મગ ની દાળ નો શીરો, ઝટપટ બનતો શીરો - Moong Dal Sheera, Quick Moong Dal Sheera


દ્વારા


Added to 281 cookbooks   This recipe has been viewed 227 times

મગ ની દાળ નો શીરો | ઝટપટ બનતો શીરો | moong dal sheera recipe in gujarati.

આ રેસીપી ગળ્યું ખાવા વાળા બધા પ્રેમીઓ માટે છે, ખાસ કરીને શીરો ખાવાના શોખીન લોકો માટે આ અમૃત છે. આ શીરો દરદરો અને મીઠો છે. સામાન્ય રીતે આ શીરાને રાંધવામાં લાંબો સમય લાગે છે, પરંતુ આ રેસીપીમાં ફક્ત ૨૦ મિનિટમાં જ શીરો બની જાય છે.

Add your private note

Moong Dal Sheera, Quick Moong Dal Sheera recipe - How to make Moong Dal Sheera, Quick Moong Dal Sheera in gujarati

તૈયારીનો સમય:    પલાળવાનો સમય:  ૨ થી ૩ કલાક   બનાવવાનો સમય:    કુલ સમય:     ૩ सर्विंग માત્રા માટે
મને બતાવો માત્રા માટે

સામગ્રી

મગ ની દાળ નો શીરો બનાવવા માટે સામગ્રી
૧/૨ કપ પીળી મગની દાળ
૧/૨ કપ ઘી
૧/૨ કપ દૂધ
૧/૨ કપ સાકર
૧/૪ ટીસ્પૂન કેસર ૧ ટેબલસ્પૂન પાણીમાં ઓગળી લો
૧/૨ ટીસ્પૂન એલચી પાવડર
૧ ટેબલસ્પૂન બદામની કાતરી

સજાવવા માટે
૧ ટેબલસ્પૂન બદામની કાતરી
વિધિ
મગ ની દાળ નો શીરો બનાવવા માટે વિધિ

    મગ ની દાળ નો શીરો બનાવવા માટે વિધિ
  1. મૂંગની દાળને ૨ થી ૩ કલાક પૂરતા હૂંફાળ પાણીમાં પલાળી રાખો અને પછી સારી રીતે ગાળી લો.
  2. મૂંગની દાળને પાણીનો ઉપયોગ કર્યા વિના કરકરુ પેસ્ટ બને ત્યા સુધી મિક્સરમાં પીસી લો.
  3. મૂંગની દાળની પેસ્ટને મસમલના કાપડમાં મૂકીને દબાવીને વધારાનું પાણી કાઢી નાખો. મલમલનાં કાપડમાંથી મૂંગની દાળની પેસ્ટને પ્લેટમાં કાઢો અને ચમચીની મદદથી તેને ફેલાવી દો. એક બાજુ રાખો.
  4. એક ચોડાં નોન-સ્ટીક પેનમાં ઘી ગરમ કરો, મૂંગની દાળની પેસ્ટ નાંખો અને મધ્યમ આંચ પર ૧૦ થી ૧૨ મિનિટ સુધી વચ્ચે થોડા-થોડા સમયે હલાવતા રહી રાંધી લો.
  5. તેમાં ૧/૨ કપ પાણી અને દૂધ નાખો અને બરાબર મિક્સ કરો. ઢાંકણથી ઢાંકી ધીમી આંચ પર ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે થોડા-થોડા સમયે હલાવતા રહી રાંધી લો.
  6. સાકર ઉમેરો અને બરાબર મિક્સ કરો. ઢાંકણથી ઢાંકી ધીમી આંચ પર ૫ થી ૭ મિનિટ સુધી વચ્ચે થોડા-થોડા સમયે હલાવતા રહી રાંધી લો.
  7. કેસર-પાણીનું મિશ્રણ, એલચી પાવડર અને બદામની કાતરી ઉમેરી બરાબર મિક્સ કરી લો.
  8. બદામ વડે સજાવીને ગરમ ગરમ પીરસો.


RECIPE SOURCE : MithaiBuy this cookbook

REGISTER NOW If you are a new user.
Or Sign In here, if you are an existing member.

Login Name
Password

Forgot Login / Passowrd?Click here

If your Gmail or Facebook email id is registered with Tarladalal.com, the accounts will be merged. If the respective id is not registered, a new Tarladalal.com account will be created.

Are you sure you want to delete this review ?

Click OK to sign out from tarladalal.
For security reasons (specially on shared computers), proceed to Google and sign out from your Google account.

Reviews