારમાં ઓટસ્, બદામનું દૂધ, પીનટ માખણ અને મેપલ સીરપ મેળવીને તેને મથની (whisk) વડે સારી રીતે મિક્સ કરી લો.
  2. તે પછી તેમાં ખજૂર અને ચીયાના બીજ મેળવી સારી રીતે મિક્સ કરી લો.
  3. હવે આ જારને ઢાંકણ વડે ઢાંકીને રેફ્રીજરેટરમાં ૪ કલાક રાખી મૂકો. પીરસવાના સમયે, જારનું ઢાંકણ ખોલી તેમાં સફરજન મેળવી તરત જ પીરસો.


REGISTER NOW If you are a new user.
Or Sign In here, if you are an existing member.

Login Name
Password

Forgot Login / Passowrd?Click here

If your Gmail or Facebook email id is registered with Tarladalal.com, the accounts will be merged. If the respective id is not registered, a new Tarladalal.com account will be created.

Are you sure you want to delete this review ?

Click OK to sign out from tarladalal.
For security reasons (specially on shared computers), proceed to Google and sign out from your Google account.

Reviews