મગની દાળ અને ફૂલકોબીના પાનના અપ્પે - Moong Dal and Cauliflower Greens Appe


દ્વારા

मूंग दाल और फूलगोभी के पत्तों के अप्पे - हिन्दी में पढ़ें (Moong Dal and Cauliflower Greens Appe in Hindi) 

Added to 108 cookbooks   This recipe has been viewed 1525 times

શું તમે ફૂલકોબીના પાન વડે મોઢામાં પાણી છૂટી જાય એવો નાશ્તો બનાવવાનો ક્યારે વિચાર કર્યો છે? ચાલો ત્યારે, અહીં મગની દાળ અને ફૂલકોબીના પાનના સંયોજન વડે એક અનોખા અને સ્વાદિષ્ટ અપ્પે બનાવવામાં આવ્યા છે. ફૂલકોબીના પાન લોહનું એક ઉત્તમ સ્ત્રોત છે, જે આપણને દિવસભર સ્ફૂર્તિલા રહેવામાં મદદરૂપ બને છે.

આમ તો આ મગની દાળ અને ફૂલકોબીના પાનના અપ્પે બનાવવામાં સરળ છે, પણ તેને બનાવવા માટે થોડી પૂર્વ તૈયારી કરવી પડે છે, કારણકે અહીં દાળ પલાળવાની હોય છે. આ અપ્પે પીરસવાના સમય એ જ બનાવવા, કારણકે થોડા સમયમાં જ તે કડક થઈ જાય છે.

બીજા પૌષ્ટિક નાસ્તા પણ અજમાવો જેમ સ્પાઇસી સ્પ્રાઉટ્સ સૅન્ડવિચ અને લસણવાળી મઠ અને પાલકની ટીક્કી .

Add your private note

Moong Dal and Cauliflower Greens Appe recipe - How to make Moong Dal and Cauliflower Greens Appe in gujarati

તૈયારીનો સમય:    પલાળવાનો સમય:  ૩ થી ૪ કલાક   બનાવવાનો સમય:    કુલ સમય:     ૧૨ सर्विंग અપ્પે માટે
મને બતાવો અપ્પે માટે

સામગ્રી
૧/૨ કપ પીળી મગની દાળ
૧/૪ કપ ઝીણાં સમારેલા ફૂલકોબીના પાન
૧ ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ
૧ ટીસ્પૂન શેકેલું જીરૂં
મીઠું , સ્વાદાનુસાર
૨ ટીસ્પૂન તેલ , ચોપડવા માટે

પીરસવા માટે
પૌષ્ટિક લીલી ચટણી
વિધિ
    Method
  1. મગની દાળને સાફ કરી, ધોઈને જરૂરી પાણીમાં ૩ થી ૪ કલાક પલાળી રાખો.
  2. તે પછી તેને નીતારી મિક્સરમાં ૧/૪ કપ પાણી સાથે મિક્સ કરી સુંવાળી પેસ્ટ તૈયાર કરો.
  3. આ મિશ્રણને એક ઊંડા બાઉલમાં કાઢી, તેમાં ફૂલકોબીના પાન, લીલા મરચાંની પેસ્ટ, જીરૂં અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.
  4. હવે એક અપ્પે પૅનને મધ્યમ તાપ પર ગરમ કરી તેમાં ૧ ટીસ્પૂન જેટલું તેલ ચોપડી લો.
  5. તે પછી અપ્પેના દરેક બીબામાં ૧ ટેબલસ્પૂન જેટલું ખીરૂં રેડી તેને ઢાંકણ વડે ઢાંકી મધ્યમ તાપ પર તેની બહારની બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી રાંધી લીધા પછી દરેક અપ્પેને ફોર્ક (fork) વડે પલટાવી તેની બીજી બાજુ પણ રાંધી લો. અપ્પેના ૬ બીબામાં તમે એક સાથે ૬ અપ્પે તૈયાર કરી શકશો.
  6. રીત ક્રમાંક ૪ અને ૫ પ્રમાણે બીજા ૬ અપ્પે તૈયાર કરો.
  7. પૌષ્ટિક લીલી ચટણી સાથે તરત જ પીરસો.


RECIPE SOURCE : Healthy Snacks-GujaratiBuy this cookbook

REGISTER NOW If you are a new user.
Or Sign In here, if you are an existing member.

Login Name
Password

Forgot Login / Passowrd?Click here

If your Gmail or Facebook email id is registered with Tarladalal.com, the accounts will be merged. If the respective id is not registered, a new Tarladalal.com account will be created.

Are you sure you want to delete this review ?

Click OK to sign out from tarladalal.
For security reasons (specially on shared computers), proceed to Google and sign out from your Google account.

Reviews