નાચની અને કાંદાની રોટી - Nachni and Onion Roti


દ્વારા

Nachni and Onion Roti - Read in English 
नाचनी और प्याज़ की रोटी - हिन्दी में पढ़ें (Nachni and Onion Roti in Hindi) 

Added to 25 cookbooks   This recipe has been viewed 2393 times

ઘણા લોકો નાચનીને એક આદર્શ આહાર ગણે છે, છતાં પણ સામાન્ય રીતે ઘણા ઘરમાં તેનો ઉપયોગ નથી થતો. આમ જોવા જઈએ તો નાચનીમાં સુંતુલિત માત્રામાં પોષક તત્વો હોય છે અને જો તેનો ઉપયોગ સારી રીતે કરવામાં આવે તો તે ખૂબ સ્વાદિષ્ટ પૂરવાર થાય છે. અહીં અમે તેનો સમજદારીથી ઉપયોગ કરીને નાચની અને કાંદાની રોટી બનાવી છે જે સૌને જરૂરથી ભાવશે. કાંદા, કોથમીર અને લીલા મરચાં ઉમેરીને વધુ સ્વાદીષ્ટ બનાવેલી આ રોટી તવા પરથી ઉતારીને તરત જ માણવા જેવી છે.

સામગ્રી
૧ કપ રાગી (નાચની) નો લોટ
૧/૨ કપ ઝીણા સમારેલા કાંદા
૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
૧ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
મીઠું , સ્વાદાનુસાર
રાગી (નાચની)નો લોટ , વણવા માટે
તેલ , રાંધવા માટે
વિધિ
    Method
  1. એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી તેમાં જરૂરી પાણી ઉમેરી સુંવાળી કણિક તૈયાર કરો.
  2. આ કણિકનાં ૬ સરખા ભાગ પાડી, દરેક ભાગને ૧૦૦ મી. મી. (૪") વ્યાસના ગોળાકારમાં સૂકા લોટની મદદથી વણીને તેની પર ફોર્ક (fork) વડે સરખા અંતરમાં કાંપા પાડી લો.
  3. એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી, થોડા તેલનો ઉપયોગ કરી, દરેક રોટી બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.
  4. તરત જ પીરસો.
Accompaniments

REGISTER NOW If you are a new user.
Or Sign In here, if you are an existing member.

Login Name
Password

Forgot Login / Passowrd?Click here

If your Gmail or Facebook email id is registered with Tarladalal.com, the accounts will be merged. If the respective id is not registered, a new Tarladalal.com account will be created.

Are you sure you want to delete this review ?

Click OK to sign out from tarladalal.
For security reasons (specially on shared computers), proceed to Google and sign out from your Google account.

Reviews