મિક્સ વેજીટેબલ પરોઠા - Mixed Vegetable Paratha ( Rotis and Subzis)


દ્વારા

मिक्स्ड वेजिटेबल पराठा - हिन्दी में पढ़ें (Mixed Vegetable Paratha ( Rotis and Subzis) in Hindi) 

Added to 5 cookbooks   This recipe has been viewed 1138 times

આ ગુણકારી અને સ્વાદિષ્ટ પરોઠા એક મજેદાર સવારનો નાસ્તો ગણી શકાય જેને બીજી કોઇ વાનગી સાથે પીરસવાની જરૂર રહેતી નથી. તમારા ફ્રીજમાં હાજર હોય તેવા શાકભાજીનું મિશ્રણ કરી તમે આ પરોઠા તૈયાર કરી શકો છો. મસાલાનો છંટકાવ આ પરોઠાને સ્વાદિષ્ટ બનાવે છે જ્યારે કણિકમાં થોડું ઘી ઉમેરવાથી પરોઠા રાંધતી વખતે તેની ખુશ્બુમાં પણ વધારો થાય છે.

Add your private note

Mixed Vegetable Paratha ( Rotis and Subzis) recipe - How to make Mixed Vegetable Paratha ( Rotis and Subzis) in gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય:     ૫ પરોઠા માટે
મને બતાવો પરોઠા માટે

સામગ્રી
૧/૨ કપ ઘઉંનો લોટ
૧/૨ કપ મેંદો
૨ ટેબલસ્પૂન દૂધ
મીઠું, સ્વાદાનુસાર
૧ ટીસ્પૂન પીગળાવેલું ઘી
ઘઉંનો લોટ , વણવા માટે

પૂરણ માટે
૧ ૧/૨ કપ સમારીને બાફેલા મિક્સ શાકભાજી (ફણસી , ગાજર , લીલા વટાણા અને ફૂલગોબી)
૨ ટેબલસ્પૂન તેલ
૧/૨ કપ ઝીણા સમારેલા કાંદા
૩/૪ કપ બાફી , છોલીને મસળેલા બટાટા
મીઠું , સ્વાદાનુસાર
૨ ટેબલસ્પૂન સમારેલી કોથમીર
૨ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
૧/૨ ટીસ્પૂન મરચાં પાવડર
૧/૪ ટીસ્પૂન ગરમ મસાલો

બીજી જરૂરી વસ્તુઓ
તેલ , રાંધવા માટે

પીરસવા માટે
તાજું દહીં
વિધિ
રોટી માટે

    રોટી માટે
  1. એક ઊંડા બાઉલમાં ઘઉંનો લોટ, મેંદો, દૂધ, મીઠું અને ઘી મેળવીને તેમાં જરૂરી પાણી નાંખીને બહુ કઠણ નહીં અને બહું નરમ નહીં એવી કણિક તૈયાર કરો.
  2. આ કણિકના ૫ સરખા ભાગ પાડી દરેક ભાગને ૧૫૦ મી. મી. (૬”)ના ગોળાકારમાં થોડા સૂકા ઘઉંના લોટની મદદથી વણી લો.
  3. એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર દરેક રોટી હળવી રીતે શેકી લીધા પછી તેને બાજુ પર રાખો.

પૂરણ માટે

    પૂરણ માટે
  1. એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી, તેમાં કાંદા મેળવી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી અથવા કાંદા અર્ધપારદર્શક થાય ત્યાં સુધી સાંતળી લો.
  2. પછી તેમાં મિક્સ શાક અને બટાટા મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે થોડા-થોડા સમયે હલાવતા રહી રાંધી લો.
  3. તે પછી તેમાં મીઠું, કોથમીર, લીલા મરચાં, મરચાં પાવડર અને ગરમ મસાલો મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ ૧ મિનિટ સુધી રાંધી લો.
  4. તેને તાપ પરથી નીચે ઉતારી થોડો સમય ઠંડું થવા દો.
  5. આ પૂરણના ૫ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.

આગળની રીત

    આગળની રીત
  1. એક અર્ધ શેકેલી રોટીને સપાટ, સૂકી જગ્યા પર મૂકી, પૂરણનો એક ભાગ રોટીના અડધા ભાગ પર પાથરી રોટીને વાળીને તેને અર્ધગોળાકાર બનાવી લો.
  2. એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી થોડા તેલની મદદથી પરોઠાની બન્ને બાજુઓ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સૂધી તેને શેકી લો.
  3. રીત ક્રમાંક ૧ અને ૨ પ્રમાણે બાકીના ૪ પરોઠા પણ તૈયાર કરી લો.
  4. તાજા દહીં સાથે ગરમ ગરમ પીરસો.
Accompaniments

REGISTER NOW If you are a new user.
Or Sign In here, if you are an existing member.

Login Name
Password

Forgot Login / Passowrd?Click here

If your Gmail or Facebook email id is registered with Tarladalal.com, the accounts will be merged. If the respective id is not registered, a new Tarladalal.com account will be created.

Are you sure you want to delete this review ?

Click OK to sign out from tarladalal.
For security reasons (specially on shared computers), proceed to Google and sign out from your Google account.

Reviews