મસાલેદાર અળુની ભાજી - Masaledar Arbi


દ્વારા


Added to 70 cookbooks   This recipe has been viewed 1341 times

આ મલાઇદાર અને મસાલેદાર સૂકી અળુની ભાજી ભાત, રોટી કે પછી પૂરી સાથે મજાનું સંયોજન બનાવે છે. દહીં, આમચૂર પાવડર અને બીજા મસાલા મેળવીને બનતું ખાટું મસાલાનું મિશ્રણ માઇક્રોવેવ વડે બનતી આ સૂકી ભાજીનો સ્વાદ જીભને કળતર કરાવે એવું બનાવે છે, જ્યારે દૂધ અને મલાઇ તેને સ્વાદિષ્ટ અને ખુશ્બુદાર બનાવે છે. આ મસાલેદાર અળુની ભાજીને ભરપુર કોથમીર વડે સજાવી, તે ગરમાગરમ હોય ત્યારે જ તેની મજા માણો

Add your private note

Masaledar Arbi recipe - How to make Masaledar Arbi in gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય:     ૨ servings માટે
મને બતાવો servings માટે

સામગ્રી
૧ ૧/૨ કપ છોલેલા અળુના ગોળ ટુકડા
૧ ટીસ્પૂન આદૂ-લસણની પેસ્ટ
૧/૨ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
૧/૨ ટીસ્પૂન લીંબુનો રસ
૧/૨ ટીસ્પૂન અજમો
૧ ટીસ્પૂન તેલ
૨ ટેબલસ્પૂન દૂધ
૧ ટેબલસ્પૂન તાજું ક્રીમ
મીઠું , સ્વાદાનુસાર

મિક્સ કરીને મસાલા દહીંનું મિશ્રણ તૈયાર કરવા માટે
૨ ટેબલસ્પૂન ઘટ્ટ દહીં
૧ ટીસ્પૂન ચણાનો લોટ
૨ ટીસ્પૂન સમારેલી કોથમીર
૧/૨ ટીસ્પૂન મરચાં પાવડર
૧/૨ ટીસ્પૂન ગરમ મસાલો
૧/૪ ટીસ્પૂન આમચૂર
૧ ટીસ્પૂન તેલ

સજાવવા માટે
૨ ટીસ્પૂન સમારેલી કોથમીર
વિધિ
    Method
  1. એક માઇક્રોવેવ પ્રૂફ બાઉલમાં તેલ, આદૂ-લસણની પેસ્ટ, લીલા મરચાં, લીંબુનો રસ અને અજમો મેળવી ઉંચા તાપ પર ૧ મિનિટ સુધી માઇક્રોવેવ કરી લો.
  2. તે પછી તેમાં તૈયાર કરેલો મસાલો, અળુના ટુકડા, દૂધ, તાજું ક્રીમ અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી ઉંચા તાપ પર ૯ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી માઇક્રોવેવ કરી લો.
  3. કોથમીર વડે સજાવીને ગરમ ગરમ પીરસો.
Accompaniments

REGISTER NOW If you are a new user.
Or Sign In here, if you are an existing member.

Login Name
Password

Forgot Login / Passowrd?Click here

If your Gmail or Facebook email id is registered with Tarladalal.com, the accounts will be merged. If the respective id is not registered, a new Tarladalal.com account will be created.

Are you sure you want to delete this review ?

Click OK to sign out from tarladalal.
For security reasons (specially on shared computers), proceed to Google and sign out from your Google account.

Reviews