લીલી ગ્રેવીમાં મેથીના મૂઠીયા - Methi Muthia in Green Gravy


દ્વારા

Methi Muthia in Green Gravy - Read in English 
मेथी मुठीया इन ग्रीन ग्रेवी - हिन्दी में पढ़ें (Methi Muthia in Green Gravy in Hindi) 

Added to 22 cookbooks   This recipe has been viewed 1240 times

આમતો મેથીના મૂઠીયા ચહા સાથે પીરસવામાં આવતો પ્રખ્યાત ગુજરાતી નાસ્તો છે જેને બાફવામાં અથવા તળવામાં આવે છે. અહીં તળેલા મૂઠીયાની સાથે તાજા લીલા વટાણાને મોઢામાં પાણી છૂટે એવી નાળિયેરની ગ્રેવીમાં ઉમેરવામાં આવ્યા છે, જે રોટી સાથે પીરસવામાં આવે ત્યારે અત્યંત મોહક જોડાણ પૂરવાર થાય છે.

Add your private note

Methi Muthia in Green Gravy recipe - How to make Methi Muthia in Green Gravy in gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય:     ૪ માત્રા માટે
મને બતાવો માત્રા માટે

સામગ્રી
૧/૨ કપ બાફેલા લીલા વટાણા
૧ કપ ઝીણા સમારેલા કાંદા
૨ ટેબલસ્પૂન તેલ
૧ કપ નાળિયેરનું દૂધ (૨ ટેબલસ્પૂન કોર્નફ્લોરમાં ઓગાળેલું)
મીઠું , સ્વાદાનુસાર

પીસીને સુંવાળી પેસ્ટ તૈયાર કરવા માટે (થોડું પાણી મેળવીને)
૧ ૧/૨ કપ સમારેલી કોથમીર
મરચાં , મોટા સમારેલા
૧૨ મિલીમીટર (૧/૨”) નો આદુનો ટુકડો
૧૦ લસણની કળી
૧ ટેબલસ્પૂન લીંબુનો રસ
૧૦ પાલકના પાન

મેથીના મૂઠીયા માટે
૩ કપ ઝીણા સમારેલા મેથીના પાન
૪ ટેબલસ્પૂન ઘઉંનો લોટ
૧/૨ કપ ચણાનો લોટ
એક ચપટીભર હીંગ
૧ ટીસ્પૂન સાકર
૧ ટીસ્પૂન આદુ-લસણની પેસ્ટ
૨ ટેબલસ્પૂન ગરમ તેલ
એક ચપટીભર બેકીંગ સોડા
તેલ , તળવા માટે
વિધિ
મેથીના મૂઠીયા માટે

    મેથીના મૂઠીયા માટે
  1. એક બાઉલમાં બધી સામગ્રી ભેગી કરી તેમાં લગભગ ૩ ટેબલસ્પૂન જેટલું પાણી મેળવી નરમ કણિક તૈયાર કરો.
  2. આ કણિકના ૧૨ સરખા ભાગ પાડીને દરેક ભાગને બન્ને હથેળીની વચ્ચે વાળીને ગોળ ડપકા તૈયાર કરો.
  3. એક કઢાઇમાં તેલ ગરમ કરી, તેમાં એક સાથે થોડા-થોડા ડપકા નાંખીને તે દરેક બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લીધા પછી ટીશ્યુ પેપર પર કાઢી સૂકા કરી બાજુ પર રાખો.

આગળની રીત

    આગળની રીત
  1. એક ઊંડી કઢાઇમાં તેલ ગરમ કરી, તેમાં કાંદા નાંખી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.
  2. પછી તેમાં તૈયાર કરેલી પેસ્ટ મેળવી મધ્યમ તાપ પર વધુ ૨ થી ૩ મિનિટ સુધી સાંતળી લો.
  3. તે પછી તેમાં નાળિયેરનું દૂધ-કોર્નફ્લોરનું મિશ્રણ, ૧ કપ પાણી અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી ધીમા તાપ પર ૩ થી ૪ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી ઉકાળી લો.
  4. પછી તેમાં લીલા વટાણા મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી રાંધી લો.
  5. તાપને બંધ કરી, તેમાં મૂઠીયા ઉમેરી હળવેથી મિક્સ કરી લો.
  6. તરત જ પીરસો.
Accompaniments

REGISTER NOW If you are a new user.
Or Sign In here, if you are an existing member.

Login Name
Password

Forgot Login / Passowrd?Click here

If your Gmail or Facebook email id is registered with Tarladalal.com, the accounts will be merged. If the respective id is not registered, a new Tarladalal.com account will be created.

Are you sure you want to delete this review ?

Click OK to sign out from tarladalal.
For security reasons (specially on shared computers), proceed to Google and sign out from your Google account.

Reviews